________________
નિવેદન.
જૈન ધર્મમાં અનેક પ્રભાવક પુરૂષ થઈ ગયા છે, અનેક મહાન કીર્તિવાન કાર્યો થયાં છે, પરંતુ ઈતિહાસની આરસી નહિ હોવાથી તેમાંથી પ્રકટ થાય તે પ્રકારા પડી શક્તા નથી. અત્યાર સુધીમાં ઇતિહાસ તરફ દુર્લક્ષ અપાયું છે, એટલું જ નહિ પરંતુ તે પ્રત્યે બીલકુલ રસ લેવાયો નથી, તેથી જગતને જૈનધર્મના સત્ય ઈતિહાસનું ભાન આપી શકાયું નથી. આ કારણે જૈનધર્મ અમુકની શાખા છે એવા ભયંકર, અને કર આક્ષેપ થવા પામ્યા છે, અને, જો હવે વખતસર ચેતીને ઈતિહાસ પટને જેટલો મળી શકે તેટલે ભેગે કરી વિસ્તારતા નહિ જઈએ, તે ભવિષ્યમાં જૈનધર્મનું જાજવલ્ય શું હતું તેની ઝાંખી પણ કરાવી શકીશું નહિ, એટલું જ નહિ પરંતુ તે અસ્તિત્વમાં છે કે નહિ તે સંબંધી બીજાનું લક્ષ સુદ્ધાં આકર્ષી શકીશું નહિ.
આ ઇતિહાસ ભેગા કરવા માટે હમણાં જે જે ઉપલબ્ધ સાધન છે તેને છૂટથી અને વિના લેભે ઉપયોગ કરવાની જરૂર છે, તેમાં રાસ, દરેક ગ્રંથની તેમજ સ્તવન સઝાયની પ્રશસ્તિઓ, પ્રબંધ, ચરિત્ર ખાસ જગ્યા લે છે. કેટલાક રાસો ખાસ ચરિત્રનિરૂપકજ છે અને તેમાંના કેટલાક જે મળી શક્યા તેને ઉપયોગ આ પુસ્તકમાં કર્યો છે.
રાસ” ગુજરાતીમાં લખાયા છે અને તે જૈન સાહિત્યમાં સારો ભાગ ભજવે છે, અને તેની શરૂઆત ૧૪મા સૈકાથી થયેલી જણાય છે. પંદરમાં સૈકામાં તેથી સારી રીતે વધુ પણ પ્રમાણમાં થોડા લખાયેલ મળી આવ્યા છે. શોધખોળ કરતાં વિશેષ મળી આવે તેવો સંભવ છે. ત્યાર પછી સોળમી સદીની શરૂઆતથી હમણાંની સદીના આરંભ સુધીમાં ગુજરાતીમાં લખાયેલ જૈન રાસો ઘણું દેખાય છે. આ રાસને કાવ્યસાહિત્યમાં ગણવા કે નહિ તે મધ્યસ્થ સાહિત્યવેત્તાઓનું કામ છે.
#“આ રાસોની પ્રથમ દર્શને પ્રતીત થતી ઉપયોગિતા આદિ અને ટાંકવું ઉપયેગી થશે – (૧) આ રાસમાને કેટલોક ભાગ,
• “જૈન સાહિત્ય –ા. રા. મનઃસુખલાલ કિરચંદ મહેતાના ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ્ ” વખતે વંચાયેલ નિબંધમાંથી અત્રે ઉતારીએ છીએ..