Book Title: Shakt Sampraday Author(s): Narmada Devshankar Mehta Publisher: Farbas Gujarati Sabha View full book textPage 8
________________ ઉપઘાત “હિન્દતત્વજ્ઞાનના ઈતિહાસ”ને લગતું સાહિત્ય એકત્ર કરી, અભ્યાસ કરવાના સમયમાં મારે સાથે સાથે તે તે દર્શનશાસ્ત્રને સંબંધ કરતા ધર્મશાસ્ત્રને વિશેષ અભ્યાસ કરવાને પ્રસંગ પ્રાપ્ત થયો હતું. ત્યારપછી બૌદ્ધધર્મને અને તંત્રશાસ્ત્રને વિશેષ અભ્યાસ અને ૧૯૨૫-૧૯૩૦ સુધીમાં મેં કર્યો, અને તે અભ્યાસથી મને સમજાયું કે આપણું આચારમાં ઉતરેલા સાંપ્રદાયિક ધર્મોના ઘણા મર્મો આપણને ઉઘડેલા નથી, અને જેઓ માત્ર જૂની પદ્ધતિને વળગી રહી ધર્માચરણ કરે છે તેમનામાં વિદ્યા એટલે રહસ્યજ્ઞાન નથી, અને જેઓ વેદાન્તને જ આપણું ધર્મસર્વસ્વ માને છે, તેમ કર્મ અને ઉપાસનાકાણ૩ મિથ્યા અથવા સગવડીઆ આચાર રૂપે માને છે તેમનામાં પણ આચારની પીઠમાં શે વિચાર અથવા સિદ્ધાન્ત ગોઠવાય છે તેનું સાચું જ્ઞાન નથી. આથી સંપ્રદાય પ્રમાણે ધર્મનું આચરણ કરનારા, કેવલ વેદાન્તવાદી વિચારકેને, નાસ્તિક ગણે છે, અને વેદાન્તવાદી વિચારક આચારવાદીને કર્મચંડ અથવા શ્રદ્ધાજ માની ઉપહાસ કરે છે. બંને પક્ષમાં સમન્વય કરવાની અશક્તિ હેવાથી આપણા ધર્મનું સર્વાંગસુંદર સ્વરૂપ તે તે પક્ષવાળા સમજી શકતા નથી. વળી વેદવાદીઓ અને તંત્રવાદીઓ પરસ્પરના સિદ્ધાંતોને સારી રીતે સમજતા નહિ હોવાથી પોતપોતાના સિદ્ધાન્તને પૂર્ણ માની મતાંધતામાં પડે છે અને સત્યનિર્ણય કરી શકતા નથી. આ વેદવાદીઓની અને તાંત્રિકની એકદેશી મતાંધતાને લીધે શાક્ત સંપ્રદાયને વેદવાદીઓ વામમાર્ગ ગણું નિંદે છે, અને તાંત્રિકે વેદવાદીઓને આ અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી બે વિભાગમાં અને ૧૯૨૪ માં પ્રસિદ્ધ થયો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 236