________________ અમુક ગ્લૅકોના અનુવાદનું કાર્ય મારા માટે પણ દુઃશક્ય હતું. આમ છતાંય વહેલે મોડો સમય મેળવીને, પરિશ્રમ સેવીને, જરૂર પડે ત્યાં અન્યને સહકાર મેળવીને પણ ઉપાધ્યાયજી ભગવંતની કૃતિઓના અનુવાદની આ નાની સેવા માટે જ કરવી એવા મારા માનસિક હઠાગ્રહને કારણે વરસો સુધી આ કાર્ય બીજા કોઈને મેં સુપરત ન કર્યું. છેવટે મને લાગ્યું કે હું એકથી વધુ ઘોડા ઉપર સવાર થયેલો છું, કાર્યને ભાર વધતું જાય છે, વળી દિન-પ્રતિદિન સાર્થક કે નિરર્થક વધતી જાંજાળો પણ મારો સમય ખાઈ રહી છે. ઉપરા-ઉપરી આવી રહેલી દીર્ધકાલીન માંદગીઓ, અન્ય પ્રકાશનોનાં ચાલતાં કાર્યો, કલાના ક્ષેત્રમાં થઈ રહેલી પ્રવૃત્તિઓ અને ઈચ્છાઓ કે અનિચ્છાએ સામાજિક કાર્યોમાં કરવી પડતી પટલાઈએ, વગેરે કારણે મને લાગ્યું કે હવે આ કાર્ય મારાથી થવું શક્ય નથી. એટલે પછી આ કાર્ય મેં મારા વિદ્વાન મિત્ર પંડિતને સેંપી દીધું, જેનો ઉલ્લેખ પ્રકાશકીય નિવેદનમાં કર્યો છે. તેઓ દ્વારા સહૃદયતાથી થયેલા કાર્યને પરિભાજિત કરી “વીરસ્તવ” નામની જે કૃતિનું ભાષાંતર કર્યું ન હતું. તેનું પણ ભાષાંતર મારા વિદ્વાન સહૃદયી મિત્ર પં. ડો. રુદ્રદેવજી ત્રિપાઠીએ કર્યું. છેવટે સંપૂર્ણ પ્રેસકોપી તપાસવા માટે પછી મને મેકલી. તે પ્રેસકોપી આદિથી અંત સુધી જોવાનો સમય ન મેળવી શકો છતાં ઉપલક નજરે જોઈ ગયો. કયાંક કયાંક અર્થની દષ્ટિએ વિચારણ માગી લે તેવા સ્થાને હતાં વળી વીરસ્તવનો અનુવાદ ખૂબ પરિશ્રમ પૂર્વક કરવા છતાં ક્યાંક કયાંક સંતોષકારક ન લાગે એટલે ઘટતી સૂચના સાથે પ્રેસકોપી અનુવાદકશ્રીને મોકલી આપી. તેઓએ પણ પુનઃ ઘટતા સુધારા વધારા કર્યા, છતાં પુનરવલકન માગી લે તેવી આ કિલષ્ટ કૃતિ હોવાથી આ વિષયના કેઈસુયોગ્ય વિદ્વાન આ અનુવાદ ખંતથી જોઈ જાય અને - અશુદ્ધ અને શકિત સ્થળો જે હોય તે વિના સંકોચે જણાવે અથવા તે એ સંપૂર્ણ અનુવાદ કરીને તે અનુવાદ મેકલવાની મોટી કૃપા દાખવે