________________
સાતસો મહાનીતિ
૫૧. અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરું નહીં.
કોઈપણ મારા નિમિત્તે મોહમાં ન ફસાય એવી ભાવના કરવી તે દયા છે. સજ્જન પુરુષો બીજાનું દિલ દુભાય તેમ વર્તતા નથી. તેમ વિવેકી પુરુષો મોહને દુઃખ દેનાર જાણે છે. તેથી બીજા જીવોને મોહ ઊપજે એવો દેખાવ પણ કરતા નથી. જેમ દીવાથી અંજાઈને પતંગીયા દીવામાં આવીને પડે છે અને દુઃખી થાય છે. તે અટકાવવા દયાળુ પુરુષો દીવા પર કંઈ ઢાંકણ રાખે છે. તેમ જગતના જીવોને મોહનું દુઃખ પોતાના નિમિત્તે ન થાઓ એમ સજ્જન પુરુષો ઇચ્છે છે.
મોહી જીવોને અજ્ઞાન દશાને લીધે સારું જોવાનું, સારું ખાવાનું, સારું સાંભળવાનું મળે ત્યારે તાત્કાલિક સારું લાગે છે અને તેમાં મોહ પામે છે. પણ તે વખતે રાગદ્વેષ થવાથી કર્મ બંધાય છે. તે દુઃખનું કારણ છે એમ તે જાણતા નથી. પણ મોહના કાર્યમાં જ સુખની અનાદિની કલ્પના હોવાથી પોતાને તેથી સુખ થાય છે એમ માને છે અને બીજાને પણ સુખી કરવાનો એ જ ઉપાય છે એમ સમજે છે. તેથી જેના હૃદયમાં મોહ છે તે બીજાને પણ મોહ ઉપજાવે તેવા દેખાવો, ચેષ્ટા, વચનના ઉચ્ચાર વગેરે કરે છે. મનમાં ચિંતવના પણ એ જ પ્રકારની રહે છે કે મારા પ્રત્યે બીજા જીવો આકર્ષાય તો સારું. ત્યાં એવી ભાવના કરનારને અને તેના પ્રત્યે જે આકર્ષાય તે બન્નેને એ કર્મબંઘના કારણ છે. પણ તે તેના લક્ષમાં રહેતું નથી. માટે અન્યને મોહ ઉપજાવે એવો દેખાવ કરું નહીં. પર. ઘર્માનુરક્ત દર્શનથી વિચરું.
વાક્ય ૫૦, ૫૧ અને પરને સંબંધ છે. ઘર્માનુરક્ત એટલે જેને ઘર્મ પ્રત્યે પ્રેમ છે. તે કારણે વિહાર કરું જેથી ઘર્મનો પ્રચાર થાય. દર્શન શબ્દ અહીં દેખાવ માટે વાપર્યો છે. દર્શન એટલે દેખાવ, ચેષ્ટા વગેરે પણ ઘર્મને પ્રેરે તેવી વૈરાગ્યવાળી રાખું. ચેષ્ટા એટલે ઘર્મક્રિયા, તે પણ વૈરાગ્યસહિત કરું; કે જેથી લોકોને થાય કે અમારે પણ આ કરવું છે. અર્થાતુ ઘર્મમાં તલ્લીનભાવે વૈરાગ્યપૂર્ણ દેખાવથી વિહાર કરું.
જે સંસારથી ત્રાસ પામેલા વૈરાગી હોય તેને સંસારની વાતો કે સમાચારો વગેરે ન ગમે તે ગંભીરભાવવાળા હોય. ગંભીરભાવ એટલે જેના અંતરમાં સુંદર વિચારણા ચાલતી હોય. તેમના એવા ઉદાસીનભાવ એમની મુખમુદ્રા પરથી પણ જણાય. એવી ચેષ્ટાઓવાળા ઘર્માનુરક્ત પુરુષો હોય.
તે કહો તે પૂછો સૌને, તે ઇચ્છો તન્મય રહો;
જેથી મિથ્યાત્વ મૂકીને, જ્ઞાનાવસ્થા તમે ગ્રહો.— સમાધિશતક ૫૩. સર્વ પ્રાણીમા સમભાવ રાખું.
પરમકૃપાળુદેવે પુષ્પમાળા વાક્ય ૧૧માં “સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ’ એમ કહી ઘર્મનું મૂળતત્ત્વ દર્શાવ્યું. તથા મહાનીતિના વાક્ય ૪૯માં “સમ્યક પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરું” એમ કહી જગત ભણી કેમ જોવું તે જણાવ્યું. પણ આ પ૩માં વાક્યમાં તો ઉપસર્ગ કે અણગમતી વસ્તુઓ આવી પડે તો પણ સમભાવ રાખું. સમભાવ રાખવાની જાણે પ્રતિજ્ઞા કરી હોય એવું આ વાક્ય છે. સમભાવ એ મોક્ષનું કારણ છે.
મલ્લિનાથ ભગવાનનું દ્રષ્ટાંત – મલ્લિનાથ ભગવાને દીક્ષા લીધી તે જ દિવસે સમભાવથી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. અને દેશના પણ સમભાવ-સમતા વિષે આપી. દીક્ષા વખતે ભાવ ચઢીયાતા હોય. તેના પરિણામે દરેક તીર્થકરને દીક્ષા સાથે મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. મલ્લિનાથ ભગવાને તે ભાવોને વિશેષ ચઢિયાતા રાખ્યા, પડવા દીધા નહીં અને શ્રેણી માંડીને તે જ દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. થોડો
૨૭