Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ પંડિત સુખલાલજી કંઠસ્થ કર્યા. આ ઉપરાંત સંસ્કૃત સૂક્તો અને સ્તંત્રો અર્થ જાણ્યા વિના જ કંઠસ્થ કર્યા. કુટુંબમાં એમની અંધ દશાથી વિષાદ ફેલા. પણ તેમણે તે જે આવે તેની પાસે આડુંઅવળું ભણવા માંડ્યું. રઘુવંશના નવ સર્ગો નવ દિવસમાં યાદ કરી લીધા. તેમનું નાનપણમાં સગપણ થયેલું. હવે પ્રશ્ન એ થયે કે આ સગપણનું શું કરવું? સુખલાલજીના પિતાને કુટુંબના મેભાને પ્રશ્ન હતે. કન્યાવાળા અકળાવા માંડ્યા. તાણખેંચ બે વર્ષ ચાલી. આખરે બને કુટુંબેએ નિર્ણય કર્યો કે સગપણ તેડી નાખવામાં છોકરા અને છોકરી બન્નેનું હિત છે. પંડિતજીએ આ વિચ્છેદ વિશે વર્ષો પછી આમ કહ્યું હતું : “મને બરાબર યાદ છે કે સંબંધ વિચછેદના સમાચારે મારા મન પર તે વખતે કઈ પણ જાતનો ભજનમા ન હતે. આનું કારણ એ નહીં કે મારામાં એ ઉંમરે લનવાસના ઉદ્દભવી ન હતી. પણ એનું ખરું કારણ એક તે એ હતું કે મને હવે વિશેષ અને વિશેષ જ્ઞાન મેળવવાની જ ધૂન લાગી હતી.” આમ, પંડિતજીએ સંસાર સાથે છેડે ફાડ્યો અને જ્ઞાન સાથે મનોમન લગ્ન કરી લીધાં. તેમણે કુટુંબની પણ માયા ઓછી કરી. તેમને હવે એક જ લગન હતી – કઈ રીતે આગળ અભ્યાસ કરે અને અંધાપાની દીવાલમાં ગાબડું પાડવું. એમણે એક સામયિક દ્વારા જાણ્યું કે કાશીમાં સાધુઓ અને ગૃહસ્થ વિદ્યાથીઓ સંસ્કૃતના અધ્યયન માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36