Book Title: Shravake Shu Karvu Joie Author(s): Muktiprabhvijay Publisher: Jayantilal Atmaram Shah View full book textPage 4
________________ લેખક તરફથી લખવા જેવું કશું છે નહિ છતાં પુસ્તકના બધા યશ કાઈ મારે માથે ન ઢાળી દે એ માટે જ મનની વાત બહાર ખૂલ્લી મૂકવા આ પાનું રોકવુ પડે છે. ' શ્રાવકવનને ઉદ્દેશીને લખાયેલા આ પુસ્તકનું નામ છે, શ્રાવકે શું કરવું જોઈએ ? પુસ્તકના પ્રકાશક છે ધર્મપ્રેમી સુશ્રાવક શાહ જયંતિલાલ આત્મારામ. પુસ્તકના સ ંપાદક છે. મુનિરાજશ્રી હેમભૂષણ વિજયજી મ. તથા મુનિરાજશ્રી દિવ્યભૂષણ વિજયજી મ., પુસ્તક અંગે તમામ માર્ગદર્શન આપનાર છે મારા વિલંબ પૂ. મુનિરાજશ્રી પૂર્ણ ચન્દ્રવિજયજી મહારાજ. આમ, આ આખા પુસ્તકના સર્જન પાછળ નજર નાખુ તે મને મારૂં કશું જ દેખાતું નથી. અનેક શાસ્ત્ર ગ્રંથાએ મને આધાર આપ્યા છે. પરમઉપકારી, ગચ્છાધિપતિ ગુરૂદેવે દૂર બેઠા બેઠા પણ આશીર્વાદનું બળ પુરૂ પાડયું છે. પૂજ્ય પાદ પ્રગુરૂદેવ આ. દેવ શ્રીમદ્ વિજયમુક્તિચન્દ્રસુરીશ્વરજી મ. તથા પૂ. પિતાગુરૂ મુનિરાજશ્રીજયકુંજરવિજયજી મ.ની એકધારી કૃપા મળતી રહી છે અને પરમકૃપાળુ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયમાયસૂરીશ્વરજી મહારાજાએ પ્રેરણાનું ભાથું કારે ય ખૂટવા દીધું નથી. હું તો આ પુસ્તકમાં નિમિત્તમાત્ર છું. છતાં પુસ્તક પર વંચાતુ મારૂ નામ,ઉપરોક્ત સહુની ઉદારદષ્ટિનું જ પરિણામ છે. સયમધર્મ સ્વીકારવાની અશક્તિથી જ શ્રાવકધર્મ સ્વીકારનાર શ્રાવક આ પુસ્તક દ્વારા પોતાના શ્રાવકપણાને ઉચ્ચતમ બનાવી, તક મળતાં સાધુપણું સ્વીકારી, સિદ્દિપની પગદડીએ ચઢવા જરૂર પ્રયત્નશીલ ખનશે એ જ શુભેચ્છા. — મુનિ મુક્તિપ્રભવિજય 3Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 246