________________
અત્યારે આપણી વચ્ચે નથી, તેનું આપણને દુઃખ રહે એ સ્વાભાવિક છે. છતાં તેઓએ આ ઇતિહાસનાં હસ્તલિખિત તેર પ્રકરણે જાતે જોયાં–તપાસ્યાં હતાં અને તેનાં સંકલન અને રજૂઆત પર ખૂબ આનંદ અને સંતોષ વ્યક્ત કરેલ હતું; અને એ રીતે તેઓએ લેખકને પણ આ કાર્ય માટે બિરદાવ્યા હતા અને કાર્ય પૂરું કરવાના પ્રેરણા અને બળ આપ્યાં હતાં, તેથી અમે કંઈક સંતોષની લાગણી અનુભવીએ છીએ. - આ ઈતિહાસને ગ્રંથ બહુ દળદાર ન થાય તે ઔચિત્યને ખ્યાલ કરીને, તેને બે ભાગમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ એને પહેલો ભાગ છે. તેમાં દસ પ્રકરણે આપવામાં આવ્યાં છે અને દરેક પ્રકરણમાં, યથાયોગ્ય રીતે, જુદી જુદી હકીકતને આવરી લેવામાં આવી છે. આ ગ્રંથમાં પ્રકરણવાર શી શી સામગ્રી આપવામાં આવી છે તેને ખ્યાલ ગ્રંથના વિસ્તૃત અનુક્રમ તથા લેખકની પ્રસ્તાવનામાંથી મળી શકે તેમ હોવાથી તેની વિગતે અત્રે આપવાનું જરૂરી માનેલ નથી.
- આશા રાખીએ કે, પેઢીની કામગીરીનું વિગતે દર્શન કરાવતે આ ગ્રંથ શ્રીસંઘના દરેક સ્તરના વાચક સમુદાયને પેઢીના કાર્ય અને સંકલનની મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં ઉપયોગી નીવડશે અને તીર્થરક્ષા તથા શાસનપ્રભાવનાની પ્રેરણા આપશે.
ઝવેરીવાડ, પટણીની ખડકી, અમદાવાદ-૧. તા. ૭-૧૦-'૮૨
-દ્રસ્ટી મંડળ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org