________________
ચાચગશેઠે ચંગદેવને ગુરુદેવને સોંપ્યો.
ગુરુદેવ દેવચન્દ્રસૂરિજી ચંગદેવને લઈ ખંભાત નગર તરફ વિહાર કરી ગયા.
ધંધુકાથી ખંભાત દૂર નથી. થોડા જ દિવસોમાં તેઓ ખંભાત પહોંચી ગયા.
ગુરુદેવે ચંગદેવને સારા દિવસે ને શુભ મુહૂર્ત ભણવા બેસાડ્યો. પોતે જ ભણાવવા લાગ્યા. ચંગદેવનો વિનય અને એની બુદ્ધિ જોઈને ગુરુદેવને લાગ્યું : “આ છોકરો જલ્દી વિદ્વાન બનશે. બધાં શાસ્ત્રો ભણી લેશે.'
એક દિવસ ગુરુદેવે, ગુજરાતના મહામંત્રી ઉદયનને પોતાની પાસે બોલાવ્યા. ઉદયન મંત્રી જૈન ધર્મને માનનારા હતા. એમને જૈન ધર્મ ઉપર ખૂબ શ્રદ્ધા હતી. ગુરુદેવે તેમને કહ્યું :
“મહામંત્રી, આ છોકરો ધંધુકાના ચાચગશેઠનો પુત્ર છે. તેને દીક્ષા આપવાની છે. એનું ભવિષ્ય ઘણું ઊજળું છે. એ જિનશાસનનો મહાન પ્રભાવક આચાર્ય બનશે... એનો દીક્ષામહોત્સવ કરવાનો છે.”
ધનભાગ્ય મારાં ! જરૂર કરીશ દીક્ષા મહોત્સવ ! ક્યારે આપવાની છે દીક્ષા ?' મહામંત્રી ઉદયને પૂછયું.
“મહા સુદિ ચૌદસના દિવસે.”
મહામંત્રીએ મોટો ઉત્સવ કર્યો. આચાર્યદેવે ચંગદેવને દીક્ષા આપી. તેનું નામ “સોમચન્દ્ર મુનિ' રાખ્યું.
બોલો, સોમચન્દ્ર મુનિની જય !
C૮
૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org