Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 18
________________ ૧૬ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ સામર્થ્ય પ્રાપ્ત કરવું કે દર્શનશાસ્ત્રના ગમે તેવા અઘરા ગ્રંથ આપમેળે વાંચી શકાય અને સમજી શકાય. આ દરમિયાન તેમને ચંદ્રશેખર નામના મોટા પંડિત મળી ગયા. તેમણે એમ કહ્યું : “મિથિલા આવે! તે હું તમને પૂરો વખત આપી ભણાવું.’ વિદ્યાનું મહાકાવ્ય પંડિતજી એમની સાથે પીલખવડ નામના ગામડામાં ગયા. એ ગામમાં દુ:ખમેાચન ઝા નામના એક મહાન નૈયાયિક રહેતા. પંડિતજી એમની પાસે પણ ભણતા. પણ કેવી પરિસ્થિતિમાં ? તેમની મિથિલાની વિદ્યાતપશ્ચર્યાંનું બયાન પંડિતજી જ લખી શકે એવું લાક્ષણિક છે : ગામડું સાવ નાનું. ઠંડીના પાર નહીં. સૂવાની માત્ર જાજમ અને પહેરવાએઢવાનાં ત્રણચાર જ કપડાં, એટલે શીતની તપસ્યા તે હતી જ, પણ ખાવાનીચે એક રીતે મારા માટે તપસ્યા હતી. ભાત સિવાય બીજું ખાવા ન મળે. દૂધ મારાથી કેમ મંગાય ? એકલા ભાત ઉપર કેદી નહીં રહેલા. ઘી તે ન જ હાય. હા, કચારેક કચારેક મિથિલાના ઘીને આંટે એવું થાડું દહીં મળે ખરું, મન તો ઘણું થાય કે વધારે દહીં માગું પણ સંકેાચ આડા આવે. ડાંગરનું પરાળ ગરમ એટલે તેની જ ગાદી બનતી અને જાજમ ઓઢવાના કામમાં આવતી. ઘર પાસેના પાખરાએમાં જઈ નાહતા. ન નાહીએ તેા લેાકે જૈન ગણીને અવગણે. નાહતા ત્યારે કેટલીક વાર વીંછીના ચટકાના અનુભવ થતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36