________________
c
૪૮ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ એ જ દેવસુન્દરીઓનું-અપ્સરાઓનું વર્ણન અને તોત્રકારે વિવિધ પ્રણિધાનપૂર્વક શાન્તિનાથને કરેલો પ્રણામ -૨૫-૨૮
ઋષિઓ, દેવ અને દેવાંગનાઓ વડે સ્તવિત અને વન્દિત તેમ જ ઉત્તમ શાસનવાળા શાતિનાથને વન્દન કરવા આવેલી અનેક શ્રેષ્ઠ અપ્સરાઓ. રતિગુણમાં કુશળ, વાંસળી, વીણ, તાલ (કાંસીજોડાં) અને ત્રિપુષ્કરથી સજજ, ગીત, વાદન અને નૃત્યમાં પ્રવીણ, ચરણ-કમળની ઘૂઘરીઓ બજાવતી. તેમ જ વલયો, કટિમેખલા અને નૂપૂરના શબ્દોને મિશ્ર કરતી દેવનતિકાઓનું વાવ, ભાવ, વિભ્રમ અને અંગહારપૂર્વકનું નૃત્ય. શાતિકારક તેમ જ પાપો અને દેશોથી મુક્ત તથા ઉત્તમ તીર્થંકર શાન્તિનાથને સ્તોત્રકારે કરેલું નમન. -૨૯-૩૨
અજિતનાથ અને શાન્તિનાથની ભેગી સ્તુતિઃ છત્ર, ચામર, પતાકા, ૨૫ (સ્તન્મ), જવ, ધ્વજ, મગર, અશ્વ, શ્રીવત્સ, દીપ, સમુદ્ર, મેરુ ( પર્વત ), દિગ્ગજ, સ્વસ્તિક, વૃષભ, સિહ, રથ અને ચક્ર એમ ૧૮ લાંછનોથી લક્ષિત, સ્વભાવે સુન્દર, સમભાવભાવી, નિર્દોષ, ગુણેથી જયેષ્ઠ, કૃપાળુ, તપવી, લક્ષ્મીને ઇષ્ટ, ઋષિઓથી સેવિત, તપ વડે પાપનાશક તેમ જ હિતચિન્તક એવા ઉપયુંકત તીર્થકરો મને મોક્ષનું સુખ આપે એવી સ્તોત્રકારની તેમને પ્રાર્થના.-૩૩-૩૫
તબળથી વિશિષ્ટ, કરજથી વિમુક્ત અને શાશ્વત ગતિને પામેલા એવા ઉપયુંકત બે તીર્થકરોની સ્તુતિરૂપ પ્રતિજ્ઞાનું પાલન. - ૬
બહુ ગુણોથી યુક્ત તેમ જ મોક્ષનું સુખ આપી વિષાદને હરનારા એ તીર્થકરે મારે વિવાદ હઠાવો અને મને કર્મબંધનથી રહિત બનાવી શિવસખને ભેળા બનાવો એવી સ્તોત્રકારની તેમને વિજ્ઞસ –૩૭ "
આ સ્તવને સારી રીતે ભણનારને હર્ષ પમાડે, એના પ્રણેતા
૧, મૃદંગ, ૫ણવ અને દર એવાં ત્રણ વાઘો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org