________________
સીશ્વર અને ગ્રાહક
લી તકે સહન કરી લેતે. અને પછી પોતાની બુદ્ધિથી ઉત્તર આપતા અથવા યુકિતપૂર્વક હવે પછી તેમ બનવા ન પામે તે પ્રયત્ન કરતે, આપણે સારી પેઠે જાણીએ છીએ કે- લેકેમાં એવું જાહેર થઈ ગયું હતું કે અકબર મુસલમાન ધર્મથી ભ્રષ્ટ થઈ ગયે. કહેવાય છે કે તૂરાનના રાજા અબદુલ્લાહખાન ઉઝબેગે પણ બાદશાહના ધર્મભ્રષ્ટપણાની સાચી-ખોટી ઘણું એક વાત સાંભળી અને તે સંબંધી તેણે જ્યારે બાદશાહને લખી પણ જણાવ્યું, ત્યારે બાદશાહે તેને જવાબ આપે કે –
ઈશ્વરના સંબંધમાં લેકે કહી ગયા છે કે તેને એક દીકરા હતે. પૈગમ્બરને માટે પણ કેટલાક તરફથી એમ કહેવામાં આવ્યું છે કે તે તે એક ઐન્દ્રજાલિક હતું. જ્યારે ઈશ્વર કે પૈગમ્બર પણ માણસોની નિંદામાંથી નથી બચ્યા, ત્યારે હું તે કેવીજ રીતે બચી
શકું?”
૧ ઉઝબેગ લોકેને અને મેગલને લાંબા વખતથી દુશ્મનાવટ ચાલી આવતી હતી. આ દુશમનાવટને અંત સદરહુ અબ્દુલ્લાહખાન ઉઝબેગના ઈ. સ. ૧૫૭ માં મરવા પછીજ આવ્યો હતે. ઈ. સ. ૧૫૭૧ માં આ અબ્દુલ્લાહખાન ઉઝબેગને એક એલચી અકબરના દરબારમાં આવ્યો હતો, જેને અકબરે ઘટતે સત્કાર કર્યો હતો, અકબરે તા. ૨૩ ઓગષ્ટ ઈ. સ. ૧૫૮૬ માં આ અબ્દુલ્લાખાન ઉપર એક પત્ર લખ્યો હતા, તેમાં જણાવ્યું હતું કે-- - “ ફિરંગી કાફરે, કે જે દરિયાના ટાપૂઓ ઉપર આવીને વસ્યા છે, તેઓને ભારે નાશ કરવો જોઈએ, એ વિચાર મેં મારા હૃદયમાં રાખી મૂકયો છે..............
તે લેકેની સંખ્યા ઘણી વધી છે. અને યાત્રાળુઓ તથા વ્યાપારિયોને અડચણકર્તા થાય છે. અમે જાતે જઈને રસ્તે સાફ કરવાને ઇરાદો કર્યો હતો........ .......... ” - જૂઓ, ડૉ. વિન્સેન્ટ એ. સ્મીથનું અંગ્રેજી અકબર, પૃ. ૧૦, ૧૦૪ અને ૨૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org