Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 25
________________ જીત પંડિત સુખલાલજી ભારતીય તત્વવિદ્યા પંડિતજી આમ તે ચોસઠ વર્ષની ઉંમરે બનારસમાંથી નિવૃત્ત થયા પણ તેમની સાહિત્યપ્રવૃત્તિ સતત ચાલુ રહી. ૧૯૫૬માં તેમનું અધ્યાત્મવિચારણા પ્રસિદ્ધ થયું. હિંદુ, બૌદ્ધ અને જૈન એ ત્રણે પરંપરામાં આત્માને પરમપદ પામવાને માર્ગ તાત્વિક રીતે એક જ છે એ વિષયનું તેમણે આ ગ્રંથમાં પ્રતિપાદન કર્યું. ભારતીય દર્શનશાસ્ત્રનું આવું સમન્વયપ્રધાન પુસ્તક હજી સુધી લખાયું નથી. ૧૯૫૭માં ભારતીય તત્ત્વવિદ્યા પ્રગટ થયું. જીવ, જગત અને ઈશ્વર વિશે ભારતીય દર્શનવિચારણની અહીં સમન્વયપ્રધાન સમીક્ષા કરવામાં આવી છે. ઈતિહાસ અને તુલના – એ બને દષ્ટિએ પંડિતજીએ સૂત્રાત્મક શૈલીમાં આ ગ્રંથ લખ્યો છે. કદાચ આ પુસ્તક પંડિતજીની દાર્શનિક સાધનાનું શ્રેષ્ઠ અર્પણ છે. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ભારતીય તત્ત્વજ્ઞાનની સમવયદષ્ટિના પિષક આચાર્ય હરિભદ્ર ઉપર વ્યાખ્યાને આપ્યાં અને ૧૯૬૧માં “સમદશી આચાર્ય હરિભદ્ર નામે ગ્રંથ પ્રગટ થયે. પંડિતજીને પંચોતેર વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી કરવા માટે ભારતના અગ્રગણ્ય નાગરિકોએ પંડિત સુખલાલજી સન્માન સમિતિ રચી. ૧૯૫૭માં આ સમિતિએ તેમનું જાહેર સન્માન કર્યું. શ્રી મોરારજીભાઈ દેસાઈ સન્માન સમારંભના સ્વાગત પ્રમુખ હતા. ડો. રાધાકૃષ્ણન સભાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36