________________
જે રાસે આ પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે, તેમાંની કાની પણુ, એક સિવાય બીજી પ્રત ઘણા પ્રયત્નો કર્યા છતાં મળી શકી નથી, તેથી લાચારીએ તેને પ્રકાશમાં મૂકવામાં ક્જ સમજાઇ છે, અને તેથી સંશાધન કરવામાં બહુ મુશ્કેલીઓ સહવી પડી છે.
'
શ્રી શાંતિદાસ શેઠના રાસની પ્રત અમદાવાદના શેઠ રાજાભાઇ માહનભાઈની પાસેથી મળી હતી. આ · એકસરસાઇઝ બુક' માં ઉતારેલી હતી; શ્રી સત્યવિજય, કપૂરવિજય, ક્ષમાવિજય, જિનવિજ્ય, અને ઉત્તમવિજય રાસેાની પ્રતે પાદરાવાળા રા. માહનલાલ હેમચંદ વકીલ પાસેથી મળી હતી. તે સ. ૧૯૬૫ કે તે દરમ્યાન ઉતારેલી છે. આની મૂળ નકલા મને પ્રખ્યાત વક્તા મુનિ શ્રી ચારિત્રવિજય મહારાજ પાસેથી ભાંગરાળ ભડારમાંથી આવેલી હતી તે જોવાની તક મળી હતી, અને તે ઉપરથીજ ઉપરની નકલે ઉતરાવી હાય એમ લાગે છે, પરંતુ મૂળ નકલા માંગરેાળ સંધમાં ઝઘડા હાવાથી તેના ભંડારમાંથી મળી શકી નથી.
શ્રી પદ્મવિજય મહારાજના રાસની નકલ અમદાવાદની વિદ્યાશાળા તરફથી શિલાલેખમાં છપાયેલ પૂજાસંગ્રહમાં આપેલ હતી તેપરથી લેવામાં આવી છે, અને તે પણ ઉક્ત વકીલ રા. મેાહનલાલ હંમદે માકલી હતી.
શ્રી લક્ષ્મિસાગરસૂરિ, તથા નેમીસાગરસૂરિના રાસની તથા શ્રી વિજયદેવસૂરિ ( સ્વાધ્યાય ) ની હસ્ત લિખિત પ્રતા મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી પાસેથી મળી હતી, અને વિજયાન દસૂરિની સ્વાધ્યાય તેમજ કલ્યાણવિજય ગણિના રાસની હસ્તલિખિત પ્રત મેં રા. કુંવરજી આણુ જીને લખવાથી તેમણે ભાવનગર સંધના ભંડારમાંથી મેળવી આપી હતી.
આ રીતે મને જે જે ઉપરોક્ત મુનિ મહારાજ, શ્રાદ્ધવર્યાં પાસેથી પ્રતા માટે સહાય મળેલી છે તેથી તેમના આભાર માનું છું.
આ ગ્રંથ પ્રાચીન ગુજરાતીમાં હોવાથી તેને ક ંઇક વિશેષ સારા રૂપમાં મૂળ પ્રાચીનતા આબાદ રાખી સાધી મૂકેલ છે, અને તેની સાથે તેમાં આવતા પ્રાચીન શબ્દો, પારિભાષિક શબ્દો અને ખીજા કઠિન શબ્દોના અર્થીના કાષ આ ગ્રંથને છેવટે મહાપ્રયાસ કરી અક્ષરાનુક્રમમાં આપેલ છે. વિશેષમાં દરેકના ભાગ પાડી વિષયવાર મથાળાં મૂકેલ છે કે જેથી વાંચતાં શું બિના આવે છે તે જાણી શકાય. તેમજ સમુચ્ચયમાં આખા રાસના સાર પ્રસ્તાવનામાં આપેલ છે, અને તેમાં જે જે ચરિત્રનાયકા છે તે સંબધી રાસમાંથી