Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 36
________________ વાડીલાલ ડગલી * વાડીલાલ જેચંદ ડગલીને જન્મ ૧૯૨૬ના નવેમ્બરની ર૦મીએ ધંધુકા તાલુકાના રેજિદ ગામે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વેરાવળમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં ચી. ન. વિદ્યાવિહારમાં લીધું હતું. કૉલેજનું શિક્ષણ મુંબઈમાં લઈ ૧૯૪૮ના જૂતમાં તેમણે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી મેળવી. ઓગસ્ટમાં તેઓ અમેરિકા ગયા અને યુનિવર્સિટી ઓફ કૅલિફેનિયા(બર્કલી)માં આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપારનો અભ્યાસ કરી, “ધ રેશિયલ ટ્રાયેન્ગલ ઇન મલાયા” પર મહાનિબંધ લખી એમ. એ.ની ડિગ્રી મેળવી. અમેરિકાથી પાછા ફરી. તેઓ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં જોડાયા. ત્યાર બાદ અગ્રેજી દૈનિક ઇન્ડિયન એકપ્રેસના ફાઈનેશિયલ એડિટર તથા સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ચીફ ઑફિસર (ડેવલપમેન્ટ) તરીકે કામગીરી બજાવી. હાલ તેઓ અંગ્રેજી આર્થિક સાતાહિક “કૅમર્સ'ના તંત્રી તરીકે કામ કરે છે. શ્રી ડગલી પરિચ ટ્રસ્ટના તથા વોટર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી છે, આ ઉપરાંત તેઓ નવજીવન, ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેઓ જર્નલ ઓફ ધિ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ બૅન્કર્સના તંત્રી તરીકે માનદ્ સેવા આપે છે. | શ્રી ડગલીએ “આ બધી યોજનાઓ શા માટે?, હવે સેનું દેરા માટે’, લડાઈનું અર્થશાસ્ત્ર’, ‘ગાંધીજીનું આર્થિક ચિંતન’, ‘આર્થિક ઇમારતને પાયે’, આપણી કુદરતી સંપત્તિ', “એઝરા પાઉન્ડ', સેઝેનિત્સિન’, ‘વિકાસ કોના માટે ?', ગગનવિહારી મહેતા’, ‘ગામડાંની ગુપ્ત બેકારી’, ‘અર્થતંત્રને શું થયું છે ?" અને પોતાની ભૂમિ પર નિરાશ્રિત’ એ પરિચય પુસ્તિકાઓ લખી છે. ‘ગ્રેથ ફેર હુમ’ અને “ઇન્ફલેશન–એ વે આઉટ’ એમનાં પ્રકાશને છે. આ ઉપરાંત ‘ફાઉન્ડેશન્સ ઑફ ઇન્ડિયન ઍગ્રિકલ્ચર’, ‘ફાઈનેનિશચલ ઈન્સ્ટિટયુશન્સ ઓફ ઇન્ડિયા”, “ખાદી ઍન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ ઇન ધિ ઇન્ડિયન ઇનૉમીવગેરે બારેક અર્થશાસ્ત્રના ગ્રંથનું એમણે સંપાદન કર્યું છે. શિયાળાની સવારને તડકે એ એમને નિબંધસંગ્રહે છે અને ‘સહજ’ એ એમને કાવ્યસંગ્રહ છે. ફેબ્રુઆરી ૧૯૭૮માં કેન્દ્ર સરકારે નીમેલ “કમિટી ઑન કન્ટ્રોલ એન્ડ સબ્સિડીઝ’ના ચૅરમેન તરીકે એમણે કામગીરી બજાવી હતી. ૧૯૫૪ના જુલાઈમાં તેમણે ઇન્દિરા શાહ સાથે લગ્ન કર્યું છે. તેમને ત્રણ સંતાન છે: સિદ્ધાર્થ, રેખા અને મીરાં. Jain Education International For Private & Personal Use Only www.jalne ary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36