________________
સંખ્યા થાય (જઘન્ય સંખ્યાત) તે ગણી શકતાં હતાં. તે શાસ્ત્રગામી હતાં. તે એટલાપરથી સમજી શકાશે કે તેમના સમયમાં થયેલ પંડિત શ્રી રૂપવિજયજી અને વીરવિજયજી પણ તેમની સાથે ધર્મચર્ચા કરી શાસ્ત્રના ખુલાસા તથા સલાહ લેતા એમ કહેવાય છે.
કઈ એમ કહેશે કે સત્યવિજય આદિ રાસ સિવાય બીજા ઐતિહાસિક રાસો નથી? તો કહેવાનું કે, છે; પણ ઉપલબ્ધ થયા નથી. શ્રી પદ્મવિજયના શિષ્ય શ્રી રૂપવિજ્યજીને રાસ છે, તેમજ વીરવિજ્યજી પંડિત વિરનિર્વાણ રાસ છે કે જે ભાદરવા માસમાં એક દિવસ અમદાવાદમાં તેમનાજ નામથી ઓળખાતા–વીરના ઉપાસરે વંચાય છે, પરંતુ તે ઘણું પ્રેરણા છતાં મળી શક્યો નથી. આ સિવાય તિલકસાગરકૃત રાજસાગર (શાંતિદાસ શેઠના ગુરૂ) સ્વર્ગગમન રાસ ખંભાતના ભંડારમાં છે, કનક સોભાગ્યકૃત વિજ્યદેવસૂરિ રાસ, સંધવિજય કૃત વિજયતિલકસૂરિ રાસ આદિ પાટણના ભંડારમાં અને દર્શનવિજ્ય કૃત વિજ્યતિલકસૂરિ રાસ લીંબડીના ભંડારમાં છે. પ્રતાપસિંહ બાબુરાસ (સાધ્વી ઋદ્ધિશ્રી કૃત) જેસલમીરમાં છે. પ્રેમવિજય કૃત ધનવિજ્ય પંન્યાસને રાસ ખંભાતમાં છે. હીરવિજયસૂરિના રાસ જુદા જુદા કવિઓથી બનાવેલ છે, અને તે અમદાવાદના દહેલાના ભંડારમાં, શ્રી દયાવિમલના ભંડારમાં તેમજ ભરૂચના ભંડારમાં છે, એટલું જાણી શક્યા છીએ, પરંતુ તે મેળવી શક્યા નથી. કપા કરી કઈ મેળવી આપશે તો તે પ્રગટ કરવામાં અમે બહુ માન સમજીશું અને તેને ઉપકાર માનીશું. હમણાં મુર્શિદાબાદના એક જગશેઠની માતુશ્રી માણકદેવીને રાસ (પાર્ધચંદ્ર કૃત), ત્યાંના જગતશેઠના કુટુંબનું વંશવૃક્ષ તથા ટુંક ઈતિહાસ અને ઝવેરી રા. રા. મોહનલાલ મગનલાલના પ્રયાસથી પ્રાપ્ત થયેલ છે.
કોઈ એમ વળી પૂછશે કે ગૃહસ્થ અને સાધુઓનાં ભેગાં ચરિત્ર આપવાનું શું કારણ હશે? તે નમ્રતાપૂર્વક નિવેદવાનું કે તીર્થની પ્રભાવના જે તીર્થમાં ગણાય છે તે–ચતુર્વિધ શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વીરૂપ સંધ છે તેનાથી થાય છે. સાધુએનો ઉપદેશ કાર્ય કરે છે, જ્યારે શ્રાવકેને આદેશ કાર્ય કરે છે. સાધુઓ ઉપદેશ સામાન્ય રીતે આપે છે, જ્યારે તે પ્રમાણેનું વર્તન-રાજકાજમાં ભાગ, વ્યવહાર પ્રવૃત્તિ, તીર્થરક્ષા આદિ શ્રાવકે ઉપાડી લે છે, તેથી તેવા ઉપાડી લેનાર અગ્રેસર શ્રાવક ઉપદેશક સાધુ મહાત્માની સાથે અવશ્ય અગત્યના છે તેથી આપેલ છે. શાસનની શોભા એ બંનેથી છે, અને થશે. પ્રબંધચિંતામણું વગેરેમાં સાધુઓ અને શ્રાવકોની હકીકત ચરિત્ર વગેરે પણ સાથે જોવામાં આવે છે.