Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 28
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ કેવું જીવન જીવવું જોઈએ? એના જવાબમાં તેઓ ગાંધીજીના જીવનનું વર્ણન કરતા? બાપુજીનું માનસિક બંધારણ સાવ જુદા પ્રકારનું હતું. તેઓ બીજા હરકેઈન દુઃખને પિતાના અંગત દુઃખની જેમ જ પચાવી શકતા નહીં. તેથી તેઓ હરકેઈ દુઃખીનું દુઃખ જોતા, તેનું કારણ શોધતા, તેને નિવારવાના ઈલાજે શેધતા અને તે ઈલાજેને અમલી રૂપ આપવા તથા અપાવવા એટલે બધે ઉગ્ર પ્રયત્ન કરતા અને એટલી ઉગ્ર તાલાવેલી સેવતા કે એને લીધે તેમનું સમગ્ર જીવન અનેક વાર હોડમાં મુકાતું હોય એમ લાગતું.” પંડિતજી હાડ થી ગાંધીવાદી તત્ત્વજ્ઞાની હતા. તડજોડ વિનાની તાર્કિકતા અને મનુષ્ય પ્રેમ એમના તત્વજ્ઞાનના હાઈમાં હતાં. જૈન મુનિઓ, બૌદ્ધ સાધુઓ અને સનાતની બ્રાહ્મણવાદ સામેની પંડિત સુખલાલજની લડત ભારતીય તત્ત્વજ્ઞાનના સમન્વયકારી પુનઅર્થઘટન પર મંડિત હતી. પંડિતજી એમ માનતા કે વિશ્વના તમામ મુખ્ય ધર્મોના પરિશીલન અને અધ્યયન વિના ભારતીય તત્ત્વજ્ઞાનને પામી શકાય નહીં. જગતના જુદા જુદા ધર્મોના ઉપદેશના તાણાવાણા ગૂંથીને સુખલાલજીએ વિશ્વધર્મને મુલાયમ અને ટકાઉ પિત બક્યું. પંડિતજીના તર્કબદ્ધ, અનુકંપાશીલ અને બૌદ્ધિક પુરુષાર્થના પ્રતાપે ગાંધીમાર્ગને જાગતિક ધર્મોનું અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36