________________
૧૬
દેશસરી બંધાવ્યાં!
ગુરુદેવ હેમચન્દ્રસૂરિએ કુમારપાલને કહ્યું ઃ ‘રાજન્, દુનિયાના સર્વ જીવોનું કલ્યાણ ઇચ્છનારા જિનેશ્વર ભગવંતોનાં દેરાસરો બંધાવીને, આ મનુષ્યજીવનને સફળ કરવું જોઈએ.
એવાં ભવ્ય અને કલાત્મક દેરાસરો બંધાવો કે જેમને જોતાંની સાથે જ લોકોને એ દેરાસરોમાં જવાની ઇચ્છા થાય. અને એવી નયનરમ્ય મૂર્તિઓ બનાવો, કે જે જિનમૂર્તિઓનાં દર્શન કરતાં લોકોનાં મન ઠરે, શાન્તિ પામે અને આનંદિત થાય.’
એવા સમયે ગુરુદેવે રાજાને ઉપદેશ આપ્યો કે જ્યારે રાજાને બીજાં કોઈ મોટાં કામ કરવાનાં ન હતાં... ગુરુદેવે મોટું કામ બતાવી દીધું ! રાજાને કામ ગમી ગયું !
રાજાએ મંદિરને બનાવનારા શિલ્પીઓને બોલાવ્યા અને કહ્યું : ‘તમારે પાટણ શહેરના મધ્ય ભાગમાં એક સુંદર દેરાસર બાંધવાનું છે અને એમાં નેમનાથ ભગવાનની મનોહર મૂર્તિ ઘડીને સ્થાપિત કરવાની છે.’
મુખ્ય શિલ્પીએ કહ્યું : ‘મહારાજા, આપને ગમી જાય એવું ભવ્ય અને રમ્ય દેરાસર બાંધી આપીશું.'
રાજાએ કહ્યું : ‘મને જ ગમે એ ના ચાલે, મારા ગુરુદેવને પણ ગમ જોઈએ. તમે શિલ્પશાસ્ત્રના નિયમો મુજબ જો બાંધશો તો જ ગુરુદેવને ગમશે. તમે જાણો છો ને કે હેમચન્દ્રાચાર્ય કેવા મહાન જ્ઞાની છે !’
‘હા જી, અમે જીણીએ છીએ એ મહાન્ જ્ઞાની ગુરુદેવને. તેઓ શિલ્પશાસ્ત્રમાં પણ પારંગત છે ! તેઓ પણ અમને ધન્યવાદ આપે એવું દેરાસર બાંધીશું !'
રાજાએ રાજી થઈને એ જ વખતે શિલ્પીઓને હજારો રૂપિયાનું દાન આપી, એમને ઉત્સાહિત કર્યા.
રાજાએ વાગ્ભટ્ટ મંત્રીને દેરાસર બંધાવવાની જવાબદારી સોંપી.
૧૦૮
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org