Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ પણ કરતાં. પંડિતજીના જીવન પર એમનાં દાદીમાના જીવનબળની અસર પડી હશે. પંડિતજીએ ગામઠી નિશાળમાં ભણતર પૂરું કર્યું. અંગ્રેજી ભણવા વઢવાણ જવાનું મન થયું. પણ પિતાજી એકલા અને ધંધે પુષ્કળ. આથી પંડિતજીએ પિતાના ધંધામાં સાતમી પડી પાસ થયા પછી ઝંપલાવ્યું. નામું તથા જિન અને પ્રેસને લગતાં કામે તે સ્વતંત્રપણે કરવા લાગ્યા. આ પહેલાં એમનું સગપણ થઈ ગયું હતું. આંખ ગઈ પંડિતજી સોળ વર્ષના થયા અને તેમના પર આસમાન તૂટી પડ્યું. તેમને માતા નીકળ્યાં અને તેમાં તેમણે આંખે ખાઈ. આ પ્રસંગે પંડિતજીના મનની સ્થિતિ કેવી હતી તેનું વર્ણન તેમણે આમ કર્યું છેઃ જે જગત નેત્રને લીધે સ્વતંત્ર પ્રવૃત્તિનું ધામ હતું તે હવે પરતંત્ર પ્રવૃત્તિનું સ્થાન બન્યું. જે રૂપલેક દૂર છતાં સમીપ હતો તે હવે સમીપ છતાં દર બને અને અરૂપલેક સમીપ આવ્યું. ફાવે તેમ વનવિહાર કરતે હાથી કે ઉદ્દન કરતું પંખી પાંજરામાં પુરાય અને જે અકળામણ અનુભવે તે આવી પડી. લગભગ બેએક વર્ષના માનસિક ઉત્પાત પછી સમાધાનનું એક દ્વાર અણધારી રીતે ઊઘડ્યું. તે દ્વાર અરૂપલકમાં વિચરવાનું – કાંઈક ને કાંઈક નવું શીખવાનું.” પંડિતજીએ જૈન ઉપાશ્રયમાં જે કાંઈ જ્ઞાન મળે તે લેવા માંડ્યું. પ્રાકૃત ગદ્ય-પદ્યમાં લખાયેલાં અનેક પુસ્તકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36