Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai
Catalog link: https://jainqq.org/explore/004534/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ५२५ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ એક રૂપિયો પંડિત સુખલાલજી વાડીલાલ ભી ate & Per al Use Only 5 www.jainelib Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાથમિક માહિતીનું હાથવગું સાધન જગતમાં જાણવા જેવી ખાખતા એટલી ઝડપે વધતી જાય છે કે માણસની એ મધું જાણવાની શક્તિ ઊણી પડવાની. માસ એ હરીફાઈમાં પાછળ પડી જવાના. તેમ છતાં એ સ્પર્ધામાં મને તેટલી ઝડપે ગતિ કરી શકાય તે માટે પ્રાથમિક માહિતીનું પણ કાઇક સાધન આપણી પાસે હાવું જોઈ એ. પરિચય પુસ્તિકાએ એવું એક હાથવગું સાધન છે. આ પુસ્તિકાઓ નવા સંચિત થતા જ્ઞાનના થોડાક અણુસાર વાચકેાને આપ્યા કરે છે. પરિચય પુસ્તિકાએ એક સતત લખાયા કરતા જ્ઞાનકોશ છે. દરેક ક્ષેત્રમાં નવું નવું બનતું જાય તેમ એ વિષયની નવી પુસ્તિકાઓ લખાતી જાય છે. તેમાંથી વાચકને લગભગ અદ્યતન માહિતી મળી રહે છે. વિજ્ઞાન, કળા, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ, શિક્ષણુ, આરાગ્ય, રમતગમત, વેપારઉદ્યોગ, અર્થશાસ્ત્ર, રાજકારણ, બંધારણ, વહીવટી તંત્ર—એવાં એવાં અનેકવિધ ક્ષેત્રાના વિષયે પરિચય પુસ્તિકાઓમાં સમાવાય છે. પરિચય પુસ્તિકાએ સૌને માટે છે. એમાં રસપ્રદ વાચન છે, ઉપયાગી માહિતી છે, જ્ઞાનની પૂર્તિ છે. ટૂંકમાં, તેમાં પ્રત્યેક વિષયનું સામાન્ય જ્ઞાન છે. કુટુંબની દરેક વ્યક્તિને પેાતાના રસની પરિચય પુસ્તિકાઓ મળી જ રહેવાની. એટલે આ પુસ્તિકાએ એક જ વ્યક્તિ માટે નહીં પણ આખા કુટુંબ માટે છે. પૂંઠાના ત્રીજા પાના પરની આ વર્ષની પુસ્તિકાઓની યાદી આપને એની ખાતરી કરાવશે. Page #3 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ – પરપ પંડિત સુખલાલજી વાડીલાલ ડગલી સંપાદક વાડીલાલ ડગલી ૩૪) પરિચય ટ્રસ્ટ, મુંબઈ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક યશવંત દેશી પરિચય પૂર મહાત્મા ગાંધી મેમારિચલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રાડ, મુંબઈ-૪૦૦ ૦૦૨ મુદ્રક જિતેન્દ્ર ઠાકારભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય અમદાવાદ-૩૮૦૦૧૪ વાડીલાલ ડગલી આવૃત્તિ પહેલી: ૧૯૮૦ ૧ રૂપિયા મુખ્ય વિક્રેતા નવજીવન ટ્રસ્ટ પેા. નવજીવન, અમદાવાદ-૩૮૦૦૧૪ શાખા ૧૩૦, શામળદાસ ગાંધી માર્ગ મુંબઈ-૪૦૦૦૦૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી પંડિત સુખલાલજી સંત કબીર જેવા મૌલિક અને ક્રાન્તિકારી ફિલસૂફ હતા. જે કબીરનાં ભજને ભારતના સંસ્કારી અને બિનસાંપ્રદાયિક આત્માને સમૃદ્ધ આવિષ્કાર હોય તે ભારતીય તત્ત્વજ્ઞાનવિષયનાં પંડિત સુખલાલજીનાં પુસ્તકે ઉપનિષદે અને મૅગ્નાકાર્ટીના સંગમ જેવાં છે. દુન્યવી અને આદુન્યવી સ્વતંત્રતાના એ શોધક હતા. પંડિતજી આધુનિક ભારતના ફિલસૂફેમાં મુઠ્ઠી ઊંચેશ તત્ત્વજ્ઞાની હતા. પંડિતજીનું જીવન અંધાપ અને ટાંચાં સાધન સામે માનવપુરુષાર્થને મહાભારત પડકાર હતું. સુખલાલજીએ સોળ વર્ષની કુમળી વયે નેત્રે ગુમાવ્યાં હતાં, પરંતુ સમાજ પરના બોજારૂપ પપજીવી બનવાની તેમણે ના પાડી. કિસ્મતનાં અજેય પરિબળો સામે સુખલાલજી વિદ્વાન પંડિત તરીકે બહાર આવ્યા અને તેમણે જગતવ્યાપી કીર્તિ પ્રાપ્ત કરી. તેમની વિદ્વત્તા જેટલી નિર્ભય હતી એટલી જ વેધક હતી. સુખલાલજીને મન માત્ર નિર્ભેળ સત્ય જ જ્ઞાનનું દયેય હતું. એટલે જ માત્ર જૈન ધર્મના પંડિત બની રહેવાને બદલે તેમણે ભારતીય તત્ત્વજ્ઞાનની લગભગ તમામ શાખાઓનું તાર્કિક અને બુદ્ધિગમ્ય અર્થઘટન કર્યું. Page #6 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ સુખલાલજીએ ભારતીય તત્ત્વજ્ઞાનને શાસ્ત્રો અને ધર્મગ્રંથની જંજીરમાંથી મુક્ત કર્યું. એટલે જ ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરને સુખલાલજી પ્રત્યે મમતા હતી. હું એક વખત પંડિત સુખલાલજી સાથે ગાંધીજીને મળવા ગયે હતો. અમે ગાંધીજીની વિદાય લીધી ત્યારે સુખલાલજી ભણી આંગળી ચીંધીને તેમણે મને કહ્યું: છોકરા, એમને છોડતે મા. એ તે આપણું ચાલતી-ફરતી વિદ્યાપીઠ છે.” પંડિતજી એકીસાથે વિદ્વાનોના વિદ્વાન અને આમજનતા-માનસના મુક્તિદાતા હતા. તેમણે ધર્મ અને ફિલસૂફીને પિોથી મુક્ત કરી સભ્ય અને ન્યાયી સમાજના ઘડતરનું એક સાધન બનાવ્યાં. પંડિતજીને મન જે ફિલસૂફી જીવનને સેવાભાવી કરવામાં મદદ ન કરે તે અપ્રસ્તુત ફિલસૂફી હતી. તેમણે દુનિયાના લગભગ બધા મુખ્ય ધર્મોનું એવું તાર્કિક સમીકરણ કર્યું કે દરિદ્રનારાયણલક્ષી ગાંધીવિચારને ધર્મોનું પીઠબળ મળ્યું. પંડિતજીના ધર્મવિચારની પાછળ પ્રેરકબળ બે હતાં: અનુકંપા અને તર્ક. એક જ વ્યક્તિમાં અનુકંપા અને તર્કનું આટલું ઊંડાણ જવલ્લે જ જોવા મળે છે. પંડિત સુખલાલજીનું વ્યક્તિત્વ અનન્ય એટલા માટે બન્યું કે તેમણે માનવજાતની ધર્મની અને ફિલસૂફીની પરંપરામાંથી નીર અને ક્ષીર જુદાં કર્યા. આનું પરિણામ એ આવ્યું કે સામાન્ય પ્રજાને જીવનયાત્રામાં એક પગથિયું ઊંચે કેમ ચડવું તેનું વૈચારિક વ્યાકરણ મળ્યું. Page #7 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી સકલ પુરુષ હું જેટલી વિભૂતિએના નિકટના પરિચયમાં આવ્યે છું તેમાં મને પંડિતજી સકલપુરુષ લાગ્યા હતા. પંડિતજી માટે સંસ્કૃત, વ્યાકરણ, અર્વાચીન કવિતા, રાજ્યનીતિશાસ્ત્રના સિદ્ધાંતા, ભાષાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર અલગ અલગ જસે ન હતી, પશુ જીવનના અવિભક્ત અંગરૂપ ખાખતે હતી. પંડિતજી એક એવા જીવ હતા કે જે વિદ્યા અને નિર્ભયતાની આરાધના માટે મુસીબતા નેાતરે. આવી અંધ પણ વીર્યવાન વ્યક્તિના જીવનને જ્યાં સ્પશે। ત્યાંથી ચેતનાની છાલકે ઊડવાની. પંડિતજીનું જીવન બળવાખેારનું જીવન પણ હતું. એમને મન બહેના, હિરજના અને બીજા પદ્મદલિતા બ્રાહ્મણાથી પણ ઊંચાં હતાં. સાંસારિક સુખસગવડાથી આ વર્ગો ચિત રહેતા એનું એમને દુઃખ હતું. પણ એથી વિશેષ દુ:ખ એ હતું કે બહેનેા અને હરિજને ઉચ્ચ વિદ્યાથી વંચિત રહેતાં હતાં. જીવનધેારણ ઊંચું થાય તે પછી પણ આ વર્ગોનું વિદ્યાધારણું ઊંચું લાવવાને પંડિતજીના મનમા હતા. એમણે એમના અધ્યાપનની શરૂઆતમાં જ આવા મનસૂબાને ચરિતાર્થ કરવા માટે બળવા કર્યાં. કાશી અને બીજાં વિદ્યાસ્થાનામાં ભારતીય ફિલસૂફીના અભ્યાસ પૂરો કર્યાં પછી તેમને એક જૈન સાધુને ભણાવવાની તક મળી. ૧૯૧૩માં લગભગ તેત્રીસ વર્ષની ઉંમરે તેમણે પાલણપુરમાં એક જૈન સાધુને આચાર્યં હેમચંદ્રની બૃહદવૃત્તિ’ શીખવવાનું શરૂ કર્યું. ચારે બાજુ વાત ફેલાઈ કે એક સંસારી સાધુને શીખવે છે. આ સાંભળી એક જાણીતા આગેવાન Page #8 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ કુટુંબની વિધવા પુત્રવધૂ લાડુબહેને પંડિતજી પાસે એવી ઈચ્છા વ્યક્ત કરી કે તે પેાતાને ભણાવે. પંડિતજીએ કહ્યું કે હું સાધુને ભણાવું છું ત્યાં આવજો. “એક તા એ સ્ત્રી અને એમના જેવા મેાટા ગણાતા સાધુ સાથે શાસ્ત્ર શીખે તા સાધુની મહત્તા શી રહે?” ક આથી રૂઢિચુસ્તએ અને સાધુઓએ પંક્તિજીને વિનંતી કરી કે લાડુબહેનને ભણાવવાં નહીં. આથી પંડિતજીએ લાડુબહેનને ઘેર જઈ ભણાવવાનું શરૂ કર્યું. આ પણ મુખ્ય મહારાજજીને ગમ્યું નહીં. આવું વલણ જોઈ પંડિતજીએ જાહેર કર્યું : “જો કોઈ ઢઢભંગી કે બહેના ભણવા આવશે અને વધારે વખતની જરૂર હશે તે હું સાધુઓને ભણાવવાનું છેાડી દઈ ને પણ તેમને ભણાવીશ.” તેમણે ત્યાં જ એક સંકલ્પ એ કર્યું કે – ―― “હવે ગમે તેટલી છૂટ અને સગવડ મળે તોયે સાવર્ગને સામે માઢે ચાલી ભણાવવા ન જવું, પશુ જો તેઓ મારી શરતે મારા સ્થાને ભણવા આવે તે તેમને સંપૂર્ણ આદર ને ઉત્સાહથી ભણાવવા.” બાળપણથી બૌદ્ધિક ભૂખ પંડિત સુખલાલજીના જન્મ કાં તે એમની પિતૃભૂમિ લીમલી (સુરેન્દ્રનગર પાસે આવેલ ગામડું) કે એમના મેાસાળ કેાંઢ(હળવદ પાસે)માં થયા હતા એમ પંડિતજી કહેતા હતા. એમની જન્મતારીખ વિશે આવી ફાઈ અચાક્કસતા નથી. એમના જન્મ ૧૮૮૦ના ડિસેમ્બરની Page #9 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી કરતા. ૮મીએ થયા હતા. પંડિતજીના પિતા રૂના વેપારી હતા. તેમનું નામ સંઘજીભાઈ, માતાનું નામ સંતાકબહેન. નાનપણમાં પંડિતજી હિસાબકિતાખમાં પિતાને સારી મદ ઘેાડેસવારી અને તરવાના એમને શેખ હતા. સંઘવીકુટુંબના તે સમયના કરાએમાં તે સૌથી વધુ ઉપયેગી નીવડ્યા. અભ્યાસમાં પણ તેમણે શિક્ષકેાના પ્રેમ સંપાદન કર્યાં હતા. એમની પ્રૌદ્ધિક ભૂખ બાળપણથી અસાધારણ હતી. લીમલી ગામમાં આવતા પુરાણીએ કે ભાટચારણેાની કથા સાંભળવા તે અચૂક જાય. જૈન સાધુસાધ્વીઓનાં વ્યાખ્યાના પણ એટલા જ રસથી સાંભળે. ગામમાં આવતા સંન્યાસીઓના સંપર્કમાં રહે. નાનાંમેટાં ત્રતા કર્યાં કરે. નાનપણથી એમને ગજા ઉપરાંતના વ્યાવહારિક ખર્ચો સામે અકળામણ થતી. પંડિતજીનાં મા સંતાકબહેન એ ચાર વર્ષના હતા ત્યારે ગુજરી ગયાં. એમના પિતાએ ફરી લગ્ન કર્યું. તેમને તે નવી મા કહેતા. પંડિતજીએ લખ્યું છે: નવી માના ગેાળ અને સુંદર ચહેરા આજે પણ મારી સામે તાદશ ખડા થાય છે. જન્મદાત્રી માતાનું સુખ નથી અનુભવ્યું પણ નવી માની શીળી છાયા યાદ આવતાં આજે પણ રામાંચ અનુભવું છું.” નવી માનું સુખ પણ બહુ ન મળ્યું. તેમની પંદર વરસની ઉંમરે એ ગુજરી ગયાં. પણ એમના પિતાનાં ખા પર ઘરના ખાજો આણ્યે. એ મા છેલ્લાં વર્ષોમાં અંધ થયાં. આમ છતાં તે ઢાર દાહતાં, બધું દળણું દળતાં, છાશ વલાવતાં, માખણ કાઢતાં અને મેાટા ભાગની રસેાઈ Page #10 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ પણ કરતાં. પંડિતજીના જીવન પર એમનાં દાદીમાના જીવનબળની અસર પડી હશે. પંડિતજીએ ગામઠી નિશાળમાં ભણતર પૂરું કર્યું. અંગ્રેજી ભણવા વઢવાણ જવાનું મન થયું. પણ પિતાજી એકલા અને ધંધે પુષ્કળ. આથી પંડિતજીએ પિતાના ધંધામાં સાતમી પડી પાસ થયા પછી ઝંપલાવ્યું. નામું તથા જિન અને પ્રેસને લગતાં કામે તે સ્વતંત્રપણે કરવા લાગ્યા. આ પહેલાં એમનું સગપણ થઈ ગયું હતું. આંખ ગઈ પંડિતજી સોળ વર્ષના થયા અને તેમના પર આસમાન તૂટી પડ્યું. તેમને માતા નીકળ્યાં અને તેમાં તેમણે આંખે ખાઈ. આ પ્રસંગે પંડિતજીના મનની સ્થિતિ કેવી હતી તેનું વર્ણન તેમણે આમ કર્યું છેઃ જે જગત નેત્રને લીધે સ્વતંત્ર પ્રવૃત્તિનું ધામ હતું તે હવે પરતંત્ર પ્રવૃત્તિનું સ્થાન બન્યું. જે રૂપલેક દૂર છતાં સમીપ હતો તે હવે સમીપ છતાં દર બને અને અરૂપલેક સમીપ આવ્યું. ફાવે તેમ વનવિહાર કરતે હાથી કે ઉદ્દન કરતું પંખી પાંજરામાં પુરાય અને જે અકળામણ અનુભવે તે આવી પડી. લગભગ બેએક વર્ષના માનસિક ઉત્પાત પછી સમાધાનનું એક દ્વાર અણધારી રીતે ઊઘડ્યું. તે દ્વાર અરૂપલકમાં વિચરવાનું – કાંઈક ને કાંઈક નવું શીખવાનું.” પંડિતજીએ જૈન ઉપાશ્રયમાં જે કાંઈ જ્ઞાન મળે તે લેવા માંડ્યું. પ્રાકૃત ગદ્ય-પદ્યમાં લખાયેલાં અનેક પુસ્તકે Page #11 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી કંઠસ્થ કર્યા. આ ઉપરાંત સંસ્કૃત સૂક્તો અને સ્તંત્રો અર્થ જાણ્યા વિના જ કંઠસ્થ કર્યા. કુટુંબમાં એમની અંધ દશાથી વિષાદ ફેલા. પણ તેમણે તે જે આવે તેની પાસે આડુંઅવળું ભણવા માંડ્યું. રઘુવંશના નવ સર્ગો નવ દિવસમાં યાદ કરી લીધા. તેમનું નાનપણમાં સગપણ થયેલું. હવે પ્રશ્ન એ થયે કે આ સગપણનું શું કરવું? સુખલાલજીના પિતાને કુટુંબના મેભાને પ્રશ્ન હતે. કન્યાવાળા અકળાવા માંડ્યા. તાણખેંચ બે વર્ષ ચાલી. આખરે બને કુટુંબેએ નિર્ણય કર્યો કે સગપણ તેડી નાખવામાં છોકરા અને છોકરી બન્નેનું હિત છે. પંડિતજીએ આ વિચ્છેદ વિશે વર્ષો પછી આમ કહ્યું હતું : “મને બરાબર યાદ છે કે સંબંધ વિચછેદના સમાચારે મારા મન પર તે વખતે કઈ પણ જાતનો ભજનમા ન હતે. આનું કારણ એ નહીં કે મારામાં એ ઉંમરે લનવાસના ઉદ્દભવી ન હતી. પણ એનું ખરું કારણ એક તે એ હતું કે મને હવે વિશેષ અને વિશેષ જ્ઞાન મેળવવાની જ ધૂન લાગી હતી.” આમ, પંડિતજીએ સંસાર સાથે છેડે ફાડ્યો અને જ્ઞાન સાથે મનોમન લગ્ન કરી લીધાં. તેમણે કુટુંબની પણ માયા ઓછી કરી. તેમને હવે એક જ લગન હતી – કઈ રીતે આગળ અભ્યાસ કરે અને અંધાપાની દીવાલમાં ગાબડું પાડવું. એમણે એક સામયિક દ્વારા જાણ્યું કે કાશીમાં સાધુઓ અને ગૃહસ્થ વિદ્યાથીઓ સંસ્કૃતના અધ્યયન માટે Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ જાય તેા કેટલાક શ્રીમંતા મદદ કરે છે. ઘરમાં વાત કરે તા કુટુંબ મૂરખામાં ગણે અને પા આપે. પણ પંડિતજીએ તે નિય કરી લીધા કે કઈ હિસાબે કાશી જવું. એક મિત્રની મદદ લઈ પત્રવ્યવહાર શરૂ કર્યું. અચાનક તેમને ધર્મવિજયજીમહારાજ તરફથી એવા પત્ર મળ્યા કે: તમે ભલે આંખે ન દેખા છતાં આવી શકે; અને વીરમગામથી બીજા કેટલાક વિદ્યાર્થીએ આવનાર છે એમની સાથે આવેા.” પંક્તિજીએ આ સારા સમાચાર સાંભળી એ નિર્ણય કર્યાં. એક નિર્ણય એ કર્યું કે ઘરના કાઈ પણ માણસને સાથે ન લઇ જવે. ઘરના માણસ સાથે આવે તે વિદ્યાભ્યાસમાં જે મુશ્કેલી પડે તે પિતાને કે કુટુંબીઓને જણાવે તા પિતા અધ્યયનમાં વિઘ્ન ઊભું કરશે.’ ખીજો નિર્ણય એ કર્યું કે પિતાના પાડે તેપણ નક્કી કરેલા દવસે વિદ્યાભ્યાસ માટે ઘર છેડી દેવું. સ્ટેશને કુટુંબીઓ મૂકવા આવ્યા ત્યારે મોટાભાઈ અને ખીજા સ્નેહીએ ગળગળા થઈ પાછા ફર્યાં. મને તે એકેય આંસુ આવ્યું નહીં.” કાશીમાં વિદ્યાતપ પંડિતજી ૧૯૦૪માં એટલે કે ત્રેવીસ વર્ષની ઉંમરે કાશી અધ્યયન કરવા પહેાંચ્યા. વિદ્યાના આરંભ હેમચંદ્રાચાર્યના અભિધાનચિંતામણિ'ના પ્રથમ બ્લેકથી ક. પંડિતજીની ઇચ્છા ‘સિદ્ધાંતકૌમુદી'નું વ્યાકરણ ભણવાની હતી. પણ ગુરુ અમીવિયજીએ કહ્યું કે તેમણે હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ ‘બૃહદવૃત્તિ’ ભણવું. તેના ૧૮,૦૦૦ ક્ષેાકેા Page #13 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી સામાન્ય રીતે વિદ્યાથીએ ભણતા ન હતા. તેની સંક્ષિપ્ત આવૃત્તિને અભ્યાસ થતા. પાઠશાળામાં પંડિતજી પહેલા જ વિદ્યાર્થી નીકળ્યા કે અહઃવૃત્તિ' આખું ભણ્યા. આને કારણે પાઠશાળામાં એમના મેાભા વધ્યા. પતિજીના એ માટા ગુરુ હતા: એક તેા ન્યાયકાવ્યશાસ્ત્રના નિષ્ણાત અંબાદત્ત શાસ્ત્રી અને ખીજા વ્યાકરણના મહાપંડિત હરિનારાયણ તિવારી. ૧૧ પંડિતજીએ આ બે પંડિતા પાસે ચાર વર્ષ સુધી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, ન્યાય, અલંકાર અને કૈાશની ઠીક ઠીક તૈયારી કરી લીધી. અભ્યાસ કેવી રીતે કર્યા પંડિતજીને આંખો નહાતી તે તેમણે અભ્યાસ કેવી રીતે કર્યાં ? તે કાળે હેમચંદ્રાચાર્યના વ્યાકરણ જેવા ગ્રંથા છપાયા નહેાતા. હસ્તપ્રતા દ્વારા જ ભણવાનું હતું. એમાં વળી અધ્યાપનની પણ કોઈ પરિપાટી નહીં. પંડિતજી ગુરુ પાસે ભણે, પણ ગુરુ ભણાવવામાં ઘણા સમય લે. ભણ્યા પછી આ બધું યાદ કેમ રાખવું ? પંડિતજી એવી એકાગ્રતાથી ભણતા કે ભણે તે સમજાય પણ ભણ્યા તે યાદ રહેવું જોઈએ. આ માટે તેમણે આવી વ્યવસ્થા કરી: એક નબળા વિદ્યાર્થીને અભ્યાસમાં મદ કરવા માંડયા અને એક ભણવામાં આળસુ સાધુને વિનંતી કરી કે એમણે તેમની પાસે કેવળ પાઠનું પારાયણ કરવું. આમ, એક નબળા વિદ્યાર્થી અને આળસુ સાધુની પાસે એવી રીતે પાઠનું પારાયણ કરાવ્યું કે જેથી પંડિતજી યાદ કરી લે. તે સમયે પંડિત બેચરદાસ એમની સાથે એ સંસ્થામાં હતા. તેમણે Page #14 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુતિક પ્રવૃત્તિ ધ્યું છે કે, “એ તે વીસે કલાક પુસ્તક કંઠસ્થ કરવામાં જ તરબળ રહેતા.” વૈદિક દર્શને કેણુ ભણાવે? પંડિતજી આમ કાશીમાં ચાર વર્ષ અભ્યાસ કરી વ્યાકરણ અને ન્યાયમાં નિપુણ થયા. અલંકારશાસ્ત્ર પણ ભણ્યા. પણ તેમને તે સમગ્ર ભારતીય તત્વજ્ઞાનને અભ્યાસ કરવો હતો. જે જૈન પાઠશાળામાં ભણતા હતા તે પાઠશાળાની અવ્યવસ્થાને કારણે અને વૈદિક દર્શનના વધુ અભ્યાસ માટે ૧૯૦૮ની એક સાંજે એમના મિત્ર વ્રજલાલની સાથે માત્ર એક રૂપિયાની મૂડી સાથે પાઠશાળા છેડી. અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે ફરી આગ્રા ગયા. પછી કાશીમાં ગંગાકિનારે આવેલી ભદૈનીની જૈન ધર્મશાળામાં રહેવા માંડયા. એમની મહત્ત્વાકાંક્ષા વૈદિક દર્શને પામવાની હતી. પણ સનાતન બ્રાહ્મણ પંડિતે જૈનને ભણાવવાની ચેખી ના પાડતા. એ વૈદિક ગ્રંથે ભણવાનું કહે તો પંડિતેને શંકા જતી કે આ જૈન હોવા છતાં વૈદિક ગ્રંથે ભણવા માગે છે તે તેને હેતુ વૈદિક દર્શનના ખંડનને હોવો જોઈએ. સારું, વૈદિક દર્શન ન ભણાવે તે કઈ જૈન ગ્રંથ તે ભણાવે. તે કાશીના પંડિતો વધારે અનાદર બતાવે. સદુભાગ્યે એમના મિત્ર વ્રજલાલજી બ્રાહ્મણ હતા. છેવટે એ બે મિત્રોએ એક યુક્તિ કરી. વ્રજલાલજી સુપ્રસિદ્ધ વેદાંતી લક્ષ્મણશાસ્ત્રી દ્રાવિડના ઘેર જઈ વેદાંત શીખે જ્યારે પંડિતજી ઘેર રહી ન્યાય ભણે. સાંજે બને Page #15 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી પરસ્પરને ભણાવે. સદ્દભાગ્યે થાડા સમય ખાદ્ય ક્વિન્સ કૉલેજના મુખ્ય પંડિત ખાલખેાધ મિશ્રનેા તેમને પરિચય થયા. તેમણે પંડિતજીને વેદાંત, સાંખ્યયેાગ, વ્યાકરણ અને ન્યાય જેવા વિષયે ઘેર આવી ભણાવવાની હા પાડી. આમ પંડિતજી ભારતીય દર્શનાના ગ્રંથા ભણ્યા અને ભણતાં ભણતાં પાયાનું દાર્શનિક ચિંતન કર્યું. પંડિતજીએ જે મુશ્કેલીથી ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસ કર્યાં તેની અસર તેમના ચિંતનમાં એ રીતે પડી કે તેમણે આ બધાં દર્શનાનું માનવતાવાદી સમીકરણ કર્યું. ૧૩ આ દિવસેામાં આ બધા કઠણુ અભ્યાસ કરતાં કરતાં થોડા આનંદ માણી લેવાની પંતિજની એક અનોખી રીત હતી. તે નોંધે છે: વ્યાકરણના વાડા બહાર સંચરવાની મુક્તતાએ કાવ્ય તરફ પણ પ્રેર્યાં હતા. રઘુવંશ, કિરાત, માઘ અને નૈષધ એ મહાકાવ્યાના આસ્વાદ વ્યાકરણ તેમ જ ન્યાયના થાકને હળવા મનાવતા.” પ્રથમ વર્ગમાં આ બધા અભ્યાસ કર્યાં પછી પંડિતજીને એવા વિચાર આવ્યા કે ક્વિન્સ કૉલેજની સંપૂર્ણ ન્યાયમધ્યમા પરીક્ષા આપવી. બન્યું એવું કે એ પાઠ્યક્રમ જાણતા જ હતા. પણ તેમણે આખા પાચક્રમ ફરી સાંભળી જવાનું નક્કી કર્યું. પંડિતજી પરીક્ષા આપવા બેઠા. તે લખાવે, પણ સાવ અભણ એવા લેખક એમના માટે રાખવામાં આવ્યે. લેખકનું લખાણ અને જોડાક્ષર અશુદ્ધ. એક સુપરવાઇઝર આ જુએ. તેમણે પંડિતજીને કહ્યું કે Page #16 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ તમે લખાવે છે કંઈ અને આ ભાઈ લખે છે કંઈક બીજું જ. પંડિતજીને પિત્તો ગયે. તેમણે તે પ્રથમ વર્ગમાં આવવાની તૈયારી કરેલી અને લેખકને પૂરતા પૈસા આપેલા. આમ છતાં કલેજે યેગ્ય લેખક કેમ ન રાખે તે પૂછવા કૉલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ વેનિસસાહેબ પાસે પહોંચી ગયા. આ અંગ્રેજ પ્રિન્સિપાલ અને પંડિતજી વચ્ચે આ સંવાદ થયે : પંડિતજીએ સંસ્કૃતમાં જ આવેશપૂર્વક પૂછ્યું: આ અણઘડ લેખક મારી પૂર્ણ તૈયારીને નિષ્ફળ કરશે તેને દેષ કોના માથે ?” વેનિસસાહેબ: “કાલથી તમારી પરીક્ષા મૌખિક.” જે પ્રશ્નપત્ર ગયા તેનું શું ? “તમારા બધા જ પ્રશ્નપત્રોની ફરીથી મૌખિક પરીક્ષા લેવાશે.”વેનિસસાહેબે જવાબ આપે. ભારતીય ફિલસૂફીના પંડિતે પંડિતજીની મૌખિક પરીક્ષા લેવા બેઠા. આ સમયે વેનિસસાહેબ પણ હાજર રહ્યા. પરીક્ષા પૂરી થઈ પંડિતએ સર્વાનુમતે તેમને પ્રથમ વર્ગમાં જાહેર ર્યા. પંડિતજીએ લખ્યું છે કે પરીક્ષામાં પ્રથમ વર્ગમાં આવ્યા તેમાં તેમને પિતાને કોઈ આશ્ચર્ય થયું નહીં. આશ્ચર્ય તેમને એ વાતનું થયું કે મેટા પંડિત તેમના પ્રત્યે આકર્ષાયા. એમાંના એક નયાયિક પંડિત વામાચરણ ભટ્ટાચાર્યો તે પરીક્ષા પછી ત્યાં સુધી કહ્યું : “તમે મારા ઘેર ભણવા આવજે.” પંડિતજી માટે વિદ્યાનું મહાદ્વાર ખૂલી ગયું. Page #17 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી ૧૫ વામાચરણુજી પાસે ભણવા જતાં પંડિતજી ભારે મુશ્કેલીથી ગંગેશ ઉપાધ્યાયના ‘તત્ત્વચિંતામણિ’ ગ્રંથ ભણ્યા. પંડિતજી દૂરથી અસહ્ય ગરમીમાં અદમ્ય જિજ્ઞાસાથી ભણવા જતા. પણ ભટ્ટાચાર્યજી તા— હાતી હૈ, ચલતી હૈ— તેમ ભણાવતા. પંડિતજી લખે છે કે: “ભટ્ટાચાર્યજીનું ઊંડું જ્ઞાન મને આકર્ષી અતિ તાપમાં શીતળતા અર્પતું.” શરીર નિચેાવ્યું ભટ્ટાચાર્યજી પૂરું ન ભણાવે અને પંડિતજીને ચાવીસે કલાક ભણવાનું જોઈ એ. આથી સાંજે એક મથિલ તૈયાચિકને ત્યાં ભણવા જતા. તેમનું ઘર ત્રણ માઈલ દૂર. વામાચરણુજીનું ઘર પાંચ માઇલ દૂર. અપેારે વામાચરણુજીને ત્યાં જાય. સાંજના મૈથિલ પંડિતના ઘેર જાય. આમ, તેમણે ભણવા માટે રાજ માઈ લેાની મુસાફરી શરૂ કરી. આ વખતે તેમની ઉંમર ત્રીસ વર્ષની હતી તાપણુ કાશીની ગરમીમાં આ શ્રમ કયારેક તેમને થકવી નાખતા. આ દિવસે વિશે પંડિતજીએ લખ્યું છે : કઈ વાર એકામાં બેસી જવાનું મન થતું પણ તેને રાકી પૈસા બચાવતા. એ બેત્રણ આનાની મલાઈ કે રખડી ખવડાવી પગને થાક ઉતારતા.” તેમણે કાશીમાં અને પટણામાં દર્શનશાસ્ત્રની પરીક્ષાઓ આપી, પણ હવે તેમને પરીક્ષાએમાંથી રસ ચાલ્યા ગયા. તેમણે મનમાં એમ નક્કી કર્યું. કે હવે એટલું શાસ્ત્ર i Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ સામર્થ્ય પ્રાપ્ત કરવું કે દર્શનશાસ્ત્રના ગમે તેવા અઘરા ગ્રંથ આપમેળે વાંચી શકાય અને સમજી શકાય. આ દરમિયાન તેમને ચંદ્રશેખર નામના મોટા પંડિત મળી ગયા. તેમણે એમ કહ્યું : “મિથિલા આવે! તે હું તમને પૂરો વખત આપી ભણાવું.’ વિદ્યાનું મહાકાવ્ય પંડિતજી એમની સાથે પીલખવડ નામના ગામડામાં ગયા. એ ગામમાં દુ:ખમેાચન ઝા નામના એક મહાન નૈયાયિક રહેતા. પંડિતજી એમની પાસે પણ ભણતા. પણ કેવી પરિસ્થિતિમાં ? તેમની મિથિલાની વિદ્યાતપશ્ચર્યાંનું બયાન પંડિતજી જ લખી શકે એવું લાક્ષણિક છે : ગામડું સાવ નાનું. ઠંડીના પાર નહીં. સૂવાની માત્ર જાજમ અને પહેરવાએઢવાનાં ત્રણચાર જ કપડાં, એટલે શીતની તપસ્યા તે હતી જ, પણ ખાવાનીચે એક રીતે મારા માટે તપસ્યા હતી. ભાત સિવાય બીજું ખાવા ન મળે. દૂધ મારાથી કેમ મંગાય ? એકલા ભાત ઉપર કેદી નહીં રહેલા. ઘી તે ન જ હાય. હા, કચારેક કચારેક મિથિલાના ઘીને આંટે એવું થાડું દહીં મળે ખરું, મન તો ઘણું થાય કે વધારે દહીં માગું પણ સંકેાચ આડા આવે. ડાંગરનું પરાળ ગરમ એટલે તેની જ ગાદી બનતી અને જાજમ ઓઢવાના કામમાં આવતી. ઘર પાસેના પાખરાએમાં જઈ નાહતા. ન નાહીએ તેા લેાકે જૈન ગણીને અવગણે. નાહતા ત્યારે કેટલીક વાર વીંછીના ચટકાના અનુભવ થતા. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પંડિત સુખલાલજી, પરંતુ જિજ્ઞાસા આ બધું સહન કરવા પ્રેરતી. ખાવાના અને બીજા પૈસા હતા તે પંડિતના ઘરની ગરીબાઈ જોઈ તેમને ઘણાખરા આપી દીધા. અતિ ટાઢમાં પહેરવા લાવેલ ગરમ સ્વેટર પણ આપી દીધું. લાલચ તે એ હતી કે એથી પ્રસન્ન થઈ પંડિતજી ખૂબ મમતાથી ભણાવે અને શાસ્ત્રના ઊંડા માઁ દિલ ચર્યા સિવાય બતાવી દે.” પંડિતજીની આ સાધના કેઈ મહાકાવ્ય જેવી છે. આ જ અર્થમાં પંડિતજીનું જીવન વિદ્યાનું મહાકાવ્ય છે. ૧૯૦૪થી ૧૯૧૩ સુધીનાં નવ વર્ષ દરમિયાન તેમણે નસીબ અને સંસાર સામે શીંગડાં ભરાવી સરસ્વતીને પ્રસન્ન કરી. ૧૯૧૩માં તેત્રીસ વર્ષની ઉંમરે સાધુઓને ભણાવવા માટે પાલણપુર આવવાનું નિમંત્રણ મળ્યું એટલે પાલણપુર ગયા. ત્યાં સાધુઓને ભણાવતાં ભણાવતાં એક બહેનને ભણાવવાનો પ્રશ્ન ઊભો થયે ત્યારે તેમણે બહેનો અને હરિજનેને સૌથી પહેલાં ભણાવવાને નિશ્ચય કર્યો તેની વાત આગળ કરી છે. ૧૯૧૩માં, ગાંધીજીની અસરમાં આવ્યા તે પહેલાં, તેમણે આ નિર્ણય કર્યો તે તેમની મૌલિકતા અને અનુકંપાનું ઉદાહરણ છે. ગાંધીજી અને પંડિતજી પંડિતજી ગાંધીજી આવ્યા કે તરત તેમને મળેલા. કાશીમાં રાષ્ટ્રવાદી સાહિત્ય એ નિયમિત સાંભળતા. WWW.jainelibrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ગાંધીજીની આફ્રિકાની પ્રવૃત્તિથી પંડિતજી સારી રીતે વાકેફ હતા. આફ્રિકાથી ગાંધીજી અમદાવાદમાં આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું તેના મેળાવડામાં પંડિતજી ગયા હતા. ગાંધીજીએ આશ્રમ સ્થાપ્ટેા ત્યારે પંડિતજીએ ત્યાં જવા-આવવાનું શરૂ કર્યું. અને સાંજની પ્રાથૅના પછી ગાંધીજી ફરવા જતા ત્યારે તેમની સાથે તેએ ચાલતાં ચાલતાં ચર્ચા પણ કરતા. પછી તે ગાંધીજીના આશ્રમમાં રહેવા ગયા. આવી કર્મભૂમિમાં અંધત્વને કારણે માત્ર વિદ્યાસાધના કરવી તે તેમને અસહ્ય લાગ્યું. પહેલા જ દિવસે દળવાનું કામ માગ્યું. તેમણે કદી દળ્યું ન હતું એટલે ગાંધીજીએ નક્કી કર્યું કે એમને પેાતાની સાથે ઘંટી પર બેસાડવા. ૧૯ દાયકાઓ પછી ગાંધીજીની ઝીણાસાહેબ સાથેની મંત્રણાઓ વખતે જ્યારે ગાંધીજીના નિમંત્રણથી પંડિતજી તેમને મળવા ગયા ત્યારે આ બે મહામાનવે। વચ્ચે જે વાર્તાલાપ થયે તે વિશે વિગતે લખવાનું અહીં શકય નથી. પણ મને ખરાખર યાદ છે કે ગાંધીજીએ આ મુલાકાતમાં સુખલાલજીની ઘંટી દળવાની આવડતની મજાક કરેલી : “સુખલાલભાઈ, તમે તે એ વખતે પાચા હતા. દળતાં દળતાં તમારા હાથમાં ફાડલા પડી ગયા ! તમે વિદ્વાન માટા, પણ દળવાનું તે મેં તમને શિખવાડ્યુ .” Page #21 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી ૧૨ ઉત્તરાત્તર ગાંધીજી અને પંડિતજીના સંબંધ વધતા ચાલ્યેા. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારે ભારતીય વિદ્યાનું એક કેન્દ્ર પણ તેમાં સ્થપાયું. એ પુરાતત્ત્વમંદિરમાં પંડિતજ એક અધ્યાપક અને સંશોધક તરીકે જોડાયા. હિંદું, ઔદ્ધ અને જૈન પરંપરાના આજ સુધીના સમ વિદ્વાના પુરાતત્ત્વમંદિરમાં સંશેાધન કરતા. આ વિદ્યારત્નેાના પંડિતજી આગેવાન હતા. લેખનસાધના પંડિતજીએ લખવાની શરૂઆત કરી તેની પાછળ પણ માનવ-પુરુષાર્થની ખાંયે ચડાવેલી ચેતના હતી. પંડિતજીના એક સાધુ મિત્રે તેમના વિદ્યા-સાથી વ્રજલાલજીને કહ્યું : “તમે હિંદીમાં સારું લખી શકે છે એટલે હિંદી જૈન સાહિત્ય તમે તૈયાર કરો. સુખલાલજી પેાતાની અવસ્થા પ્રમાણે લખવા અસમર્થ છે તેા તેએ ભલે ભણાવવા આદિનું કામ કરે.” પંડિતજીને આ સાંભળી ચાનક ચડી.’બનારસના ગંગાતટે ધર્મશાળામાં મકાન પસંદુ કર્યું. ગાંધીજીના આશ્રમમાં જે સાદગી જોઈ હતી તેવું જીવન જીવવાનું નક્કી કર્યું. શરીશ્રમ માટે ગંગામાં તરતા અને ઘંટીએ લેટ દળતા. પંડિતજીએ હિંદી ભાષાના શિષ્ય ગ્રંથા વાંચવા માંડયા અને યશેાવિજયજીના જ્ઞાનસાર'ને અનુવાદ કર્યાં. તેમની લખવાની નેમ પહેલેથી ઊંચી હતી. સવારે લખે, Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ મારે એ લખાવેલું સાંભળે, એ જ અપેારે સુધારે. ફી વાર લખે. બીજે દિવસે ફરી વાર વાંચે. લખાણ ન ગમે એટલે લખેલું બધું ગંગાજળમાં પધરાવી દે. કેઈ વાર લખાણુ ગમ્યું હાય તાપણુ ખીજે દિવસે નવા વિચારો અને નવી શૈલી સૂઝે એટલે તે લખાણુ પણુગંગાજળશરણ થાય. મને આ દિવસેાની વાત કરતાં એક વાર પંડિતજીએ કહેલું : આમ ઓછામાં આછાં એકાદ હજાર પાનાં મેં ગંગામાં પધરાવી દીધાં હશે.” આ સાહિત્ય-પુરુષાર્થનું પરિણામ એ આવ્યું કે ‘જ્ઞાનસાર’ને એમને હિંદી અનુવાદ ગુજરાતી અને મરાઠી કરતાં ઊંચી કક્ષાને છે એમ વિદ્વાનેાએ કહ્યું. આ પછી પંડિતજીએ બીજા પ્રાચીન ગ્રંથાના સંપાદન અને અનુવાદનું કામ કરવા માંડયું. ગાંધીજીએ વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિરની સ્થાપના કરી તેના આચાર્યપદે મુનિશ્રી જિનવિજયજી નિમાયા. જિનવિજયજીએ ભારતભરના વિદ્વાના એકઠા કરવા માંડ્યા. ૧૯૨૨માં પંડિતજી વિદ્યાપીઠમાં અધ્યાપક અને સંશેાધક તરીકે જોડાયા. અહીં આચાયૅ ધર્માંનંદ કૌસમ્મી સાથે ખૌદ્ધ સાહિત્યનું એટલું ઊંડું અધ્યયન કર્યું... કે તેમની બૌદ્ધ ધર્મ વિશેની જિજ્ઞાસા તૃપ્ત થઈ. પછી તા લગભગ આખું જીવન તેમણે જૈન અને બૌદ્ધ મંતવ્ય સાથે ખીજા ધર્માંનાં મંતવ્યેની તુલના કયે રાખી અને તેના ઉપર અનેક ગ્રંથા લખ્યા. Page #23 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી સન્મતિતર્ક ઈ. સ. ૧૨૦ની શરૂઆતમાં તેમણે તેમની અમર કૃતિ ‘સન્મતિતર્કના સંપાદનનું કાર્ય હાથમાં લીધેલું, પણ તેનું ખરું કામ તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં જઈને કર્યું. એકધારું લગભગ નવ વર્ષ તેમણે રાતદિવસ જોયા વિના સન્મતિતર્કનું કામ કર્યું રાખ્યું. સિદ્ધસેન દિવાકરનું સન્મતિતર્ક ભારતીય દર્શનશાસ્ત્રને એક સંદર્ભગ્રંથ છે. ભારતમાં બારમી સદી સુધી જે તત્ત્વજ્ઞાનને વિકાસ થયે તેની ચર્ચા અને તુલના આ ગ્રંથમાં કરવામાં આવી છે. અહીં દર્શનના એક એક વાદને લઈતેની માર્મિક સમીક્ષા કરવામાં આવી છે. સિદ્ધસેન દિવાકર પિતાને એક ન વાદ રજ કરે છે. તે આ છે: કેવળજ્ઞાન અને કેવળદર્શન વચ્ચે કોઈ ભેદ ન માન. “સન્મતિતર્કનું સંપાદન એક વિરાટ વિદ્યાકાર્ય હતું. ભાંડારકર ઇન્સ્ટિટયૂટે મહાભારતના સંપાદનનું કાર્ય કર્યું. ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટને આ કાર્ય કરવા માટે સરકારી તથા પ્રજાકીય મદદ મળી હતી. દેશવિદેશના વિદ્વાનોએ આ કાર્યમાં સહકાર આયે હતે. પણ પંડિતજી પાસે તે વિદ્યાપીઠમાં એકમાત્ર સહાયક પંડિત બેચરદાસજી જ હતા. સન્મતિતર્કના સંપાદન માટે પંડિતજીએ ઓગણત્રીસ હસ્તપ્રત એકત્ર કરી અને તેનું જે રીતે સંપાદન કર્યું તેથી ભારતના અને પરદેશના વિદ્વાનને તેમણે ચકિત કર્યા. પૌરાણિક સાહિત્યમાં મહાભારતનું સંપાદન જેમ મહત્ત્વનું છે તેમ Page #24 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ભારતીય દર્શનશાસ્ત્રમાં સન્મતિતક'નું સુખલાલજીનું સંપાદન એક વિરલ ઘટના ગણાય છે. પંડિતજીએ સન્મતિત'નું સંપાદન કર્યું. તે પહેલાં ભારતીય દર્શનના એક પણ ગ્રંથ આ રીતે સંપાદિત થયા ન હતા. આ પછી પણ ભારતીય તત્ત્વવિદ્યાના ગ્રંથનું સંપાદન આટલી વિદ્વત્તાથી કેઈ એ કર્યુંં નથી. જ્યારે પંડિતજીએ એક દસકાની તપશ્ચર્યાં પછી આ કામ પૂરું કર્યું. ત્યારે ગાંધીજીએ કહ્યું કે પંડિતજીએ હવે થોડા સમય આરામ કરવા જોઈએ. ૨૨ ‘સન્મતિતર્ક'ના સંપાદનનું કામ પૂરું થયું અને ગાંધીજીએ ૧૯૩૦ની દાંડીકૂચ દ્વારા સત્યાગ્રહ શરૂ કર્યાં. વિદ્યાપીઠ બંધ કરવામાં આવી. આચાર્ય આનંદશંકર ધ્રુવ તે વખતે અનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિ હતા. તેમના આગ્રહથી પંડિતજી ૧૯૩૩માં બનારસ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા. અનારસ યુનિવર્સિટીમાં અગિયાર વર્ષ રહ્યા. બનારસ યુનિવર્સિટીમાં પંડિતજીએ અધ્યયનનું અને ખાસ કરીને વિદ્યાર્થીએ તૈયાર કરવાનું કાર્ય કર્યું. આ દરમિયાન તેમણે હેમચંદ્રાચાર્યનું પ્રમાણમીમાંસા’ વગેરે ચારેક તત્ત્વજ્ઞાનનાં પુસ્તકા પ્રસિદ્ધ કર્યાં. ૧૯૪૪માં બનારસ યુનિવર્સિટીમાંથી તે નિવૃત્ત થયા. થોડો સમય મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં તેમના પરમ મિત્ર આચાર્ય જિનવિજયજી સાથે રહ્યા. ત્યાં થોડા સમય રહી અમદાવાદમાં ગુજરાત વિદ્યાભવન સંચાલિત ભે. જે. વિદ્યાભવનમાં માનદ અધ્યાપક તરીકે રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા લાગ્યા. Page #25 -------------------------------------------------------------------------- ________________ જીત પંડિત સુખલાલજી ભારતીય તત્વવિદ્યા પંડિતજી આમ તે ચોસઠ વર્ષની ઉંમરે બનારસમાંથી નિવૃત્ત થયા પણ તેમની સાહિત્યપ્રવૃત્તિ સતત ચાલુ રહી. ૧૯૫૬માં તેમનું અધ્યાત્મવિચારણા પ્રસિદ્ધ થયું. હિંદુ, બૌદ્ધ અને જૈન એ ત્રણે પરંપરામાં આત્માને પરમપદ પામવાને માર્ગ તાત્વિક રીતે એક જ છે એ વિષયનું તેમણે આ ગ્રંથમાં પ્રતિપાદન કર્યું. ભારતીય દર્શનશાસ્ત્રનું આવું સમન્વયપ્રધાન પુસ્તક હજી સુધી લખાયું નથી. ૧૯૫૭માં ભારતીય તત્ત્વવિદ્યા પ્રગટ થયું. જીવ, જગત અને ઈશ્વર વિશે ભારતીય દર્શનવિચારણની અહીં સમન્વયપ્રધાન સમીક્ષા કરવામાં આવી છે. ઈતિહાસ અને તુલના – એ બને દષ્ટિએ પંડિતજીએ સૂત્રાત્મક શૈલીમાં આ ગ્રંથ લખ્યો છે. કદાચ આ પુસ્તક પંડિતજીની દાર્શનિક સાધનાનું શ્રેષ્ઠ અર્પણ છે. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ભારતીય તત્ત્વજ્ઞાનની સમવયદષ્ટિના પિષક આચાર્ય હરિભદ્ર ઉપર વ્યાખ્યાને આપ્યાં અને ૧૯૬૧માં “સમદશી આચાર્ય હરિભદ્ર નામે ગ્રંથ પ્રગટ થયે. પંડિતજીને પંચોતેર વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી કરવા માટે ભારતના અગ્રગણ્ય નાગરિકોએ પંડિત સુખલાલજી સન્માન સમિતિ રચી. ૧૯૫૭માં આ સમિતિએ તેમનું જાહેર સન્માન કર્યું. શ્રી મોરારજીભાઈ દેસાઈ સન્માન સમારંભના સ્વાગત પ્રમુખ હતા. ડો. રાધાકૃષ્ણન સભાના Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ પ્રમુખ હતા અને કાકાસાહેબ કાલેલકર એક મુખ્ય વક્તા હતા. દેશભરના વિદ્વાના અને સંસ્કારપુરુષો મુંબઈમાં એકઠા થયા હતા. મુંબઈ યુનિવર્સિટીના કૉન્વોકેશન હાલમાં થયેલા આ સમારંભ એક અનન્ય સાંસ્કારિક ઘટના અની ગયા. ડૅા. રાધાકૃષ્ણને એમના ઉષ્માભર્યાં વ્યાખ્યાનમાં પતિજીને ચેતનાપુરુષ કહ્યા. કાકાસાહેબે પંડિતજીને ગાંધીયુગના દર્શનશાસ્ત્રી' તરીકે ઓળખાવ્યા. આ સમારંભમાં પંડિતજીના લેખેા અને વ્યાખ્યાનેાના સંગ્રહ દ્મર્શન અને ચિંતન'નું ડૉ. રાધાકૃષ્ણને પ્રકાશન કર્યું. પંક્તિજીની સમન્વયકારી અને મનુષ્યલક્ષી ર્ફિલસૂફીના નિચેાડ આ ગ્રંથામાં પાનેપાને જોવા મળે છે. વિરાટ પ્રકરણ પૂરું થયું પંડિતજીને ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીએ, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટીએ અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માનદ ડોક્ટરેટની પદવીથી નવાજ્યા. સાહિત્ય અકાદમીએ દર્શન અને ચિંતન’ને ૧૯૫૮નું અકાદમી પારિતાર્ષિક આપ્યું. પંડિતજી લાંબું આયુષ્ય જીવ્યા અને જીવનની પળેપળના એમણે હિસાબ આપ્ટે. ૧૯૭૮ના માર્ચની બીજી તારીખે ટૂંકી માંદગી બાદ પંક્તિજીનું સત્તાણુ વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થયું. તેમની સ્મશાનયાત્રા પણ વિદ્યાયાત્રા બની ગઈ. ગુજરાતના અગ્રગણ્ય વિદ્વાનો, કવિએ, લેખકા અને અધ્યાપકાએ શ્રી રસિકલાલ હેટાલાલ પરીખના પ્રમુખપદ નીચે કૃતજ્ઞતાની અંજલિ આપી, ભારતીય દર્શનશાસ્ત્રનું એક વિરાટ પ્રકરણ પૂરું થયું. Page #27 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી ૨૫ પતિજીએ ભારતના અને દુનિયાના ધર્માંની તુલના કરી એવે સાર કાઢચી કે ધર્મ એટલે “જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેને સ્થાને સર્વાંગીણ સ્વચ્છતા તેમ જ સામંજસ્યપૂર્ણ ખળ આણુવું એ જ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ પ્રાચીનકાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે.” તે ધર્મનું નામ સુખ ઉપજાવનારું કેમ થઈ પડ્યું છે ? તત્ત્વજ્ઞાન એ નકામી કલ્પનાઓમાં કેમ ખપવા લાગ્યું છે? પંડિતજીએ કહ્યું : “એના ઉત્તર ધર્મગુરુ, ધર્મશિક્ષણ અને ધર્મસંસ્થાઓની જડતા તેમજ નિષ્ક્રિયતામાંથી મળી જાય છે. ધર્મ કે તત્ત્વજ્ઞાન પાતે તેા જીવનની સર્વવ્યાપી સૌરભ છે, એમાંથી આવતી દુર્ગંધ એ તેના દાંભિક ઠેકેદારાને લીધે છે. જેમ કાચું અન્ન અજીણુ કરે અને વાસી કે સડેલું અન્ન દુર્ગંધ ફેંકે તેથી ભેાજનમાત્ર ત્યાજ્ય અનતું નથી અને જેમ તાજા અને પાષક અન્ન વિના જીવન ચાલતું જ નથી, તેમ જતાપાષક ધર્મનું કલેવર ત્યા છતાં સાચી સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સરજાતી કે નથી ટકતી.” પંડિતજીએ એમ વારંવાર સમજાવ્યું કે ગાંધીજીનું જીવન અને વિચાર ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. આપણે Page #28 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ કેવું જીવન જીવવું જોઈએ? એના જવાબમાં તેઓ ગાંધીજીના જીવનનું વર્ણન કરતા? બાપુજીનું માનસિક બંધારણ સાવ જુદા પ્રકારનું હતું. તેઓ બીજા હરકેઈન દુઃખને પિતાના અંગત દુઃખની જેમ જ પચાવી શકતા નહીં. તેથી તેઓ હરકેઈ દુઃખીનું દુઃખ જોતા, તેનું કારણ શોધતા, તેને નિવારવાના ઈલાજે શેધતા અને તે ઈલાજેને અમલી રૂપ આપવા તથા અપાવવા એટલે બધે ઉગ્ર પ્રયત્ન કરતા અને એટલી ઉગ્ર તાલાવેલી સેવતા કે એને લીધે તેમનું સમગ્ર જીવન અનેક વાર હોડમાં મુકાતું હોય એમ લાગતું.” પંડિતજી હાડ થી ગાંધીવાદી તત્ત્વજ્ઞાની હતા. તડજોડ વિનાની તાર્કિકતા અને મનુષ્ય પ્રેમ એમના તત્વજ્ઞાનના હાઈમાં હતાં. જૈન મુનિઓ, બૌદ્ધ સાધુઓ અને સનાતની બ્રાહ્મણવાદ સામેની પંડિત સુખલાલજની લડત ભારતીય તત્ત્વજ્ઞાનના સમન્વયકારી પુનઅર્થઘટન પર મંડિત હતી. પંડિતજી એમ માનતા કે વિશ્વના તમામ મુખ્ય ધર્મોના પરિશીલન અને અધ્યયન વિના ભારતીય તત્ત્વજ્ઞાનને પામી શકાય નહીં. જગતના જુદા જુદા ધર્મોના ઉપદેશના તાણાવાણા ગૂંથીને સુખલાલજીએ વિશ્વધર્મને મુલાયમ અને ટકાઉ પિત બક્યું. પંડિતજીના તર્કબદ્ધ, અનુકંપાશીલ અને બૌદ્ધિક પુરુષાર્થના પ્રતાપે ગાંધીમાર્ગને જાગતિક ધર્મોનું અધિકાર Page #29 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી ૨૭ પૂર્વકનું પીઠબળ સાંપડ્યું. ગાંધીમાર્ગ એ સર્વ ધર્મોને ક્રિયાશીલ અ છે એમ સમજાવવા માટે પંડિતજીએ કહ્યું: વ્યક્તિની ખધી શક્તિઓ, સિદ્ધિએ અને પ્રવૃત્તિએ એકમાત્ર સામાજિક કલ્યાણની દિશામાં જ યેાજાય ત્યારે જ ધર્મ યા સંસ્કૃતિ ચરિતાર્થં થાય છે.” માનવચિત્તના મુક્તિદાતા ૧૯૭૬માં એક અમેરિકન જુવાન મારી સાથે રહેતા હતા. તે સાંઈબાબાના ભક્ત હતા. સાંઈબાબાના ચમત્કારોથી તે પ્રભાવિત થયા હતા. આ અરસામાં મારે અમદાવાદ જવાનું થયું ત્યારે એ પણ મારી સાથે આવ્યા. તેના મનમાં એક પ્રશ્ન વારંવાર ઊઠતા હતા : ચમત્કાર શું છે? પંડિતજીને હું મળવા ગયા ત્યારે આ અમેરિકન જુવાન પણ મારી સાથે આવ્યા. તેણે શ્રી સાંઈબાબા વિશે વાત કરી. ભારતીય સંસ્કૃતિ એ ખરી રીતે તેા સમન્વયની સંસ્કૃતિ છે. અહીંયાં બધા ધર્મપ્રવાહા આવ્યા અને ભારતીયતામાં ભળી ગયા. આ મુદ્દો પંડિતજીએ સમજાવ્યેા. પણ પેલા જુવાનને તે ચમત્કાર વિશે જાણવું હતું. પંડિતજીએ એને કહ્યું કે માનવજાતની સેવામાં ઉપયેાગી થવું એ જ જીવન અને ધર્મના મર્યું છે. પંડિતજીએ એને એમ સમજાવ્યું કે જેનું ચિત્ત મુક્ત છે, જેણે કાઈ વાદ કે સંપ્રદાયની કંઠી ખાંધી નથી તે માણસ ચમત્કારોની ચિંતા કરતા નથી. ચમત્કાર તે માણસ પાતે જ છે. લાખેા વર્ષથી માણસે અનેક શક્તિઓ કેળવી અને એ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ શક્તિ માણસ વારસેામાં મૂકી ગયા. માનવજાતે જાણે જ્ઞાનની હજારો વર્ષ જૂની વિશ્વબૅન્ક ઊભી કરી દીધી. પેલા ભાઈ એ તેા ચમત્કાર વિશે સંદેશેા માગ્યા. પંડિતજીએ આ સંદેશો લખાવ્યા : “હું પાતે ચમત્કારની ચર્ચામાં પડતા નથી, કારણ કે એથી ચિત્ત બંધાઈ જાય છે. આમાં ચમત્કાર સાથે કે ખાટા છે એ પ્રશ્ન નથી. પ્રશ્ન ચિત્તને મુક્ત રાખવાના છે. ચિત્તને સમજણપૂર્વક વિવેકથી મુક્ત રાખી શકાય તે બધું જ કાંઈ આવી મળે છે. અને જો ખરેખર ચમત્કાર જોવા અને સમજવા હાય તેા એ આપણી પેાતાની જાતમાં જ છે. કેમ કે હજારા અને લાખા વષ થયાં જે માનવજાતે આચારવિચારને કેળવ્યા છે અને વિકસાવ્યા છે તે આપણે જ જાણી શકીએ છીએ અને શક્તિ કેળવીએ તે તે લાખા માસા સુધી પહોંચાડી પણ શકીએ છીએ. આ સિવાય આપણે પાતે પણ પેાતાને વિકસાવવા ઉપરાંત ખીજાને પણ વિકાસમાં મદદ કરી શકીએ છીએ અને તે વારસા ચાલુ રાખી શકીએ છીએ. આ કાંઈ જેવાતેવા ચમત્કાર છે ? અને આથી વધારે બીજો માટે કોઈ ચમત્કાર જોયા કે જાણ્યા છે? આ માટે પેાતાના મનને મુક્ત રાખી તેને ગહનતાની તાલીમ આપવી એ જ મારે મન ચમત્કાર છે.’ Page #31 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી ૨૯ પંડિત સુખલાલજીને હું તે ત્યારે સોક્રેટિસ મારા મનમાં ઝબકી જતા. સંત અને ફિલસૂફનું આવું મિલન જવલ્લે જ જોવા મળે છે. તેમનું ચિત્ત આકાશ જેવું વિશાળ અને નીતર્યા જળ જેવું સ્વચ્છ હતું. તેમના મનને કોઈ લૌકિક તૃષ્ણાને વળગાડ ન હતો. તે તે અનુકંપાશીલ ચેતનાના પ્રદેશમાં વિહરતા. આથી તેઓ વિચારમાં અને કર્મમાં તદ્દન નીડર હતા. બેત્રણ જોડ કપડાં અને ગણ્યાગાંઠયાં પુસ્તક સિવાય તેમની પાસે કોઈ દુન્યવી મિલકત ન હતી. તેમનું પિતીકું ઘર ન હતું. તેમના મિત્ર અને પ્રશંસકે તેમના માટે અલગ ઘર બાંધવાને પ્રસ્તાવ મૂકતા ત્યારે સુખલાલજી કહેતાઃ “હું જ્યાં બેસું ત્યાં મારું ઘર.” - સોક્રેટિસની માફક સુખલાલજી પણ તરુણેમાં વિશેષ પ્રિય હતા. તેમણે સંખ્યાબંધ યુવકયુવતીઓને ભણાવ્યાં હતાં. આ બધાં આજે શિક્ષણના ક્ષેત્રે મહત્ત્વનાં સ્થાન શેભાવી રહ્યાં છે, પંડિતજીએ એક પણ પુસ્તક લખ્યું ન હત અને માત્ર વિદ્યાપીઠમાં અધ્યાપન કર્યું હોત તેપણું તેમનું નામ આધુનિક ભારતના એક મહાન શિક્ષક તરીકે આપણા સાંસકૃતિક ઈતિહાસમાં અંકાઈ જાત. સુખલાલજી ચિત્તને મુક્ત રાખવામાં માનતા હતા. પંડિતજી કહેતા કે માનવચિત્તને સ્વતંત્ર અને મુક્ત રાખવું એ સૌથી મોટો ચમત્કાર છે. પંડિત સુખલાલજીના જીવનની સિદ્ધિ એ છે કે તેમણે પિતાના દેશજનેનાં ચિત્તને મુક્ત કરવાની પ્રક્રિયામાં અનન્ય ફાળે આયે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજીનાં મહત્ત્વનાં પુસ્તકે ૧. આત્માનુશાસ્તિકલક: મૂળ પ્રાકૃતિને ગુજરાતી અનુવાદ, ૧૯૧૪-૧૫ ૨-૫ કર્મગ્રંથ : ભાગ ૧થી ૪ : દેવેન્દ્રકૃત મૂળ પ્રાકૃત–હિન્દી અનુવાદ, (આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા) ૧૯૧૭-૨૦ ૬. દંડક : મૂળ પ્રાકૃતને હિન્દીમાં સાર (આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા) ૧૯૨૧. ૭. પંચપ્રતિકમણુઃ મૂળ પ્રાકૃત, હિન્દી અનુવાદ (આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા); ૧૯૨૧. ગિદર્શન ? પાતંજલ યોગસૂત્રવૃત્તિ, ઉપા. ચવિજયજીકૃત હરિ ભદ્રકૃત ગર્વિશિકા. મૂળ પ્રાકૃત-સંસ્કૃત ટીકાને હિન્દી સાર (આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા); ૧૯૨૨ ૯. સન્મતિતર્કઃ સિદ્ધસેન દિવાકરકૃત મૂળ પ્રાકૃતની અભયદેવસૂરિકૃત ટીકા-વાદમહાર્ણવ ભાગ-૧થી ૫, ગુજરાતી વિવેચન, ભાગ છઠ્ઠો. (ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ); ૧૯૨૫-૩ર. છઠ્ઠા ભાગને અગ્રેજી અનુવાદ (જૈન શ્વેતામ્બર કૅન્ફરન્સ); ૧૯૪૦. છઠ્ઠો ભાગ પડિત બેચરદાસજીના સહકારમાં. છઠ્ઠા ભાગનું હિન્દી પણ પ્રકાશિત થયું છે. ૧૦. જેની દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર પંડિત બેચરદાસજીના સહકારમાં. ૧૧. વ્યાયાવતાર ઃ સિદ્ધસેન દિવાકરકૃતિને ગુજરાતી અનુવાદ (જૈન સાહિત્ય સંશોધક); ૧૯૨૭ ૧૨. આધ્યાત્મિક વિકાસકમ : ગુજરાતી લેખ. (શંભુલાલ જ. શાહ, અમદાવાદ); ૧૯૨૭ તત્વાર્થસૂત્ર : ઉમાસ્વાતિતનું ગુજરાતી વિવેચન. (ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ) ૧૯૩૦, ૧૯૪૧, ૧૯૪૯, ૧૯૭૭. હિન્દી અનુવાદ (આત્માનંદ જન્મશતાબ્દી મારક ગ્રંથમાળા, મુંબઈ) ૧૯૩૯. (જૈન સંસ્કૃતિ સંશાધન મંડળ, બનારસ), ૧૫ર (પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, બનારસ) ૧૯૭૭. અંગ્રેજી અનુવાદ (લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ) ૧૯૭૪ ૩૦. Page #33 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી ૧૪. જૈન તર્કભાષા ઉપાધ્યાય ચવિજયજીકૃતનું સંપાદન (સિધી જૈન ગ્રંથમાળા, મુંબઈ) ૧૯૩૮. ૧૫. પ્રમાણમીમાંસા : હેમચંદ્રકૃતિનું સંપાદન. (સિંધી જૈન ગ્રંથમાળા મુંબઈ) ૧૯૩૯. ૧૬. જ્ઞાનબિન્દુ ઃ ઉષા. યશોવિજયજીકૃત ગ્રંથનું સંપાદન (સિધી જૈન ગ્રંથમાળા, મુંબઈ) ૧૯૪૦. ૧૭. ત પથ્યવસિંહ : જયરાકૃતનું સંપાદન (ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, વડોદરા) ૧૯૪૦. ૧૮. વેદવાદદ્વત્રિશિકા સિદ્ધસેન દિવાકરકૃતનું સંપાદન-વિવેચન, ગુજરાતી. (ભારતીય વિદ્યાભવન, મુંબઈ) હિન્દી અનુવાદ ભારતીય વિદ્યાપત્રિકાના સિધી સ્મારક અંકમાં, ૧૯૪૬. ૧૯. નિર્ચન્થ સંપ્રદાય ઃ (જૈન સંસ્કૃતિ સંશોધન મડળ, બનારસ); ૧૯૪૭ ૨૦. હેતુબિન્દુટીકા : ધર્મકીર્તિકૃત હેતુબિન્દુની અચૂંટટીકા અને દુર્વેકમિશ્રકૃત અનુટીકા સાથે સંપાદન (ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, વડેદરા) ૧૯૪૯. ૨૧. ધર્મ ર સમાજ હિન્દી નિબંધ (હિન્દી ગ્રંથ રત્નાકર, મુંબઈ) ૧૯૫૧, ૨૨. અધ્યાત્મવિચારણા : ગુજરાતી. (ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ) હિન્દી અનુવાદ. (ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ) ૧લ્પ૬. ૨૩. ભારતીય તત્ત્વવિદ્યા : ગુજરાતી. (મ. સ. યુનિવર્સિટી, વડેદરા). ૧૯૫૭. હિન્દી અનુવાદ. (જ્ઞાનેદય ટ્રસ્ટ, અમદાવાદ). ૧૯૭૧ અંગ્રેજી અનુવાદ “Indian Philosophy (લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ) ૧૯૭૭. ૨૪. દર્શન અને ચિંતન ભાગ ૧-૨ : ગુજરાતી નિબળે. (પંડિત સુખ લાલજી સન્માન સમિતિ, અમદાવાદ) ૧૯૫૭. ૨૫. દર્શન ઔર ચિતન હિન્દી લેખસંગ્રહ (પંડિત સુખલાલજી સન્માન સમિતિ અમદાવાદ) ૧૯૫૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ૨૬. સમદર્શી આચાર્ય હરિભદ્રઃ ગુજરાતી (મુંબઈ યુનિવર્સિટી); ૧૯૬૧. હિન્દી અનુવાદ (રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુ) ૧૯૬૬. ર૭. Advanced Studies in Indian Logic and Meta physics : (Published by Indian Studies-Past and Present, Calcutta). પ્રમાણમીમાંસાની પ્રસ્તાવના અને હિન્દી ટિપ્પણને અંગ્રેજી અનુવાદ; ૧૯૬૧. હવે પછી ૨૮. મારું જીવનવૃત્તઃ (પરિચય ટ્રસ્ટ, મુંબઈ) ૨. દર્શન અને ચિંતન : ભાગ ત્રીજો: (પરિચય ટ્રસ્ટ, મુંબઈ) પંડિત સુખલાલજી વિષે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી દલસુખભાઈ માલવણિયા. (કુમકુમ પ્રકાશન, અમદાવાદ, ૧૯૭૭) પુણ્યશ્લોક પંડિતજી : મૃદુલા પ્ર. મહેતા (સર્વોદય સહકારી પ્રકાશન સંઘ લિ; આંબલા; ૧૯૭૯) Page #35 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ વર્ષ રર(૧૯૮૦)ની પુસ્તિકાઓ ૫૦૫ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ૫૦૬ ભારતની આધુનિક ચિત્રકળા વર્ષો દાસ ૫૦૭ કયુટર શું છે? ચંદ્રકાન્ત શાહ ૫૦૮ અફઘાનિસ્તાન રહિત દવે ૫૦૯ પિત્તાશયનાં દર્દો ડો. ભાનુ ૨. શાહ ૫૧૦ સૂર્યગ્રહણ મનુભાઈ મહેતા ૫૧૧ માતાનું દૂધ વધુ સારું છે. ઉષા દેસાઈ ૫૧૨ હેમચંદ્રાચાર્ય રમણલાલ ચી. શાહ ૫૧૩ તમે તમારા દાકતર છે ડૉ. મહેરવાન ભગચ ૫૧૪ કપુચિયા અરુણ ખાંડેકર પ૧૫ ક્રિકેટ સ્કોરરની કામગીરી આણંદજી ડોસા ૫૧૬ લેસર શું છે? અરુણકુમાર મ. દવે ૫૧૭ ઝિમ્બાબ્ધ સુભાષચંદ્ર સરકાર ૫૧૮ ભારતના કામદારો હિમાંશુ પટેલ પ૧૯ પિતાની ભૂમિ પર નિરાશ્રિત વાડીલાલ ડગલી પર૦ રોહિણી નાનાલાલ વસા પર શિક્ષણ અને આર્થિક વિકાસ વી. વી. ભટ્ટ પર ઝામર ડે. વીરેન્દ્ર ગાંધી પર૩ ઍનેસ્ટી ઈન્ટરનૅશનલ એમ. એન. ગુર્જર પર ભારતીય સંગીતનાં ઘરાણું બટુક દીવાનજી પર૫ પંડિત સુખલાલજી વાડીલાલ ડગલી સ્કી હેક્ટર અભયવધન હરિજનેની સમસ્યા મેરારજી દેસાઈ સુર્યશક્તિ દિનકર મહાભે છૂટક નકલ ૧ રૂપિયે વાર્ષિક લવાજમ રૂ. ૨૦ઃ પરદેશમાં રૂ. પ૦ આજીવન લવાજમ રૂ. ૨૫૦ પરિચય ટ્રસ્ટ મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રેડ, મુંબઈ-૪૦૦ ૦૦૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ વાડીલાલ ડગલી * વાડીલાલ જેચંદ ડગલીને જન્મ ૧૯૨૬ના નવેમ્બરની ર૦મીએ ધંધુકા તાલુકાના રેજિદ ગામે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વેરાવળમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં ચી. ન. વિદ્યાવિહારમાં લીધું હતું. કૉલેજનું શિક્ષણ મુંબઈમાં લઈ ૧૯૪૮ના જૂતમાં તેમણે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી મેળવી. ઓગસ્ટમાં તેઓ અમેરિકા ગયા અને યુનિવર્સિટી ઓફ કૅલિફેનિયા(બર્કલી)માં આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપારનો અભ્યાસ કરી, “ધ રેશિયલ ટ્રાયેન્ગલ ઇન મલાયા” પર મહાનિબંધ લખી એમ. એ.ની ડિગ્રી મેળવી. અમેરિકાથી પાછા ફરી. તેઓ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં જોડાયા. ત્યાર બાદ અગ્રેજી દૈનિક ઇન્ડિયન એકપ્રેસના ફાઈનેશિયલ એડિટર તથા સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ચીફ ઑફિસર (ડેવલપમેન્ટ) તરીકે કામગીરી બજાવી. હાલ તેઓ અંગ્રેજી આર્થિક સાતાહિક “કૅમર્સ'ના તંત્રી તરીકે કામ કરે છે. શ્રી ડગલી પરિચ ટ્રસ્ટના તથા વોટર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી છે, આ ઉપરાંત તેઓ નવજીવન, ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેઓ જર્નલ ઓફ ધિ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ બૅન્કર્સના તંત્રી તરીકે માનદ્ સેવા આપે છે. | શ્રી ડગલીએ “આ બધી યોજનાઓ શા માટે?, હવે સેનું દેરા માટે’, લડાઈનું અર્થશાસ્ત્ર’, ‘ગાંધીજીનું આર્થિક ચિંતન’, ‘આર્થિક ઇમારતને પાયે’, આપણી કુદરતી સંપત્તિ', “એઝરા પાઉન્ડ', સેઝેનિત્સિન’, ‘વિકાસ કોના માટે ?', ગગનવિહારી મહેતા’, ‘ગામડાંની ગુપ્ત બેકારી’, ‘અર્થતંત્રને શું થયું છે ?" અને પોતાની ભૂમિ પર નિરાશ્રિત’ એ પરિચય પુસ્તિકાઓ લખી છે. ‘ગ્રેથ ફેર હુમ’ અને “ઇન્ફલેશન–એ વે આઉટ’ એમનાં પ્રકાશને છે. આ ઉપરાંત ‘ફાઉન્ડેશન્સ ઑફ ઇન્ડિયન ઍગ્રિકલ્ચર’, ‘ફાઈનેનિશચલ ઈન્સ્ટિટયુશન્સ ઓફ ઇન્ડિયા”, “ખાદી ઍન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ ઇન ધિ ઇન્ડિયન ઇનૉમીવગેરે બારેક અર્થશાસ્ત્રના ગ્રંથનું એમણે સંપાદન કર્યું છે. શિયાળાની સવારને તડકે એ એમને નિબંધસંગ્રહે છે અને ‘સહજ’ એ એમને કાવ્યસંગ્રહ છે. ફેબ્રુઆરી ૧૯૭૮માં કેન્દ્ર સરકારે નીમેલ “કમિટી ઑન કન્ટ્રોલ એન્ડ સબ્સિડીઝ’ના ચૅરમેન તરીકે એમણે કામગીરી બજાવી હતી. ૧૯૫૪ના જુલાઈમાં તેમણે ઇન્દિરા શાહ સાથે લગ્ન કર્યું છે. તેમને ત્રણ સંતાન છે: સિદ્ધાર્થ, રેખા અને મીરાં. www.jalne ary.org