Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ પ્રમુખ હતા અને કાકાસાહેબ કાલેલકર એક મુખ્ય વક્તા હતા. દેશભરના વિદ્વાના અને સંસ્કારપુરુષો મુંબઈમાં એકઠા થયા હતા. મુંબઈ યુનિવર્સિટીના કૉન્વોકેશન હાલમાં થયેલા આ સમારંભ એક અનન્ય સાંસ્કારિક ઘટના અની ગયા. ડૅા. રાધાકૃષ્ણને એમના ઉષ્માભર્યાં વ્યાખ્યાનમાં પતિજીને ચેતનાપુરુષ કહ્યા. કાકાસાહેબે પંડિતજીને ગાંધીયુગના દર્શનશાસ્ત્રી' તરીકે ઓળખાવ્યા. આ સમારંભમાં પંડિતજીના લેખેા અને વ્યાખ્યાનેાના સંગ્રહ દ્મર્શન અને ચિંતન'નું ડૉ. રાધાકૃષ્ણને પ્રકાશન કર્યું. પંક્તિજીની સમન્વયકારી અને મનુષ્યલક્ષી ર્ફિલસૂફીના નિચેાડ આ ગ્રંથામાં પાનેપાને જોવા મળે છે. વિરાટ પ્રકરણ પૂરું થયું પંડિતજીને ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીએ, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટીએ અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માનદ ડોક્ટરેટની પદવીથી નવાજ્યા. સાહિત્ય અકાદમીએ દર્શન અને ચિંતન’ને ૧૯૫૮નું અકાદમી પારિતાર્ષિક આપ્યું. પંડિતજી લાંબું આયુષ્ય જીવ્યા અને જીવનની પળેપળના એમણે હિસાબ આપ્ટે. ૧૯૭૮ના માર્ચની બીજી તારીખે ટૂંકી માંદગી બાદ પંક્તિજીનું સત્તાણુ વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થયું. તેમની સ્મશાનયાત્રા પણ વિદ્યાયાત્રા બની ગઈ. ગુજરાતના અગ્રગણ્ય વિદ્વાનો, કવિએ, લેખકા અને અધ્યાપકાએ શ્રી રસિકલાલ હેટાલાલ પરીખના પ્રમુખપદ નીચે કૃતજ્ઞતાની અંજલિ આપી, ભારતીય દર્શનશાસ્ત્રનું એક વિરાટ પ્રકરણ પૂરું થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36