________________
ખાડામાં પડેલા મજૂરોને ઉગારવાની જવાબદારી મારી છે. અમારા બદલે બીજા કોઈનુંય બલિદાન ના આપી શકાય.
પતિ-પત્નીએ શ્રી નવકારમંત્રનું સ્મરણ કર્યું અને ખાડામાં એક સાથે કૂદી પડ્યાં. - ત્યાં ઊભેલાં સેંકડો સ્ત્રી-પુરુષો ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યાં. સ્ત્રીઓ ચીસ પાડી ઊઠી.
પરંતુ થોડી વારમાં જ એક ચમત્કાર થયો. એક દિવ્ય અવાજ સંભળાયો :
“નગરવાસીઓ, હું દેવી નર્મદા બોલું છું. આદ્મભટ્ટ અને એમનાં પત્નીનો મનુષ્ય-પ્રેમ અને પ્રભુભક્તિ જોઈને હું પ્રસન્ન થઈ છું. માટે તેમને તથા તેમના બધા મજૂરોને નવું જીવન આપું છું. તેઓ બધા જ ખાડામાંથી જીવતા બહાર આવશે.'
અને ખરેખર આપ્રભટ્ટ, એમનાં પત્ની અને મજૂરો ખાડામાંથી બહાર આવવા લાગ્યા ! બધાં સારાં હતાં અને સહુના મુખ ઉપર પ્રસન્નતા હતી.
નગરજનોએ હર્ષની કિકિયારીઓ કરી. જૈન ધર્મનો જયનાદ કર્યો અને મહોત્સવનાં મંડાણ કર્યા.
દંડનાયક આઝભટ્ટે દેવીને ઉત્તમ ફળ-નૈવેદ્ય ચઢાવીને ખુશ કરી.
દેરાસરનું કામ ઝડપથી ચાલું થયું. સેંકડો કારીગરો અને હજારો મજૂરો કામે લાગી ગયા. દંડનાયક તે સૌને સારું ખાવા-પીવાનું આપવા લાગ્યા. બધી સગવડતાઓ આપવા લાગ્યા. અને હજારો રૂપિયા આપવા લાગ્યા.
દેરાસરનું કામ પૂરું થવા આવ્યું એટલે દંડનાયકે પાટણ જઈને પૂજ્ય ગુરુદેવને વિનંતી કરી : “ગુરુદેવ, ગુર્જરેશ્વરની સાથે આપ ભરૂચ પધારો અને નવા બંધાયેલા દેરાસરમાં ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા કરો.”
આચાર્યદેવ, રાજા કુમારપાલ અને હજારો સ્ત્રી-પુરુષોના સંઘ સાથે ભરૂચ તરફ પ્રયાણ કર્યું. ગામે-ગામના જૈનો સંઘમાં જોડાવા લાગ્યા. (૧૧૮
% સર્વજ્ઞ જેવા સૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org