________________
જોતજોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા. બૃહસ્પતિએ ગુરુદેવને વિધિપૂર્વક વંદના કરી, કહ્યું :
ગુરુદેવ, આપની કૃપાથી મારે ચાર મહિનાનો તપ પૂરો થયો છે. આજે મારે પારણું કરવાનું પચ્ચખાણ આપો !”
ગુરુદેવના મુખ પર પ્રસન્નતા છવાણી.
એ જ વખતે મહારાજા કુમારપાલ ઉપાશ્રયમાં આવી ચઢ્યા. ગુરુદેવને બૃહસ્પતિ પર રાજી થયેલા જોઈને બૃહસ્પતિને કહ્યું :
તપસ્વી બ્રાહ્મણ, તું સોમનાથ પાટણ જ. તને ત્યાંના દેરાસરમાં, પહેલાંની જેમ પૂજારીના પદ ઉપર નિયુક્ત કરું છું.”
બૃહસ્પતિ ખુશ થઈ ગયો. શ્રી હેમચન્દ્રસૂરિનો ભક્ત બની ગયો.
સોમનાથ પાટણના “કુમારવિહાર' દેરાસરમાં જઈને ભક્તિભાવથી જિનેશ્વર ભગવંતની પૂજા-સેવા કરવા લાગ્યો.
પુત્ર ચંગદેવે દીક્ષા લીધી હતી. પતિ ચાચગ-શ્રેષ્ઠીનું અવસાન થયું હતું.
પાહિનીએ દીક્ષા લીધી હતી. સાધ્વી પાહિની, પોતાના જ્ઞાનધ્યાનમાં લીન રહેતાં હતાં. પુત્ર હેમચન્દ્રસૂરિનું અપૂર્વજ્ઞાન, અભુત યોગસિદ્ધિ અને મહાનું શાસનપ્રભાવના જોઈને, સાધ્વી પાહિની ખૂબ રાજી થતાં હતાં. આચાર્યદેવ, માતા સાધ્વીની કાળજી રાખતા હતા. તેમના પ્રત્યે ભક્તિભાવ રાખતા હતા.
સાધ્વી પાહિની મૃત્યુશગ્યા પર સૂતાં હતાં. સાધ્વીછંદ તેમને અંતિમ આરાધના કરાવતું હતું. ગુરુદેવને સમાચાર મળ્યા. તેઓ પણ પાટણમાં જ બિરાજતા હતા.
તુર્ત જ તેઓ સાવી-માતા પાસે પહોંચી ગયા. માતાએ પુત્રની સામે જોયું... પુત્રે અનહદ ભક્તિથી પ્રેરાઈને કહ્યું :
- પાંચ પ્રસંગ
(૧૬૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org