Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 31
________________ પંડિત સુખલાલજી ૨૯ પંડિત સુખલાલજીને હું તે ત્યારે સોક્રેટિસ મારા મનમાં ઝબકી જતા. સંત અને ફિલસૂફનું આવું મિલન જવલ્લે જ જોવા મળે છે. તેમનું ચિત્ત આકાશ જેવું વિશાળ અને નીતર્યા જળ જેવું સ્વચ્છ હતું. તેમના મનને કોઈ લૌકિક તૃષ્ણાને વળગાડ ન હતો. તે તે અનુકંપાશીલ ચેતનાના પ્રદેશમાં વિહરતા. આથી તેઓ વિચારમાં અને કર્મમાં તદ્દન નીડર હતા. બેત્રણ જોડ કપડાં અને ગણ્યાગાંઠયાં પુસ્તક સિવાય તેમની પાસે કોઈ દુન્યવી મિલકત ન હતી. તેમનું પિતીકું ઘર ન હતું. તેમના મિત્ર અને પ્રશંસકે તેમના માટે અલગ ઘર બાંધવાને પ્રસ્તાવ મૂકતા ત્યારે સુખલાલજી કહેતાઃ “હું જ્યાં બેસું ત્યાં મારું ઘર.” - સોક્રેટિસની માફક સુખલાલજી પણ તરુણેમાં વિશેષ પ્રિય હતા. તેમણે સંખ્યાબંધ યુવકયુવતીઓને ભણાવ્યાં હતાં. આ બધાં આજે શિક્ષણના ક્ષેત્રે મહત્ત્વનાં સ્થાન શેભાવી રહ્યાં છે, પંડિતજીએ એક પણ પુસ્તક લખ્યું ન હત અને માત્ર વિદ્યાપીઠમાં અધ્યાપન કર્યું હોત તેપણું તેમનું નામ આધુનિક ભારતના એક મહાન શિક્ષક તરીકે આપણા સાંસકૃતિક ઈતિહાસમાં અંકાઈ જાત. સુખલાલજી ચિત્તને મુક્ત રાખવામાં માનતા હતા. પંડિતજી કહેતા કે માનવચિત્તને સ્વતંત્ર અને મુક્ત રાખવું એ સૌથી મોટો ચમત્કાર છે. પંડિત સુખલાલજીના જીવનની સિદ્ધિ એ છે કે તેમણે પિતાના દેશજનેનાં ચિત્તને મુક્ત કરવાની પ્રક્રિયામાં અનન્ય ફાળે આયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36