________________
વિશાળ સેના લઈને તેણે ઝડપથી ગુજરાત તરફ પ્રયાણ કર્યું. મહમદે પોતાના ગુપ્તચરો પાસેથી નિકટના રસ્તાઓ જાણી લીધા હતા.
એકાદ મહિનામાં તો રાજા મહમદ ગુજરાતના સીમાડે આવી પહોંચ્યો. ગુજરાજના સીમાડાઓ ઉપર કુમારપાલના ચોકી-પહેરા હતા.
મારતે ઘોડે બે સૈનિકો પાટણ પહોંચ્યા. રાજમહેલમાં જઈને સૈનિકોએ કુમારપાલને નિવેદન કર્યું
મહારાજા, મુસલમાન રાજા મહમદ મોટી સેના લઈને ગુજરાતના સીમાડા સુધી આવી ગયો છે. એ હજારો યોદ્ધાઓ સામે અમે સો-બસો રક્ષક સૈનિકો ટકી શકીએ એમ નથી. એ રાજાને અમે રોકી શકીએ એમ નથી.”
“તમે સારું કર્યું કે મને વેળાસર સાવધાન કર્યો. તમે જરાય ચિંતા ના કરશો. હું યોગ્ય બંદોબસ્ત કરું છું.'
કુમારપાલે એ બે સૈનિકોને વિદાય કર્યા. એમને નિશ્ચિત કરનાર રાજા સ્વયં ચિંતામાં પડી ગયા !
પાટણની બહાર નહીં જવાની ભારે પ્રતિજ્ઞા છે...હું યુદ્ધ કરવા નહીં જઈ શકું...અને મારા સિવાય મારી સેના યુદ્ધમાં એ બળવાન રાજાને હરાવી શકશે નહીં. અને જો હું યુદ્ધ ના કરું તો એ દુષ્ટ રાજા મારી પ્રજાને મારી નાંખે અને રાજયને લૂંટી લે... તો શું કરું?”
રાજા મૂંઝાયા. તરત તેમને ગુરુદેવ યાદ આવ્યા.
એ જ ક્ષણે તેઓ ગુરુદેવ પાસે પહોંચ્યા. ગુરુદેવને વિધિસહિત વંદના કરી.
મહાનુભાવ, તમારા મુખ ઉપર ચિંતાઓની રેખાઓ દેખાય છે. શું વાત છે ?' ગુરુદેવે પૂછ્યું.
હા જી ! સાચી વાત છે આપની. મારે તો એક બાજુ નદી છે ને બીજી બાજુ વાઘ છે !”
રાજાએ ગુરુદેવને બધી વાત કરી. ગુરુદેવે આંખો બીડીને શાન્તિથી બધી વાત સાંભળી. (૧૩૮
% સર્વજ્ઞ જેવા સૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org