________________
(૧૧) આ રામને કેટલાક ભાગ છપાઈ ગયો છે; પણ એ મુદ્રિત થયેલા
મને કેટલોક ભાગ એ અશુદ્ધ અને ચિંથરીઓ (Shabby and ragged) છે કે, તેને ફરી છપાવવાની જરૂર છે; માટે આ બધા રાસોને સમૂહ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં “પ્રાચીન કાવ્યમાળા” અથવા “બૃહકાવ્યદોહન”ની શૈલીએ “પ્રાચીન જૈનકાવ્યમાળા” અથવા “જેન કાવ્યદોહન” રૂપે છપાવવામાં આવે તે ગુજરાતી સાહિત્યનું ગૌરવ વધારનારા સંખ્યાબંધ ગ્રંથો (volumes) થઈ શકે એમ છે, એટલું જ નહિ પણ તેથી સદ્ધર્મ સેવાને, ગુજરાતી સાહિત્યવૃદ્ધિને અને ગુજરાતી સાહિત્યનો લાભ લેનારા ઉપર ઉપકારને
અને પરિણામે નિર્જરાને મહાન લાભ છે. (૧૨) જૈન લેખકો તથા અન્ય લેખકે વચ્ચે કેવી સ્પર્ધા ચાલતી, કેવાં અને
ન્ય અનુકરણ થતાં, તથા કેવાં લેખચાર્ય (plagiarism) અથવા વસ્તુ ચેરી થતાં એ પણ કોઈ કોઈ રાસો ઉપરથી સમજાવાયેગ્યા છે. (૧૩) કેટલાક રાસે તે એકને એક વિષયના હોવા છતાં જુદી જુદી રીતે
જુદા જુદા લેખકેવડે જુદા જુદા લખાયેલા માલૂમ પડશે. (૧૪) રાસોની યાદી પરથી ગુજરાતીના શતકવાર જૈન લેખકે સંબંધી ઉલ્લેખ
કરવાની, નિબંધ લખવાની સરળતા થશે.”
આ રીતે રાસેની ઉપયોગિતા જુદા જુદા દષ્ટિબિંદુથી જોઈ. હવે આ પુસ્તકમાં સમાવેલા રાસો વિષે જોઈએ. કુલે ૧૧ રાસો છે અને સ્વાધ્યાય (સઝા) છે, તે બધાં કાવ્યસાહિત્યમાં પ્રવેશે તેમ નથી, પરંતુ તેમાંના કેટલાકમાં જે વર્ણન, દેશના આદિ ભાગે છે તે કાવ્ય તરીકે ખપી શકે તેમ છે. અને તે કામ મધ્યસ્થ કાવ્યવેત્તાઓનું છે. મોટે ભાગે જેને રાસ છે તે કયે ગામ, કેને ત્યાં જન્મ્યા, દીક્ષા ક્યારે અને કેની પાસે લીધી અને તે માટે નિમિત્તરૂપ કંઈક દેશના ભાગ, વિહાર જુદે જુદે સ્થળે કર્યો છે, અને છેવટે સ્વર્ગગમન ક્યારે થયું અને તે માટે તેની માંડવી કેમ રચાઈ, તે વખતે શ્રાવકે કોણ કોણ હતા વિગેરે બાબત છે અને તેથી થોડી ઘણી રૂક્ષતા, નીરસતા અને નિવિવિધતા આવે છે. બાકી ઈતિહાસ માટે તેટલી પણ વિગતે ઘણી કામની છે. ખરો ઈતિહાસ હાલ જેને કહેવામાં આવે છે તેવું તેમાં ન હોય પણ હાલના ઇતિહાસકાર આ રાસોપરથી ઉદ્દભવતી વિ. ગ, કૃતિઓ, દેશકાલ વગેરે સંજોગો ભેગાં કરી નવીન શૈલીએ ઈતિહાસ પૂરી પાડી પ્રજા ઉપર ઉપકાર કરી શકે તેમ છે.