Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 5
________________ પંડિત સુખલાલજી પંડિત સુખલાલજી સંત કબીર જેવા મૌલિક અને ક્રાન્તિકારી ફિલસૂફ હતા. જે કબીરનાં ભજને ભારતના સંસ્કારી અને બિનસાંપ્રદાયિક આત્માને સમૃદ્ધ આવિષ્કાર હોય તે ભારતીય તત્ત્વજ્ઞાનવિષયનાં પંડિત સુખલાલજીનાં પુસ્તકે ઉપનિષદે અને મૅગ્નાકાર્ટીના સંગમ જેવાં છે. દુન્યવી અને આદુન્યવી સ્વતંત્રતાના એ શોધક હતા. પંડિતજી આધુનિક ભારતના ફિલસૂફેમાં મુઠ્ઠી ઊંચેશ તત્ત્વજ્ઞાની હતા. પંડિતજીનું જીવન અંધાપ અને ટાંચાં સાધન સામે માનવપુરુષાર્થને મહાભારત પડકાર હતું. સુખલાલજીએ સોળ વર્ષની કુમળી વયે નેત્રે ગુમાવ્યાં હતાં, પરંતુ સમાજ પરના બોજારૂપ પપજીવી બનવાની તેમણે ના પાડી. કિસ્મતનાં અજેય પરિબળો સામે સુખલાલજી વિદ્વાન પંડિત તરીકે બહાર આવ્યા અને તેમણે જગતવ્યાપી કીર્તિ પ્રાપ્ત કરી. તેમની વિદ્વત્તા જેટલી નિર્ભય હતી એટલી જ વેધક હતી. સુખલાલજીને મન માત્ર નિર્ભેળ સત્ય જ જ્ઞાનનું દયેય હતું. એટલે જ માત્ર જૈન ધર્મના પંડિત બની રહેવાને બદલે તેમણે ભારતીય તત્ત્વજ્ઞાનની લગભગ તમામ શાખાઓનું તાર્કિક અને બુદ્ધિગમ્ય અર્થઘટન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36