________________
સોમનાથ મહાદેવ પ્રગટ થયા !
જેમ દેવસભામાં ઇન્દ્ર શોભે તેમ ગુજરાતની રાજસભામાં રાજા કુમારપાલ શોભતો હતો.
રાજસભામાં સામન્ત રાજાઓ, મંત્રીઓ, સેનાપતિ, રાજપુરોહિતો પોત-પોતાના ઉચિત આસને બેઠા હતા. ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિજી પણ રાજાની પાસે ઉચ્ચ કાદાસન પર બિરાજિત હતા.
તે વખતે દેવપત્તનથી આવેલા સોમનાથ મહાદેવના પૂજારીઓએ રાજસભામાં પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો, અને નિવેદન કર્યું,
‘મહારાજા, દેવપત્તનમાં સમુદ્રકિનારે આવેલું ભગવાન સોમનાથનું કાષ્ઠમંદિર જીર્ણ થઈ ગયું છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો અતિ આવશ્યક છે. અમારી આપને વિનંતી છે કે આ મંદિરના જીર્ણોદ્ધારનું પુણ્ય આપ પ્રાપ્ત કરી, આ સંસારમાંથી આપના આત્માનો ઉદ્ધાર કરો. આ કાર્ય કરવાથી દેશ અને દુનિયામાં આપની શાશ્વતી કીર્તિ સ્થપાશે.'
રાજા કુમારપાલને આ સત્કાર્ય ગમ્યું. એમણે પૂજારીઓને આશ્વાસન આપ્યું : ‘તમે મને આવું સત્કાર્ય ચીંધીને મારા ઉપર ઉપકાર કર્યો છે. આ કાર્ય વહેલામાં વહેલું કરાવવામાં આવશે.’
પૂજારીઓને ઉત્તમ વસ અને અલંકાર આપીને, તેમનો સત્કાર કર્યો. તેમને વિદાય આપીને તુર્ત, સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનું કાર્ય પાંચ અધિકારીઓને સોંપી દીધું.
અલ્પ સમયમાં જ સોમનાથ મહાદેવનું મંદિર પાષાણનું બનાવવાનું કામ શરૂ થઈ ગયું.
કુમારપાલનું મન એ કામમાં પરોવાયેલું હોવાથી રોજેરોજ એ મંદિરના કામનો અહેવાલ મેળવતા. તેમને કામ ધીમું ચાલતું લાગ્યું.
એક દિવસ કુમારપાલે ગુરુદેવને પૂછ્યું : ‘ગુરુદેવ, એવો કોઈ ઉપાય બતાવો કે જેથી ભગવાન સોમનાથનું મંદિર જલ્દી બંધાઈ જાય !'
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org