Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 24
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ભારતીય દર્શનશાસ્ત્રમાં સન્મતિતક'નું સુખલાલજીનું સંપાદન એક વિરલ ઘટના ગણાય છે. પંડિતજીએ સન્મતિત'નું સંપાદન કર્યું. તે પહેલાં ભારતીય દર્શનના એક પણ ગ્રંથ આ રીતે સંપાદિત થયા ન હતા. આ પછી પણ ભારતીય તત્ત્વવિદ્યાના ગ્રંથનું સંપાદન આટલી વિદ્વત્તાથી કેઈ એ કર્યુંં નથી. જ્યારે પંડિતજીએ એક દસકાની તપશ્ચર્યાં પછી આ કામ પૂરું કર્યું. ત્યારે ગાંધીજીએ કહ્યું કે પંડિતજીએ હવે થોડા સમય આરામ કરવા જોઈએ. ૨૨ ‘સન્મતિતર્ક'ના સંપાદનનું કામ પૂરું થયું અને ગાંધીજીએ ૧૯૩૦ની દાંડીકૂચ દ્વારા સત્યાગ્રહ શરૂ કર્યાં. વિદ્યાપીઠ બંધ કરવામાં આવી. આચાર્ય આનંદશંકર ધ્રુવ તે વખતે અનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિ હતા. તેમના આગ્રહથી પંડિતજી ૧૯૩૩માં બનારસ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા. અનારસ યુનિવર્સિટીમાં અગિયાર વર્ષ રહ્યા. બનારસ યુનિવર્સિટીમાં પંડિતજીએ અધ્યયનનું અને ખાસ કરીને વિદ્યાર્થીએ તૈયાર કરવાનું કાર્ય કર્યું. આ દરમિયાન તેમણે હેમચંદ્રાચાર્યનું પ્રમાણમીમાંસા’ વગેરે ચારેક તત્ત્વજ્ઞાનનાં પુસ્તકા પ્રસિદ્ધ કર્યાં. ૧૯૪૪માં બનારસ યુનિવર્સિટીમાંથી તે નિવૃત્ત થયા. થોડો સમય મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં તેમના પરમ મિત્ર આચાર્ય જિનવિજયજી સાથે રહ્યા. ત્યાં થોડા સમય રહી અમદાવાદમાં ગુજરાત વિદ્યાભવન સંચાલિત ભે. જે. વિદ્યાભવનમાં માનદ અધ્યાપક તરીકે રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36