Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 23
________________ પંડિત સુખલાલજી સન્મતિતર્ક ઈ. સ. ૧૨૦ની શરૂઆતમાં તેમણે તેમની અમર કૃતિ ‘સન્મતિતર્કના સંપાદનનું કાર્ય હાથમાં લીધેલું, પણ તેનું ખરું કામ તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં જઈને કર્યું. એકધારું લગભગ નવ વર્ષ તેમણે રાતદિવસ જોયા વિના સન્મતિતર્કનું કામ કર્યું રાખ્યું. સિદ્ધસેન દિવાકરનું સન્મતિતર્ક ભારતીય દર્શનશાસ્ત્રને એક સંદર્ભગ્રંથ છે. ભારતમાં બારમી સદી સુધી જે તત્ત્વજ્ઞાનને વિકાસ થયે તેની ચર્ચા અને તુલના આ ગ્રંથમાં કરવામાં આવી છે. અહીં દર્શનના એક એક વાદને લઈતેની માર્મિક સમીક્ષા કરવામાં આવી છે. સિદ્ધસેન દિવાકર પિતાને એક ન વાદ રજ કરે છે. તે આ છે: કેવળજ્ઞાન અને કેવળદર્શન વચ્ચે કોઈ ભેદ ન માન. “સન્મતિતર્કનું સંપાદન એક વિરાટ વિદ્યાકાર્ય હતું. ભાંડારકર ઇન્સ્ટિટયૂટે મહાભારતના સંપાદનનું કાર્ય કર્યું. ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટને આ કાર્ય કરવા માટે સરકારી તથા પ્રજાકીય મદદ મળી હતી. દેશવિદેશના વિદ્વાનોએ આ કાર્યમાં સહકાર આયે હતે. પણ પંડિતજી પાસે તે વિદ્યાપીઠમાં એકમાત્ર સહાયક પંડિત બેચરદાસજી જ હતા. સન્મતિતર્કના સંપાદન માટે પંડિતજીએ ઓગણત્રીસ હસ્તપ્રત એકત્ર કરી અને તેનું જે રીતે સંપાદન કર્યું તેથી ભારતના અને પરદેશના વિદ્વાનને તેમણે ચકિત કર્યા. પૌરાણિક સાહિત્યમાં મહાભારતનું સંપાદન જેમ મહત્ત્વનું છે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36