Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1 Author(s): Ratilal D Desai, Shilchandrasuri Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 9
________________ t સંસ્થાએ ઓછી જોવા મળે છે. આ સંદર્ભમાં, ત્રણ સૈકા કરતાંય લાંબા સમયથી, તીર્થરક્ષા, શાસનપ્રભાવના, જીર્ણોદ્ધાર વગેરે ક્ષેત્રમાં કામ કરી રહેલ અને શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધનું પ્રતિનિધિત્વ ધરાવતી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કામગીરીનું મૂલ્યાંકન કરવા જેવું અમને લાગ્યું છે અને તેથી એ કામગીરીની ઝાંખી કરાવો શકે એવા ઇતિહાસ તૈયાર કરાવવાનું અમે ઉચિત અને જરૂરી માન્યું છે. તીર્થાનાં હક્કો, હિતા અને યાત્રાળુઓની સલામતી તથા સગવડ વગેરેની સાચવણીના પેઢીના કામની શરૂઆત સાડાત્રણસે વર્ષી કરતાંય વધુ સમય પહેલાં થઈ હતી. એ સમય હતા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી, મેાગલ સમ્રાટ અકબર બાદશાહ અને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની વિદ્યમાનતાને અને ત્યારે અમદાવાદના શ્રીસંધ, મુખ્યત્વે, પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજયના વહીવટ સંભાળતા હતા. આ શરૂઆતના સમયમાં રાજનગર-અમદાવાદના શ્રીસંધ “શેઠ આણુ જી કલ્યાણજીની પેઢી ” એવા નામથી નહીં પણ એક ધર્મભાવનાશીલ, ધ્યેયનિષ્ઠ અને એકરંગી સંધ તરીકે આ જવાબદારી નિભાવતા હતા. અને પછી આ બધા કારોબાર “શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી '' ના નામથી ચાલવા લાગ્યા એ વાતનેય અઢીસ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયા. અને છેલ્લાં આશરે સવાસે વર્ષ દરમ્યાન તા છાપરીયાળી ગામમાં જૈનધર્મના પ્રાણુરૂપ અને કરુણાપ્રેરિત જીવયાના કાર્યંને માટે સ્વતંત્ર પાંજરાપેાળ ચલાવવારૂપે તથા ખીજા ખીન તીર્થધામાના વહીવટની જવાબદારીના સ્વીકારરૂપે પેઢીના કાર્ય - ક્ષેત્રના સારા પ્રમાણમાં વિસ્તાર થયા. આવા વિશાળ વહીવટની બહુ અટપટી જવાબદારી અદા કરવામાં, પેઢીને, અનેક વાર, એક બાજુ જેમ રાજસત્તા સાથેની અથડામણુ કે એવી જ ખીજી આકરી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડયુ છે, તેમ એને, આવા દરેક પ્રસંગે, શ્રીસંઘના પૂરેપૂરા અને ઉલ્લાસભર્યે સાથ અને સહકાર મળતા રહ્યો છે. પેઢીના કાકાળમાં આવી તા સંખ્યાબંધ ઘટનાએ ખનતી રહી છે; એટલે એની વિગતા, ધરક્ષા યાને તીરક્ષાની પ્રેરણા આપવા સાથે, રામાંચ ખડાં કરે એવી છે. એટલે આવી ઘટનાઓ માંથી કેટલીક નોંધપાત્ર કે મહત્ત્વની ઘટનાએ સંબધી માહિતી શ્રીસંધ સમક્ષ રજૂ થઈ શકે એટલા માટે આવે ઇતિહાસ તૈયાર થાય એ અમને હિતાવહ લાગ્યુ છે. વળી જૈનપુરી—અમદાવાદના શ્રીસંધે, વિક્રમની સત્તરમી સદીના ઉત્તરા થી, નગરશેઠ શાંતિદાસ ઝવેરીની રાહબરી નીચે શરૂ કરેલી શાસનરક્ષા, તીર્થરક્ષા અને સંઘરક્ષાની પરંપરા દસ દસ પેઢીએ, એટલે કે આશરે ચાર સૈકા સુધી અવિચ્છિન્નપણે ચાલુ રહે, એને કેવળ અમદાવાદના જ નહીં પણ સમસ્ત ભારતના જૈન સંધના વગદાર અગ્રણીઓના તથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ આદિ શ્રમણ સંધના હાર્દિક અને સક્રિય સાથ અને સહકાર મળતા રહે અને ધર્માંસધ ઉપર આવી પડેલી મુસીબતના સામને કરવા જેવા અણીને વખતે, શેઠે આદજી કલ્યાણુજની પેઢી, શ્રીસ ધને સજાગ અને એકત્રિત કરવાનું માધ્યમ બની શકે—તે સંબધી આગળ પડતાં બનાવાની હકીકત શ્રીસ`ઘ સમક્ષ રજૂ થાય એ, તી'કર પરમાત્માના શાસનના યોગક્ષેમની દૃષ્ટિએ પણુ, ઉપયાગી અને પ્રેરક ખની શકે એમ અમને લાગ્યું. એટલે, અમને લાગે છે કે, મુરબ્બી સ્વસ્થ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને, ૧૦-૧૨ વર્ષી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 405