________________
આવ્યા છે. બાકીનાં અધ્યયનના ઉપવિભાગ નથી. સ્થાનાંગનાં દશે અધ્યયને મળીને એક શ્રુતસ્કંધ આચારાંગ કે સૂત્રકૃતાંગની જેમ છે, એમ સમવાયાંગમાં કહ્યું છે. એમાં એકાધિક શ્રતસ્કંધ નથી. સમવાયાંગમાં સ્થાનાંગનાં પદોની સંખ્યા ૭૨૦૦૦ આપી છે; એટલે કે સૂત્રકૃતાંગથી બમણી. મુદ્રિત પ્રતિમાં પ્રખ્યાગ્ર ૩૭૦ ૦ છે એમ જણાવ્યું છે. પદથી શું વિવક્ષિત છે અને જેટલાં પદો સમવાયાંગમાં સ્થાનાંગતર્ગત બતાવ્યાં છે તે કેવી રીતે ગણવાં, તે વિષેનું સ્પષ્ટીકરણ સાધનોને અભાવે થઈ શકે તેમ નથી. પણ એટલું તો કહી શકાય છે કે, સમવાયાંગમાં અંગપ્રત્યેનાં પદોની, આચારાંગનાં ૧૮૦૦૦ પદોથી ઉત્તરોત્તર બમણી બમણી સંખ્યા, સમવાયાંગ સુધીની આંપવામાં આવી છે, તે વસ્તુ સ્થિતિનું સામાન્ય સૂચન કરવા પૂરતી પણ સત્ય હશે કે કેમ તે પણ સંદિગ્ધ છે.
સ્મરણ કરવું સરલ થઈ પડે એ દષ્ટિએ જેમ જેન અંગગ્રન્થમાં સ્થાનાંગ અને સમવાયાંગ જેવા અખંડ ગ્રન્થોની રચના કરવામાં આવી છે, તે જ પ્રમાણે બૌત્રિપિટકમાં અંગુત્તર નિકાય અને પુગ્ગલપષ્મત્તિની રચના કરવામાં આવી છે. તે બન્નેમાં પણ પ્રસ્તુત જૈનગ્રન્થોની જેમ સંખ્યાને મુખ્ય માનીને પ્રતિપાઘ વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. અંગુત્તરમાં (અંકેત્તર) એકનિપાત, દુકનિપાત એમ એકાદસકનિપાત એટલે કે એકથી માંડીને અગિયાર સુધીની સંખ્યામાં ક્રમશઃ વસ્તુઓની ગણતરીઓ આપવામાં આવી છે. જ્યારે પુગલ-પ...ત્તિમાં એકકનિસથી માંડીને દસક-
નિસ સુધી સ્થાનાંગની જેમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સ્થાનાંગ-સમવાયાંગ અને ઉક્ત બને બૌદ્ધ ગ્રન્થોમાં એવી ઘણી બાબતે છે જે સમાન છે. ખાસ કરીને પ્રસ્તુત ગ્રન્થમાં પુરુષ-પરીક્ષાને (પૃ. ૮૧૩) નામે મેં જે ખંડનું સંકલન કર્યું છે, એમાં આવતા વિષયેનું આશ્ચર્ય જનક સામ્ય છે. અને સહસા એવું અનુમાન થઈ જાય છે કે કઈ પણ એકે બીજામાંથી લીધું હશે. પુગલ-પચ્ચત્તિ અભિધર્મ ગ્રન્થ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org