________________
નહીં જ કરું. મેં જિનેશ્વરદેવની ભાવથી પૂજા કરી છે, હેમચન્દ્રસૂરિ જેવા ગુરુદેવના ચરણે જીવન સમર્પિત કર્યું છે અને દયામય ધર્મનું પાલન કર્યું છે... મારે કોઈ વાત અધૂરી રહી નથી. માટે જલ્દી જાઓ અને ગામ બહાર લાકડાંની ચિતા તૈયાર કરાવો. નહીંતર જો સવાર પડી જશે તો અનર્થ થઈ જશે...”
મહામંત્રીએ કહ્યું : “મહારાજા, હું અલ્પ સમયમાં જ પાછો આવું છું...” એમ કહીને મહામંત્રી ઉદયન મહેલમાંથી નીકળીને સીધા હેમચન્દ્રસૂરિના ઉપાશ્રયે ગયા. ગુરુદેવને વંદના કરી અને કુમારપાલની રાત્રિની ઘટના કહી સંભળાવી.
મહામંત્રી, રાજાની ધર્મદઢતા ગજબની છે. એને બળી મરવાની જરૂર નથી. તમે એક પ્યાલામાં ગરમ પાણી લાવો.'
મહામંત્રી તુર્ત જ ગરમ પાણી લાવ્યા. ગુરુદેવે એ પાણીને અભિમંત્રિત કર્યું.
“મહામંત્રી, જલ્દી રાજમહેલે જાઓ. આ પાણી રાજાના શરીર પર છાંટો. એનો કોઢ રોગ ચાલ્યો જશે. શરીર હતું એવું સારું થઈ જશે.”
મહામંત્રી પાણી લઈને ઝડપથી રાજમહેલમાં ગયા. રાજાના કાનમાં કહ્યું : “ગુરુદેવે આ પાણી મોકલ્યું છે.' રાજાના સંપૂર્ણ શરીર પર પાણી છાંટ્યું... છાંટતાંની સાથે જ શરીર નિરોગી બની ગયું ! સૂર્યનો ઉદય થતાં જેમ અંધકાર દૂર થઈ જાય તેમ !
રાજા અત્યંત હર્ષ પામ્યો. મહામંત્રીને કહ્યું : “મહામંત્રી, ગુરુદેવની શક્તિ ખરેખર આશ્ચર્ય પમાડે એવી છે. આવા ઉગ્ર રોગને તેમણે પલવારમાં મટાડી દીધો... પેલી દુષ્ટ દેવી પર એમની દૃષ્ટિ પડે એટલી વાર છે. દૃષ્ટિ પડતાં જ એ દેવી શાન્ત થઈ જશે. ખરેખર, એ મહાનું ગુરુદેવની મારા ઉપર પરમ કૃપા વરસે છે. જેમ વાઘના મુખમાંથી હરણ બચે તેમ મૃત્યુના મુખમાંથી હું બચી ગયો છું.”
પ્રભાત થઈ ગયું હતું.
મહામંત્રીને વિદાય આપી, કુમારપાલ સ્નાનાદિથી પરવારી, ગુરુદેવનાં દર્શન-વંદન કરવા માટે નીકળ્યા.
ગુરુદેવનાં દર્શન કરી તેઓ આનંદવિભોર થઈ ગયા. અંગ-અંગે રાજાનો કોટરોગ મટાડ્યો
. ૧૦૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org