Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 19
________________ ૧૭ પંડિત સુખલાલજી, પરંતુ જિજ્ઞાસા આ બધું સહન કરવા પ્રેરતી. ખાવાના અને બીજા પૈસા હતા તે પંડિતના ઘરની ગરીબાઈ જોઈ તેમને ઘણાખરા આપી દીધા. અતિ ટાઢમાં પહેરવા લાવેલ ગરમ સ્વેટર પણ આપી દીધું. લાલચ તે એ હતી કે એથી પ્રસન્ન થઈ પંડિતજી ખૂબ મમતાથી ભણાવે અને શાસ્ત્રના ઊંડા માઁ દિલ ચર્યા સિવાય બતાવી દે.” પંડિતજીની આ સાધના કેઈ મહાકાવ્ય જેવી છે. આ જ અર્થમાં પંડિતજીનું જીવન વિદ્યાનું મહાકાવ્ય છે. ૧૯૦૪થી ૧૯૧૩ સુધીનાં નવ વર્ષ દરમિયાન તેમણે નસીબ અને સંસાર સામે શીંગડાં ભરાવી સરસ્વતીને પ્રસન્ન કરી. ૧૯૧૩માં તેત્રીસ વર્ષની ઉંમરે સાધુઓને ભણાવવા માટે પાલણપુર આવવાનું નિમંત્રણ મળ્યું એટલે પાલણપુર ગયા. ત્યાં સાધુઓને ભણાવતાં ભણાવતાં એક બહેનને ભણાવવાનો પ્રશ્ન ઊભો થયે ત્યારે તેમણે બહેનો અને હરિજનેને સૌથી પહેલાં ભણાવવાને નિશ્ચય કર્યો તેની વાત આગળ કરી છે. ૧૯૧૩માં, ગાંધીજીની અસરમાં આવ્યા તે પહેલાં, તેમણે આ નિર્ણય કર્યો તે તેમની મૌલિકતા અને અનુકંપાનું ઉદાહરણ છે. ગાંધીજી અને પંડિતજી પંડિતજી ગાંધીજી આવ્યા કે તરત તેમને મળેલા. કાશીમાં રાષ્ટ્રવાદી સાહિત્ય એ નિયમિત સાંભળતા. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36