________________
૪૧
નહ નં. ૩૯.
પાલીતાણા તા. ૧૧ અપ્રેલ સને ૧૮૮૨.
સુરત.
શેઠજી શ્રી પ શેઠ સરૂપચંદ મુળચંદ જવેરી વિનંતી વીશેશ કે આપણા પવીત્ર શેત્રુંજા ડુંગરે આવનાર પ્રદેશ શ્રાવક યાત્રાળુની હાલમાં જે ગણુત્રી ચાલે છે, તથા તેઓ પાસેથી મહેરાન કર્નલ ક્રીટીંગ સાહેબના ઠરાવ મુજબ રક્ષણીય કર તરીકે રૂ. ૨) પ્રમાણે લેવાય છે; જે બાબત આપણી અરજ નામદાર સરકારમાં જારી છે.
ઉપર પ્રમાણે હાલ જે કર લેવાય છે તે મરહુમ શેઠજી શ્રી શાંતીદાસના વંશજો પાસેથી નહિ લેવા નામદાર સરકારના ઠરાવ છે. જેથી જે મજકુર શેઠજી શાંતિદાસના વંશજોના દાવા રાખતા હોય, તેમણે તા. ૨૭ મી માર્ચ સને ૧૮૮૨ થી માસ ત્રણના અંદર વંશાવલીની ખરી નકલ સાથે કાઠીઆવાડ, ગાહેલવાડ પ્રાંતના મહેરબાન આસીસ્ટન્ટ પોલીટીકલ એન્જ ટ સાહેબ બહાદુરના હજુર હકીકત-લખીતવાર જાહેર કરવી, મુદત વીતે કાષ્ટના દાવા સાંભળવામાં આવશે નહિ.
સદરહુ મતલબનું કાઠીઆવાડ એજંસી ગેઝેટમાં જાહેરનામું કાઢી તે ખાખતના લાગતા વળગતાઓને ખબર આપવા, સાહેબમહેરબાને તા. ૨૮ માર્ચ સને ૧૮૮૨ ના શેરાથી અમુને ક્માવેલ છે, અને અમારા સભળવામાં આવ્યું છે કે આપ અને ખીજા કેટલાક ગ્રહસ્થાશેજી શ્રી શાંતીદાસના વંશવાલા છે. તેથી તસ્દી આપવી જરૂર થાય છે કે જો મજકુર વંશમાં હાવાના-આપ અગર આપના જાણવામાં હેાય તેવા હરકેાઇ સખસદાવા રાખતા હોય, તેા તેમણે ઉપરની મુદતના અંદર પેાતાના દાવા દાખલ કરવા. મુદ્દત વીતે સાંભલવામાં નહી આવે.
એજનસી ગેઝેટમાં છૂપાએલ જાહેરનામાની નકલ પણ આ લગત આપને વાંચવા માટે માકલી છે. સીવાય ધર્મસ્નેહ છે તેથી વીશેશ રાખશેા આ તરફનું કામકાજ લખાવા. એજ વીનતી.
સેવક,
ગાપાલજી (?) હેમચંદ્રજી શેઠ આણુજી કલ્યાણજી