________________
પરિશિષ્ટ જ
પરિશિષ્ટ 7.
અકબરના વખતનું નાણું.
Jain Education International
મનુષ્યાના ઉપચેગમાં આવનારી વસ્તુઓના વ્યવહારને માટે દરેક દેશમાં અને દરેક સમયમાં નાણાંના પ્રચાર અવશ્ય હોય છે. આ નાણાં એ પ્રકારનાં હેાય છે; એક તે છાપવાળાં અને બીજા છાપ વિનાનાં. જે નાણાં છાપવાળાં હોય છે, તેના ઉપર તે તે સમયના રાજાનુ ચિત્ર, રાજ્યચિહ્ન અથવા તે માત્ર રાજાનુ' નામ-સવત્ વિગેરે કાતરેલ અક્ષરજ હોય છે અને જે નાં છાપ વિનાનાં ડાય છે, તેના વ્યવહાર ઘણે ભાગે ગણતરીથીજ થાય છે. જેવાં કે-બદામ કાડિયા વિગેરે. વળી જે નાણાં છાપવાળાં હાય છે, તેનાં ખાસ કરીને વિશેષ નામેા રાખેલાં ડાય છે. જેમ વત્તમાન સમયમાં સેાનાના નાણાને ગીની કહે છે. રૂપાના નાણાને રૂપીયા કહે છે અને તાંબાના નાણાંને પૈસા કહેવામાં આવે છે. ઘણે ભાગે દરેક સમયમાં આ ત્રણ ધાતુઓનું નાણું વપરાએલું ઇતિહાસનાં પૃષ્ટાથી અવલોકાય છે. સાનુ, રૂપ અને તાંબુ, બહુ જૂના વખતમાં કલઈ અને બીજી ધાતુઓનુ' પણું નાણું ચાલતુ, પરન્તુ છેલ્લા ૩૦૦-૪૦૦ વર્ષોમાં તે ઉપર્યુકત ત્રણ ધાતુઓનાંજ નાણાની વપરાશ હેાટે ભાગે થએલી છે. બેશક, વજનમાં ન્યૂનાધિકતા હોવાથી તેનાં નામેા જુદાં જુદાં અવશ્ય રાખેલાં છે, પરન્તુ ધાતુ તે પ્રાયઃ એ ત્રણુજ.
સફ
જે સમયના સિક્કાઓનુ' ( નાણાંનુ' ) વર્ણન હું કરવા માગુ‘ છું, તે સમયનાં ( અકબરના સમયનાં) નાણાંમાં પણ ઉપયુક્ત ત્રણ ધાતુ વપરાઈ હતી. અને તે પણ બિલકુલ ચાખ્ખીજ, કાઈ પણ જાતના લેગ વિનાની,
For Private & Personal Use Only
www.jainelibrary.org