________________
આવવા નીકળ્યા, અને નેમિસાગરને રાધનપુરથી તેડાવ્યા. નેમિસાગર રાધનપુરથી નીકળતાં ત્યાંના સંઘે બહુ સૂચના કરી કે “રસ્તામાં સંભાળી જજે, માર્ગમાં મોહનપુર પહાડી ગામ છે, વળી સા૫ણી વીંછીણી નામની નદી બહુ ખરાબ છે. નામ તેવા ગુણ છે, જે ભીના પગ થશે તે વસમું લાગશે.” ગુરૂ તે ધર્મ સાથે રૂડાં વાનાં થશે એવું કહી સંધ માટે મુક્તિસાગર અને માનસાગર મુનિને મૂકી પિતાની સાથે વીરસાગર, ભક્તિસાગર પંડિત, કુશલસાગર, પ્રેમસાગર, શુભસાગર, શ્રીસાગર, શાંતિસાગર, ગણસાગર આદિ શિષ્ય સાથે લઈ રાધનપુરથી માંડવગઢ તરફ વિહાર કર્યો, વિહાર કરતાં અનેક ગામોમાં મહોત્સવ યો. રાજનગર (અમદાવાદ) આવી વડોદરે આવ્યા, ત્યાં જિનપ્રભુને વાંધા. પછી વિગય તજી આંબલ, નવી આદિ કરી ભારે પ્રયાસે માંડવગઢ આવ્યા.
જહાંગીર બાદશાહને મેલાપ. માંડવગઢ આવી શ્રી વિજયદેવસૂરિને વાંધા. અહીં બાદશાહ સાથે મેલાપ થયું, અને પોતે બહુ ખુશ થતાં શાહે શ્રી વિજયદેવસૂરિને “સવાઈ મહાતપા” એવું બિરૂદ આપ્યું. શ્રાવકે નિત્ય પ્રતિદિન મહત્સવ કરવા લાગ્યા. ત્યાર પછી નેમિસાગર ઉપાધ્યાય જહાંગીર બાદશાહને મળ્યા. ત્યાં પુસ્તક સંબંધી બાદ થયે તેમાં તે જીતવાથી શાહે નેમિસાગરને “જગજીપક નામનું બિરૂદ આપ્યું.
- શરીરવ્યાધિ-સ્વર્ગગમન. માર્ગના શ્રમ થકી શરીરે તાવ ચડી આવ્યો. આ વખતે માંડવગઢમાં ગુરની માંદગીના સમાચાર સાંભળી રાજનગર, ખંભાત, ગંધાર, સુરત, નવાનગર, રાધનપુર વગેરેના શ્રાવકો આવ્યા અને બીજાઓને ત્યાં ત્યાં ધર્મલાભ પોંચાડયા. કાર્તિક સુદ ૫ ને દિને શ્રી ભાગ્યસાગર પંડિત સુરલેક સિધાવ્યા. ત્યાર પછી પાંચ દિવસે એટલે કાર્તિક સુદ ૧૦ મીને દિને (સં. ૧૨૭૪) માં શ્રી નેમ સાગર ઉપાધ્યાયે દેહોત્સર્ગ કર્યો.
e,
શિષ્યો. ઉપર જણાવેલ સિવાય શિષ્ય પરિવાર ઘણે હતે. તેમાંના કેટલાકનાં નામ ગુણસાગર, શ્રતસાગર, વિવેકસાગર, મેઘસાગર, દેવસાગર, ઉદયસાગર પંડિત, સુખસાગર વગેરે હતાં.
A રાસકાર. આ રાસ વાચક શ્રી વિદ્યાસાગરના શિષ્ય કૃપાસાગરે ઉજજયિનીમાં સં ૧૬૭૪ માગશર સુદ ૧૫ ને દિને રચેલ છે.