________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ સુખલાલજીએ ભારતીય તત્ત્વજ્ઞાનને શાસ્ત્રો અને ધર્મગ્રંથની જંજીરમાંથી મુક્ત કર્યું. એટલે જ ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરને સુખલાલજી પ્રત્યે મમતા હતી.
હું એક વખત પંડિત સુખલાલજી સાથે ગાંધીજીને મળવા ગયે હતો. અમે ગાંધીજીની વિદાય લીધી ત્યારે સુખલાલજી ભણી આંગળી ચીંધીને તેમણે મને કહ્યું:
છોકરા, એમને છોડતે મા. એ તે આપણું ચાલતી-ફરતી વિદ્યાપીઠ છે.”
પંડિતજી એકીસાથે વિદ્વાનોના વિદ્વાન અને આમજનતા-માનસના મુક્તિદાતા હતા. તેમણે ધર્મ અને ફિલસૂફીને પિોથી મુક્ત કરી સભ્ય અને ન્યાયી સમાજના ઘડતરનું એક સાધન બનાવ્યાં. પંડિતજીને મન જે ફિલસૂફી જીવનને સેવાભાવી કરવામાં મદદ ન કરે તે અપ્રસ્તુત ફિલસૂફી હતી. તેમણે દુનિયાના લગભગ બધા મુખ્ય ધર્મોનું એવું તાર્કિક સમીકરણ કર્યું કે દરિદ્રનારાયણલક્ષી ગાંધીવિચારને ધર્મોનું પીઠબળ મળ્યું. પંડિતજીના ધર્મવિચારની પાછળ પ્રેરકબળ બે હતાં: અનુકંપા અને તર્ક. એક જ વ્યક્તિમાં અનુકંપા અને તર્કનું આટલું ઊંડાણ જવલ્લે જ જોવા મળે છે. પંડિત સુખલાલજીનું વ્યક્તિત્વ અનન્ય એટલા માટે બન્યું કે તેમણે માનવજાતની ધર્મની અને ફિલસૂફીની પરંપરામાંથી નીર અને ક્ષીર જુદાં કર્યા. આનું પરિણામ એ આવ્યું કે સામાન્ય પ્રજાને જીવનયાત્રામાં એક પગથિયું ઊંચે કેમ ચડવું તેનું વૈચારિક વ્યાકરણ મળ્યું.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org