________________
પ્રમાણે એમ આપી શકાય કે આમાં જે કાંઈ છે તે ભગવાનને સાક્ષાત ઉપદેશ જ છે; કારણ કે આ એક અંગગ્રન્થ છે. પરંતુ અત્યાર સુધીની ચર્ચા ઉપરથી એ વાત ચોક્કસ થઈ છે કે આમાં નવા ઉમેરા પણ થયા છે. એટલે ભગવાનના સાક્ષાત ઉપદેશ સિવાયનું પણ આમાં ઘણું છે એમ માનવું જોઈએ.
સ્નાનાંગ સૂત્રમાં સમવાયાંગનું નામ આવે છે (સૂત્ર ૬૭ર). બળદેવ-વાસુદેવના પ્રકરણમાં વિસ્તાર સમવાયાંગમાં જોઈ લેવાનું કહ્યું છે. અર્થાત્ સમવાયાંગમાં એ જ સૂત્ર વિસ્તૃત રૂપે હોવાથી અહીં વિસ્તાર નથી કર્યો.
ભગવતીના નામ વિના પણ એવાં ઘણું સૂત્રે આમાં છે જેમને સંબંધ શબ્દશઃ ભગવતીનાં તે તે સૂત્રો સાથે છે. જેમકે પૃ૦ ૭૯, ૨૦૧, ૨૦૨ આદિમાં આવેલ તે તે સૂત્રો ભગવતીમાં પણ છે. ભગવતી પણ એક સંગ્રહગ્રંથ છે એટલે એ કહેવું કઠણ છે કે મૂળ વસ્તુઓ કયા ગ્રન્થમાં સંગ્રહીત થઈ. પણ સામાન્યપણે કહી શકાય છે કે, ભગવતીમાં પ્રત્યેક ઉદ્દેશના પ્રારંભમાં વિષયસૂચીને સંગ્રહ કરતી ગાથાઓ આપવામાં આવી છે એટલે તેમાં નવું ઉમેરવાને અવકાશ ઓછો છે; જ્યારે સ્થાનાંગમાં નવા ઉમેરણને રેકે એવું કોઈ તત્વ નથી. એટલે સંભવ એવો છે કે ભગવતીની તે તે વસ્તુઓ સ્થાનાંગમાં સંગૃહીત કરવામાં આવી છે. સાધુસંધના આચારને લગતાં ઘણું સૂત્રો સ્થાનાંગમાં એવાં છે જે શબ્દશઃ બીજાં જૈનાચારપ્રતિપાદક આગમોમાં ઉપલબ્ધ થાય છે. ખાસ કરી વ્યવહારસૂત્ર (પૃ. ૭૭૧, ૭૭૪, ૭૭૫ આદિ), બૃહત્કલ્પસૂત્ર (પૃ. ૭૭૮, ૭૮૨, ૭૮ ૩, ૭૮૪ આદિ), દશાશ્રુતસ્કંધ (૫૦ ૭૮૬), નિશીથ (પૃ. ૭૮૦) આદિનાં કેટલાંક સૂત્રે શબ્દશઃ આમાં લેવામાં આવ્યાં છે. એમ માનવાને કારણ એ છે કે તે તે સૂત્રો તે તે ગ્રંથમાં સુવ્યવસ્થિત છે, જ્યારે સ્થાનાંગમાં તો તેમને સંગ્રહ માત્ર સંખ્યાને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org