________________
અપૂર્વ સાધર્મિક ઉદ્ધાર
આચાર્યશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીના ઉપદેશથી રાજા કુમારપાલે ઘણાંઘણાં સત્કાર્ય કર્યાં.
--
દેશ-વિદેશમાં અહિંસા-ધર્મનો પ્રસાર કર્યો.
પ્રજા તો ગળીને પાણી પીતી હતી. પશુઓને પણ ગાળેલું જ પાણી પાવામાં આવતું હતું.
૧૪ હજાર નવાં જિનમંદિર બંધાવ્યાં.
૧૬ હજા૨ દેરાસરોનો જીર્ણોદ્ધાર કર્યો.
સ્વયં ચોમાસામાં રોજ એકાસણું કરતા.
માર' એવો શબ્દ મોઢામાંથી નીકળતાં એક ઉપવાસ કરતા. અસત્ય બોલાઈ જતાં આયંબિલ કરતા.
સોના-ચાંદીની શાહીથી આગમગ્રંથો લખાવ્યા. ‘ત્રિષ્ટિશલાકાપુરુષચિરત'ના ૩૬૦૦૦ શ્લોકો લખાવીને એ ગ્રંથને હાથી પર પધરાવી, પાટણમાં વરઘોડો કાઢ્યો !
૭૦૦ લહિયાઓ પાસે ગુરુદેવના લખેલા ગ્રંથોને લખાવીને, દેશવિદેશના જ્ઞાનભંડારોમાં મુકાવ્યા.
આ બધું કરવા છતાં એક સત્કાર્ય તરફ રાજાનું ધ્યાન જતું ન હતું. ગુજરાતમાં લાખો દુઃખી જૈનો હતા. તેમનાં દુઃખ દૂર કરવા માટે રાજાને વિચાર આવતો ન હતો.
ગુરુદેવ, આ કામ એવી રીતે કરવા ઇચ્છતા હતા કે રાજા પર તત્કાલ ધારી અસર થાય. એ માટે તેઓ એવા કોઈ અવસરની રાહ જોતા હતા.
એવો અવસર આવી લાગ્યો.
ગુરુદેવ પાટણ પધારવાના હતા.
રાજાએ ગુરુદેવનું ભવ્ય પાટણ સ્વાગત કરવાની તૈયારીએ કરાવી
અપૂર્વ સાધર્મિક ઉદ્ધાર
Jain Education International
For Private & Personal Use Only
૧૫૧
www.jainelibrary.org