Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 29
________________ પંડિત સુખલાલજી ૨૭ પૂર્વકનું પીઠબળ સાંપડ્યું. ગાંધીમાર્ગ એ સર્વ ધર્મોને ક્રિયાશીલ અ છે એમ સમજાવવા માટે પંડિતજીએ કહ્યું: વ્યક્તિની ખધી શક્તિઓ, સિદ્ધિએ અને પ્રવૃત્તિએ એકમાત્ર સામાજિક કલ્યાણની દિશામાં જ યેાજાય ત્યારે જ ધર્મ યા સંસ્કૃતિ ચરિતાર્થં થાય છે.” માનવચિત્તના મુક્તિદાતા ૧૯૭૬માં એક અમેરિકન જુવાન મારી સાથે રહેતા હતા. તે સાંઈબાબાના ભક્ત હતા. સાંઈબાબાના ચમત્કારોથી તે પ્રભાવિત થયા હતા. આ અરસામાં મારે અમદાવાદ જવાનું થયું ત્યારે એ પણ મારી સાથે આવ્યા. તેના મનમાં એક પ્રશ્ન વારંવાર ઊઠતા હતા : ચમત્કાર શું છે? પંડિતજીને હું મળવા ગયા ત્યારે આ અમેરિકન જુવાન પણ મારી સાથે આવ્યા. તેણે શ્રી સાંઈબાબા વિશે વાત કરી. ભારતીય સંસ્કૃતિ એ ખરી રીતે તેા સમન્વયની સંસ્કૃતિ છે. અહીંયાં બધા ધર્મપ્રવાહા આવ્યા અને ભારતીયતામાં ભળી ગયા. આ મુદ્દો પંડિતજીએ સમજાવ્યેા. પણ પેલા જુવાનને તે ચમત્કાર વિશે જાણવું હતું. પંડિતજીએ એને કહ્યું કે માનવજાતની સેવામાં ઉપયેાગી થવું એ જ જીવન અને ધર્મના મર્યું છે. પંડિતજીએ એને એમ સમજાવ્યું કે જેનું ચિત્ત મુક્ત છે, જેણે કાઈ વાદ કે સંપ્રદાયની કંઠી ખાંધી નથી તે માણસ ચમત્કારોની ચિંતા કરતા નથી. ચમત્કાર તે માણસ પાતે જ છે. લાખેા વર્ષથી માણસે અનેક શક્તિઓ કેળવી અને એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36