________________
પાસને ભેટયા. સં. ૧૮૩૭ માં સંધપતિ પ્રેમચંદ લવજી સિદ્ધગિરિપર મોટા સંધ લઈ ગયા. આ વખતે વખતચંદ શેઠજી સાથે હતા. સંવત ૧૮૪૩ માં બીજી વખત શેત્રુજે પ્રેમચંદ લવજી સંઘ લઈ ગયા. સંવત ૧૮૫ર માં પ્રેમચંદ લવજી, મસાલીયા ગોવિંદજી અને હૃદયરામ દિવાન એ ત્રણે જણાએ મટી જાત્રા મેરવાડની કરી. ૧૮૫૫ માં વખતચંદ શેઠે ઉદયસાગરસૂરિને બેલાવી રાજનગરમાં અજિતનાથ પ્રભુની બિંબ પ્રતિષ્ઠા કરી. આ વખતે ઘણી ધામધુમ થઈ. બીજા શેડીઆઓએ પણ જુદી જુદી બિંબની સ્થાપના કરાવી, અને ઠામ ઠામ યજયકાર વર્તી રહ્યો. સં. ૧૮૫૬ માં વખતચંદ શેઠ આઠ વર્ષ સુધી રાજનગરમાં રહ્યા. સંવત ૧૮૬૨ માં ડાહ્યાભાઈ શેઠે સુરતથી સંધ લઈ શેઠજીને પૂછી ગેડીરાય ભેટવા યાત્રાઅર્થ મેરવાડ ગયા. આ વખતે શેઠાણીએ ઉજમણું મેટા ઠાઠમાઠથી કર્યું.
શેઠજીએ ઝવેરીવાડામાં ઘણું જિનમંદિર બંધાવ્યાં. શાંતિદાસ શેઠના સ્મરણાર્થે આદિશ્વર પ્રભુને મંદિરમાં બેસાડ્યા. નથુશાહ શેઠે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દહેરું કરાવ્યું; અને વખતચંદ શેઠે અજીતનાથ પ્રભુ, વીર પ્રભુ, સંભવનાથ વગેરે મૂળનાયકનાં દહેરાં કરાવ્યાં. આવી રીતે ઝવેરીવાડામાં સત્તાવીશ દહેરાં શોભતાં હતાં. શેઠછ સાગરગચ્છના ઉપાશ્રયમાં હમેશાં આવી ગુરૂદેશના-વ્યાખ્યાન સાંભળતા હતા.
સંવત ૧૮૬૪ ના મહા સુદિ પને સોમવારના દીને શેઠજી પોતે સંઘપતિ થયા અને વિમલગિરી સંધ લઈ ગયા અને તે વખતે જબરી ધામધુમ થઈ. પાલીતાણાને ઠાકર ઉનડજી+ સામે આવ્યો હતે. આ વખતે આણંદસાગર સૂરિ
૪ પાલીતાણાની ગાદી પર સરતાનજી (બીજા) ગાદી પર બેઠા પછી એ સરતાનજીને તેમના ભાયાત અલુભાઈએ ઈ. સ. ૧૭૬૬ માં પાલીતાણા પાસે દગો કરી ઘાતકીપણે માર્યા, અને ગાદી લીધી. સરતાનજીને ઉનડજી નામે ભાઈ હતા, તેમણે અણસેદરાના ઓઢા ખુમાણની મદદ લઈ અલુભાઈને કાઢી મૂકે, અને પિતે ગાદીએ બેઠા. ભાટ લોકે એવું કહે છે કે એઠા ખુમાણે અલુભાઈને મારી નાંખી પાલીતાણાની ગાદીએ ઉનડજીને બેસાડ્યા, પરંતુ તે તેમને પોતાની સત્તામાં રાખતો હતો, અને પાછળથી તેમને વિચાર ઉનડજી પાસેથી ગાદી છીનવી લેવાને થયો હતો, એટલામાં ઉનડજીએજ તેને ત્યાંથી કહાડી મૂકો.
જ્યારે પાલીતાણામાં ઉનડજી ઠાર હતા. તે વેળા ભાવનગરમાં વખતસિંહજી રાજ્ય કરતા હતા. ઉનડજીએ તે વખતની લડાઈમાં ભાગ ન લેતાં રાજ્ય આબાદ કરવામાં પોતાનું લક્ષ લગાડયું. તેમણે એક સારા લશ્કરને જમાવ કર્યો, તેમના મનમાં પોતાના વડીલ ખાંધાજીના વખતનું સિહોર સંબંધી વૃત્તાંત યાદ આવ્યું અને તે જીતી લેવાને તેને વિચાર થયો. તેમણે વિચાર કર્યો કે ખુમાણ કાઠીઓ