Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 133
________________ ૧૧૮ તથા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્ર [ વિ. ૧ જણાય છે. અત્રે સિત્તરસ એટલે ૭૦૪૧૦૦ નહિ પરંતુ ૭૦+૧૦૦ એટલે કે ૧૭૦ સમજવાના છે. આવું એક ઉદાહરણ તે આગમમાં કરાએલો “અસહસ્સ” પ્રયોગ છે. એનો અર્થ ૮૪૧૦૦ નહિ પરંતુ ૮+૧૦૦૦ અર્થાત ૧૦૦૮ છે એ તીર્થકરનાં લક્ષણોની સંખ્યા છે. - જિનેશ્વર કુલ વિષેના ચિત્યવદનમાં કહ્યું છે કે દહેરે જવાનું મન કરે તેને ચોથ (ચતુર્થ-એક ઉપવાસ)નું, જિન જુહારવા ઉઠનારને છઠ્ઠ (૨ ઉપવાસ) નું, જિનવરના દર્શનાર્થે ચાલતાં દ્વાદશ (૫ ઉપવાસ) નું, અડધે માર્ગ કપાતાં ૧૫ ઉપવાસનું, જિનાલય જોનારને એક મહિનાના ઉપવાસનું, જિનવરની પાસે આવતાં ૬ મહિનાના ઉપવાસનું જિનાલયના દ્વારે આવતાં ૧ વર્ષીતપ જેટલું, પ્રદક્ષિણા દેતાં ૧૦૦ વર્ષના ઉપવાસે જેટલું અને નજરે જોતાં ૧૦૦૦ વર્ષના ઉપવાસે જેટલું ફળ મળે છે. ફળાદિ પૂજા તથા ગીતગાન કરતાં તે અગણિત ફળ મળે છે. આજ ભાવાર્થનું અને કોઈએ રચેલું એક સંસ્કૃત પદ્ય નીચે મુજબ છે. यस्याम्यायतनं जिनस्य लभते ध्यायश्चतुर्थ फलं, षष्ठं चोत्थित उद्यतोष्टममथो गन्तुं प्रवृतो ध्वनिः । श्रद्धालुर्दशमं वहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलम् ।। તિથિઓ પૈકી-બીજ-પાંચમ (જ્ઞાનપંચમી) અષ્ટમી અને મૌનએકાદશી અંગે પણ ચૈત્યવન્દન છે. જ્ઞાનપંચમી અને મૌન એકાદશી એ જૈન પર્વે છે. બીજા ૧૩. આ સ્તવનના પહેલા બે દુહા તેમજ અંતમાની ત્રણ પંક્તિ જે. ગ. ક. ભા. ૨ પૃ. ૧૫૮ માં અપાયેલ છે ૧. આને અંગેના કેટલાક જૈન મંતવ્યો મેં આહત જીવન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136