________________
પંડિત સુખલાલજી
૧૨
ઉત્તરાત્તર ગાંધીજી અને પંડિતજીના સંબંધ વધતા ચાલ્યેા. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારે ભારતીય વિદ્યાનું એક કેન્દ્ર પણ તેમાં સ્થપાયું. એ પુરાતત્ત્વમંદિરમાં પંડિતજ એક અધ્યાપક અને સંશોધક તરીકે જોડાયા. હિંદું, ઔદ્ધ અને જૈન પરંપરાના આજ સુધીના સમ વિદ્વાના પુરાતત્ત્વમંદિરમાં સંશેાધન કરતા. આ વિદ્યારત્નેાના પંડિતજી આગેવાન હતા.
લેખનસાધના
પંડિતજીએ લખવાની શરૂઆત કરી તેની પાછળ પણ માનવ-પુરુષાર્થની ખાંયે ચડાવેલી ચેતના હતી. પંડિતજીના એક સાધુ મિત્રે તેમના વિદ્યા-સાથી વ્રજલાલજીને કહ્યું : “તમે હિંદીમાં સારું લખી શકે છે એટલે હિંદી જૈન સાહિત્ય તમે તૈયાર કરો. સુખલાલજી પેાતાની અવસ્થા પ્રમાણે લખવા અસમર્થ છે તેા તેએ ભલે ભણાવવા આદિનું કામ કરે.” પંડિતજીને આ સાંભળી ચાનક ચડી.’બનારસના ગંગાતટે ધર્મશાળામાં મકાન પસંદુ કર્યું. ગાંધીજીના આશ્રમમાં જે સાદગી જોઈ હતી તેવું જીવન જીવવાનું નક્કી કર્યું. શરીશ્રમ માટે ગંગામાં તરતા અને ઘંટીએ લેટ દળતા.
પંડિતજીએ હિંદી ભાષાના શિષ્ય ગ્રંથા વાંચવા માંડયા અને યશેાવિજયજીના જ્ઞાનસાર'ને અનુવાદ કર્યાં. તેમની લખવાની નેમ પહેલેથી ઊંચી હતી. સવારે લખે,
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org