________________
પહેલાં, જે ઘડીએ પેઢીને ઈતિહાસ લખાવવાને વિચાર આવ્યો, તે ઘડી તથા એ વિચારને અમે સહર્ષ વધાવી લીધે એ ઘડી પણ એક શુભ ધડી હતી.
પણ આ ઇતિહાસ લખાવવાનું કાર્ય અનેકવિધ મુશ્કેલીઓથી ભરેલું હતું. કેવળ તીર્થભૂમિઓ અંગે પ્રચલિત કિવદંતીરૂપ કથાઓ, ભક્તિભાવથી લખાયેલાં કાવ્યો અને તીર્થોની પ્રશસ્તિની દષ્ટિએ આલેખાયેલાં ધપસ્તકના આધારે જ જો આ ઈતિહાસ લખાય, તે કદાચ તેને સત્ય ઘટનાઓને ઈતિહાસ ને પણ કહી શકાય. એટલે, ખરી રીતે, આના સંકલન માટે તે સૈકાજુનાં લેખે, હિસાબી ચોપડાઓ, દસ્તાવેજો, ફરમાન અને ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ વગેરેના અધ્યયન અને સંશોધનના નિચેડરૂપે, વિવેકભરી ભાષામાં, મહત્વની ઘટનાઓને આવરી લઈ, કડીબદ્ધ રીતે તેને શબ્દ-૨વરૂપ અપાય તે જરૂરી હતું. આ કાર્ય માત્ર કપર જ ન હતું, પરંતુ પૂરતે શ્રમ, સમય અને અધ્યયન માગી લે તેવું હતું. તેથી આ કાર્યની જવાબદારી સંભાળીને એને સંતોષકારક રીતે પૂરું કરી શકે તેવો ઈતિહાસકાર મેળવો, તે ઇતિહાસના આલેખન જેટલું જ અઘરું હતું. આ કામ માટે મુરબ્બી શેઠશ્રી કસ્તૂરભાઈએ પ્રથમ એકાદ-બે વિદ્વાનને પસંદ કરીને તેઓને આ લેખનકાર્ય સેપેલું, પણ તેમનાથી સંતોષપ્રદ કાર્ય થશે નહીં તેવું જણાવાથી આ માટે ફરીથી શોધ કરવી જરૂરી બની હતી.
મુરબ્બી શેઠશ્રી કસ્તૂરભાઈની ચાર દૃષ્ટિ ચારે દિશાઓમાં ફરી વળી અને પેઢીને ઇતિહાસ આલેખી શકે તેવા મહાનુભાવોની નામાવલિ તેઓએ ફરીથી વિચારી. અને, એમ કરતાં, તેમના સ્મરણપટ ઉપર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું નામ તરી આવ્યું. અને તેમને બોલાવીને આ કાર્યભાર વહન કરવા સૂચવતાં શ્રી રતિલાલ દેસાઈએ, આશરે છએક મહિને, સંકોચ સાથે, આ કાર્ય સંભાળવાની સંમતિ આપી. શ્રી રતિલાલ દેસાઈ સાત્ત્વિક ભાવના ધરાવતા કલ્પનાશીલ વિદ્યાછવી અને જેન સંધની પરંપરા સાથે ઓતપ્રોત થયેલ ભાવિક સજજન છે. તેઓને પ્રથમ પ્રત્યાઘાત, આ કામને પહોંચી વળવાની દૃષ્ટિએ, બહુ જ વિનમ્ર અને સંકેચભર્યો હતે; કારણ કે, તેઓની દૃષ્ટિએ કથા પેઢીને ઈતિહાસ લખવાનું ભગીરથ કાર્ય અને કળ્યાં પોતાની આટલી મોટી ઉંમરે તે કામ પૂરું કરવાની મર્યાદિત શક્તિ—કંઈક આ ખ્યાલ એમના મનમાં ઉભા હશે. પરંતુ આજે શ્રી રતિભાઈએ અથાગ પ્રયત્ન કરી આ પ્રથમ ભાગ પૂરે કર્યો છે અને બાકીનું કામ ઝડપભેર પૂરું કરવા તૈયારી કરેલ છે, તે આનંદ અને ગૌરવને વિષય છે.
શ્રી રતિભાઈ દેસાઈએ આ ઈતિહાસના આલેખનમાં કોઈ નાની સરખી હકીકત પણ લક્ષ બહાર જવા ન પામે તેની યથાશક્ય ચીવટ રાખી છે. વિશાળ પાયા પરના જૂના રેકર્ડ (દફતર), તેનાં જીર્ણ થયેલાં પાનાંઓ, ચેપડાઓ, ચુકાદાઓ, પરવાનાઓ વગેરેમાં પડેલી મહત્વની ધબકતી વિગતે અને લેખો તથા ઉપલબ્ધ બને તેવી બીજી તમામ સામગ્રીને ઝીણવટભર્યો અભ્યાસ કરીને આ કાર્યને પહોંચી વળવા પ્રયત્ન કર્યો છે. પેઢીના ઈતિહાસને જુદા જુદા વિષયમાં વિભાજિત કરીને યથાયોગ્ય વિભાગમાં તેની ગોઠવણી કરી ઈતિહાસને આ પ્રથમ ભાગ તેઓએ તૈયાર કર્યો છે, જેને પ્રકાશિત કરતાં અમને હર્ષ થાય એ સ્વાભાવિક છે.
આ ગ્રંથ તૈયાર કરાવવાની ભાવના પ્રથમ વ્યક્ત કરનાર સ્વપ્નશીલ સ્વર્ગસ્થ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ આપણી વચ્ચેથી સદાને માટે વિદાય થઈ ગયેલા છે અને તેમનું સાંનિધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org