________________
મેળવી પછી મેડતામાં શાહની પોળમાં ઉતરી જિનપ્રતિમાને વાંધા. ત્યાંથી અનુક્રમે પાટણ શહેરમાં આવ્યા. અહીં કચરાશાને મૂળ વસવાટ હોવાથી તેને બહુ હર્ષ થયો અને ત્યાં ઘણા કરજદારોનું કરજ ફીટાડયું. પછી ત્યાંથી રાધનપુર આવી ઉત્સવમહોત્સવ કરી સુરત ગયા. ત્યાંથી બહણપુર આવતાં વચમાં માંગતુંગી અને અંતરીક્ષજીની જાત્રા કરી. પછી મુક્તાગિરિ જઈ મક્ષીજી તીર્થયાત્રા માટે ઉજ્જન આવ્યા. ત્યાં પાર્શ્વપ્રભુને વંદના કરી નિરંગાબાદ આવી પ્રેમચંદ સાથે ઢુંઢક સંબંધી વાદ કર્યો. તેમાં જશ મેળવી મલકાપુરની જાત્રા કરી. ત્યાંથી બુહણપુર આવ્યા ને કસ્તૂરશા શ્રાવકને ત્યાં ઉર્યા. અહીં હેમચંદજી નામના શ્રાવક વસતા હતા તે ઘણા દુષ્કર તપ કરતા હતા. તેણે પુંજાશાનું વ્યાખ્યાન સાંભળી વૈરાગ્ય ઉપજતાં દીક્ષા લેવા વિચાર કર્યો. ત્યારે હાથ જોડી પુંજાશાને કહ્યું કે આપ દીક્ષા લઇ મારા ગુરૂ થાઓ તે, હું વ્રત લઉં છું કે આપની પાસે મારે દીક્ષા લેવી, અને મારી બધી સંપત્તિ તેમાં વાપરવી; સંઘે પણ તેવી જ વિનંતિ પુજાશાને કરી કે તેને દીક્ષા આપે. પુજાશાએ પછી હેમચંદજીની પરીક્ષા કરી જાણ્યું કે હજુ થોડે ઘણે શ્રદ્ધામાં ફેર છે એટલે કહ્યું કે “મારી મા વૃદ્ધ છે, તેથી હું ગુજરાત જઈ તેમની અનુમતિ લઉં અને પછી દીક્ષા લઉં આ પછી શા. કસ્તુરશા દેવગત પામ્યા. એટલે પુંજાશા વોહરા ગોકુલદાસજીને ત્યાં આવ્યા અને સુરતમાં મુકામ કર્યો. ત્યાં સંધને વિશેષાવશ્યક વાંચી સંભળાવ્યું ત્યાંથી અમદાવાદ આવ્યા. અમદાવાદ શ્રી વિમલ ગણી (જ્ઞાનવિમલ સુરિના વંશજ) તથા જિનવિજય પંન્યાસ (શ્રી સત્યવિજય પંન્યાસના વંશજ અને જેનું ચરિત્ર આગળ આપણે જોઈ ગયા છીએ) બિરાજતા હતા, તેમને વંદન કરી પોતાની માતા પાસે આવ્યા, અને તેણીની અનુમતિ દીક્ષા માટે માગી. ત્યારે માતાએ કહ્યું “હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી તારે દીક્ષા ન લેવી પછીથી તું સુખે લેજે, પુંજાશા માતાને તીર્થંકર પેઠે તીર્થ સ્વરૂપ ગણી તે સંબંધી મન રહ્યા અને શ્રી જિનવિજયના મુખની વ્યાખ્યાન વાણી નિત્ય શ્રવણ કરવા લાગ્યા. પછી તેની વૃદ્ધ માતા આયુષ્ય પૂરું થતાં પલેક સિધાવ્યા. ત્યારે પુંજાશાએ તેમનું મૃતકાર્ય કરી શક નિવાર્યો.
દીક્ષા અને વિહાર અમદાવાદમાં ઘસા પારેખની પળમાં (કે જે હજુ પ્રસિદ્ધ છે) પાનાચંદ મલુક રહેતા હતા તે પુંજાશાના રાગી હતા અને તેથી દીક્ષા લેવાની ના કહેતા હતા. ત્યારે પુજાશાએ તેમને બહુ સમજાવ્યા અને આજ્ઞા