________________
સાંસ્કૃતિક વારસાના જતનને ડેક ઈતિહાસ
(પ્રકાશકીય નિવેદન) જેન સંઘને સાંસ્કૃતિક વારસો જેમ અનેક પ્રકારને છે, તેમ તેનું પ્રમાણ ઘણું વિશાળ છે, અને અમૂલ્ય કહી શકાય એવી એની સમૃદ્ધિ છે. ભગવાન તીર્થંકરદેવોએ, જગતના કલ્યાણ માટે, જે સર્વમંગલકારી જંગમ અને સ્થાવર તીર્થની સ્થાપના કરી હતી, તેને સદા ઉદ્યોતમંત રાખવાનું એટલે કે માનવસમાજની ધર્મભાવનાને ટકાવી રાખવાનું તથા એમાં અભિવૃદ્ધિ કરતાં રહેવાનું પાયાનું કામ, છેક પ્રાચીન કાળથી, આ સાંસ્કૃતિક વારસા દ્વારા થતું રહ્યું છે એની ઇતિહાસ સાક્ષી પૂરે છે.
આવા ઉમદા સાંસ્કૃતિક વારસાનાં પ્રેરક બળ બે છે: એક તે, મોક્ષના રાજમાર્ગ સમી સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીની આરાધના જૈન સંધ અખંડ રૂપે કરી શકે એવું સમર્થ આલંબન ઊભું કરવું. અને બીજું પ્રેરક બળ છે, તીર્થકર ભગવાનના અભાવના યુગમાં, જ્ઞાન અને ક્રિયાની આરાધનાના પુષ્ટ અવલંબનરૂપ તીર્થભૂમિએ, જિનમંદિર, જિનપ્રતિમાઓ અને જિનવાણીની સારી રીતે ઉપાસના થઈ શકે એવાં ધર્મસ્થાની સ્થાપના કરવી.
' એટલે, તીર્થંકર પરમાત્માના વિરહના યુગમાં, જિનમંદિરે એમના સમવસરણના અને જિનપ્રતિમાઓ સ્વયં તીર્થંકરદેવના સ્મરણનું નિમિત્ત બને છે. અને જિનવાણીના બહુમૂલા ખજાનારૂપ ધર્મશાસ્ત્રો તે, પિતાના અને વિશ્વના કલ્યાણને પંથ બતાવવામાં, દિવ્ય પ્રકાશની ગરજ સારે છે. તીર્થભૂમિ, જિનમંદિરે, જિનપ્રતિમાઓ અને જિનવાણીની આવી ઉપકારકતાને કારણે જ, સમયે-સમયે અને સ્થાને સ્થાને. તીર્થભૂમિઓ. જિનાલયે અને જ્ઞાનભંડારોની સ્થાપના થતી જ રહી છે અને અત્યારે પણ થતી રહે છે. અને તેથી જ જૈન સંઘના આ સાંસ્કૃતિક વારસામાં, ઉત્તરોત્તર વધારે થતો જ રહે છે. આ સાંસ્કૃતિક વારસે વિવિધ પ્રકારની શિલ્પકળા અને ચિત્રકળાની વિપુલતાથી વિશેષ સમૃદ્ધ બને છે; અને તેથી જૈન-આશ્રિત કળા તરીકે વિશ્વમાં એની ઘણી નામના થયેલી છે એ એક હકીકત છે.
પણ જેમ આ વારસે અસાધારણ રીતે સમૃદ્ધ અને વ્યાપક છે, તેમ એની સાચવણનું કામ પૂરેપૂરી શ્રદ્ધા-ભક્તિ, જાગૃતિ, દૂરંદેશી, સાહસિકતા અને જવાબદારીભરી કામગીરીની અપેક્ષા રાખે એવું જટિલ અને મોટું હોય છે. એક રીતે જોઈએ તે, એક રાજસત્તા જેટલી સત્તાની અપેક્ષા રાખે એવું અતિ મુશ્કેલ આ કામ છે. અને છતાં રાજસત્તાની રીતરસમ કરતાં જુદી રીતરસમો ધરાવતી ધર્મ સત્તાથી જ આ કામ સરખી રીતે થઈ શકે છે. રાજસત્તા અને ધર્મસત્તાની કાર્યપદ્ધતિમાં પાયાને ફરક એ રહેલા છે કે, રાજસત્તા માટે ભાગે, વિવેકને વેગળે મૂકીને, કઠોરતા અને અહંભાવથી જ કામ કરતી હોય છે, જ્યારે ધર્મસત્તાએ કરુણાપરાયણતા, વિનમ્રતા તથા વિવેકશીલતા વગેરેથી કામ કરવાનું હોય છે. અને તેથી જ ધર્મરક્ષાના કાર્યને સુવ્યવસ્થિત અને સફળ રીતે કરી શકે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org