________________
સૂયર અને સખા.
નદીને કિનારે હતે. શાન્તિચંદ્રજી પણ ત્યાં જ હતા. અમીપાલ દેસીએ ત્યાં જઈને પહેલાં શાન્તિચંદ્રને બધી વાત કરી. તે પછી ભાનુચંદ્રજીને બોલાવીને બધી હકીકત સમજાવી. તદનન્તર શાતિચંદ્રજી અને ભાનચંદ્રજીએ બન્નેએ મળીને તમામ હકીકત અબુલફજલને કહી. તેઓની સલાહથી અમીપાલ દેસી બાદશાહ પાસે ગયા. શ્રીફલનું ભેટનું મૂકી ઉભા રહ્યા કેતુ બાદશાહે સૂરિજીના સુખશાન્તિના સમાચાર પૂછયા. તદનન્તર શેખ અબ્દુલફજલે બાદશાહને કહ્યું કે-હીરવિજયસૂરિના જે શિષ્ય ગુજરાતમાં છે, તેઓને બહુ તકલીફ પડી રહી છે, માટે કઈક બંદોબસ્ત કરે જોઈએ.” આ સાંભળતાંજ બાદશાહે અમદાવાદના સૂબામિજીખાન ઉપર એક પત્ર લખે, તેમાં જણાવ્યું કે “હીરવિજયસૂરિના શિષ્યને જેઓ તકલીફ આપતા હેય-કષ્ટ પહોંચાડતા હોય, તેઓને વગર વિલંબે શિક્ષા કરો.”
આ પત્ર અમદાવાદ આવ્યા પછી અમદાવાદના આગેવાન ગૃહસ્થાએ વીપુશાહ નામના ગૃહથને જણાવ્યું કે આ પત્ર લઈને તમે ખાનસાહેબ પાસે જાઓ.” વીપુશાહે એવી સલાહ આપી કે-“બને ત્યાં સુધી અંદર અંદરજ સમજી લેવામાં સાર છે. રાજયાધિકારિઓથી દૂર રહેવું, એજ શ્રેયસ્કર છે. વળી કલ્યાણરાયની પાસે જે વિટ્ઠલ મહેતે છે, તે એ તે નાલાયક અને ખટપટિયે છે કે-એનું ચાલશે, ત્યાં સુધી તે આપણને દંડાવ્યા વિના રહેશે નહિ.”
આ વખતે જી અને સામલ નામના બે નાગેરી ગૃહએ હિમતપૂર્વક કહ્યું કે-“મિર્જા ખાનને મળવા જવા માટે અમે તૈયાર છીએ, પરંતુ ખંભાતમાં જેઓનાં માથાં મૂક્યાં છે, તેઓને અહિં તેડાવવા જોઈએ; કારણ કે–બધાં સાધને તૈયાર રાખવા હેય તે સારૂં.” અકબરનામાના ત્રીજા ભાગને અંગ્રેજી અનુવાદ પે ૭૦૮ થી ૭૧૫ સુધીમાંથી પણ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org