________________
પરિચય પુતિક પ્રવૃત્તિ ધ્યું છે કે, “એ તે વીસે કલાક પુસ્તક કંઠસ્થ કરવામાં જ તરબળ રહેતા.”
વૈદિક દર્શને કેણુ ભણાવે? પંડિતજી આમ કાશીમાં ચાર વર્ષ અભ્યાસ કરી વ્યાકરણ અને ન્યાયમાં નિપુણ થયા. અલંકારશાસ્ત્ર પણ ભણ્યા. પણ તેમને તે સમગ્ર ભારતીય તત્વજ્ઞાનને અભ્યાસ કરવો હતો. જે જૈન પાઠશાળામાં ભણતા હતા તે પાઠશાળાની અવ્યવસ્થાને કારણે અને વૈદિક દર્શનના વધુ અભ્યાસ માટે ૧૯૦૮ની એક સાંજે એમના મિત્ર વ્રજલાલની સાથે માત્ર એક રૂપિયાની મૂડી સાથે પાઠશાળા છેડી. અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે ફરી આગ્રા ગયા. પછી કાશીમાં ગંગાકિનારે આવેલી ભદૈનીની જૈન ધર્મશાળામાં રહેવા માંડયા.
એમની મહત્ત્વાકાંક્ષા વૈદિક દર્શને પામવાની હતી. પણ સનાતન બ્રાહ્મણ પંડિતે જૈનને ભણાવવાની ચેખી ના પાડતા. એ વૈદિક ગ્રંથે ભણવાનું કહે તો પંડિતેને શંકા જતી કે આ જૈન હોવા છતાં વૈદિક ગ્રંથે ભણવા માગે છે તે તેને હેતુ વૈદિક દર્શનના ખંડનને હોવો જોઈએ. સારું, વૈદિક દર્શન ન ભણાવે તે કઈ જૈન ગ્રંથ તે ભણાવે. તે કાશીના પંડિતો વધારે અનાદર બતાવે. સદુભાગ્યે એમના મિત્ર વ્રજલાલજી બ્રાહ્મણ હતા.
છેવટે એ બે મિત્રોએ એક યુક્તિ કરી. વ્રજલાલજી સુપ્રસિદ્ધ વેદાંતી લક્ષ્મણશાસ્ત્રી દ્રાવિડના ઘેર જઈ વેદાંત શીખે જ્યારે પંડિતજી ઘેર રહી ન્યાય ભણે. સાંજે બને
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org