Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 14
________________ http://www.ShrimadRajchandra.org ( ૧૨ ) આત્મજ્ઞાનમય ઉજ્જ્વળ જીવનની અંતરંગ પ્રકાશ હતો એટલે જ એમને અદ્ભુત અમૃતવાણીની સહજ સ્ફુરણા હતી. “કાકા સાહેબ કાલેલકરે શ્રીમદ્ન માટે ‘પ્રયોગવીર’ એવો સૂચક અર્થગર્ભ શબ્દ પ્રયોજ્યો છે, તે સર્વથા યથાર્થ છે. શ્રીમદ્ ખરેખર પ્રયોગવીર જ હતા. પ્રયોગસિદ્ધ સમયસારનું દર્શન કરવું હોય કે પરમાત્મપ્રકાશનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ સમાધિશતકનું દર્શન કરવું હોય કે પ્રશમરતિનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ યોગદૃષ્ટિનું દર્શન કરવું હોય કે આત્મસિદ્ધિનું દર્શન કરવું હોય તો જોઈ લો “શ્રીમદ્” ! તે તે સમયસારાદિ શાસ્ત્રોમાં વર્ણિત કરેલા ભાવોનું જીવતું જાગતું અવલંબન ઉદાહરણ જોઈતું હોય તો જોઈ લો. શ્રીમનું જીવનવૃત્ત ! શ્રીમદ્ એવા પ્રત્યક્ષ પ્રગટ પરમ પ્રયોગસિદ્ધ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયેલ પુરુષ છે, એટલે જ એમણે પ્રણીત કરેલ આત્મસિદ્ધિ આદિમાં આટલું બધું અપૂર્વ દૈવત અનુભવાય છે."-શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા ભારતની વિશ્વવિખ્યાત વિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લખે છેઃ- “મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટૉલ્સટૉય તથા રસ્કિન કરતાં પણ શ્રીમદે મારા ઉપર ઊંડી અસર કરી છે. ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઇના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિ-શ્રી (શ્રીમદ્ રાજચંદ્ર)ના જીવનમાંથી છે. છું :::: ..શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણો એ તેમના અનુભવનાં બિંદુ સમાં છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય. તેના કષાયો મોળા પડે. તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહનો મોટું છોડી આત્માર્થી બને. ' આટલા ઉપરથી વાંચનાર જોશે કે શ્રીમદનાં લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રસ નહિ લઇ શકે. ટીકાકારને તેમાં ટીકાનું કારણ મળશે, પણ શ્રદ્ધાવાન તો તેમાંથી રસ જ લુંટશે. તેમનાં લખાણોમાં સત્ નીતરી રહ્યું છે, એવો મને હંમેશ ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખ્યો. રહેવા લખનારનો હેતું વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મા સળ લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે. તેને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હો કે અન્ય ધર્મી. श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था પ્રાય સા ...જે વૈરાગ્ય (અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?) એ કાવ્યની કડીઓમાં જળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો, ૪ તં देहविलय શુદ્ર બ તેમના લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં કયાંય કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. કે તારી સરખી પણ લખી હોય ય એમ મેં ના ખાતાં, બેસતાં સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઇ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું...રાજદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા ..આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઇ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે; એમ હરકોઇ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કઠિન છે. એ રાગરહિત દશા કવિ(શ્રીમદ્)ને સ્વાભાવિક હતી, એમ મારા ઉપર છાપ પડી હતી.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 1000