________________
- બે દેરાસર વાદળી પથ્થરનાં બનાવવાં જોઈએ. – સોળ દેરાસર પીળા રંગના પથ્થરનાં બનાવવાં જોઈએ.
આ દેરાસરમાં તે-તે રંગની ચોવીશ તીર્થકરોની મૂર્તિઓ બનાવરાવીને સ્થાપિત કરવી જોઈએ.'
રાજાને ક્યાં વાર લાગે એવી હતી ? શિલ્પીઓનો કાફલો ઊતરી પડ્યો પાટણમાં ! ચોવીશ દેરાસરો બાંધવાની જગા નક્કી થઈ ગઈ. નકશા તૈયાર થઈ ગયા. ખાણોમાંથી પથ્થરો આવવા લાગ્યા અને શુભ મુહૂર્તમાં કામ શરૂ થઈ ગયું.
ચોવીશ દેરાસરોમાં ચોવીશ તીર્થકર ભગવંતોની મૂર્તિઓ સ્થાપિત થઈ ગઈ.
પછી ચાર દેરાસરો શાશ્વત તીર્થકરોનાં બંધાવ્યાં.
પહેલું ઋષભદેવનું, બીજુ ચન્દ્રાનનનું, ત્રીજું વારિફેણનું અને ચોથું વર્ધમાનસ્વામીનું.
તે પછી જે ચાર દેરાસરો રાજાએ બંધાવ્યાં, તેમાં એક દેરાસરમાં રોહિણીદેવીની પ્રતિષ્ઠા કરી; બીજા દેરાસરમાં સમવસરણની રચના કરીને ભગવાન મહાવીરસ્વામીની ચાર દિશામાં ચાર મૂર્તિઓ સ્થાપિત કરી; ત્રીજા દેરાસરમાં સુંદર અશોકવૃક્ષની રચના કરી અને ચોથા દેરાસરમાં ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિની ચરણપાદુકા સ્થાપિત કરી.
આ રીતે ૩૨ દેરાસરો બનાવીને, કુમારપાલે પાટણની શોભા ય વધારી અને પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત પણ પૂર્ણ કર્યું.
એક દિવસની વાત છે. ગુરુદેવના ચરણો પાસે રાજા કુમારપાલ બેઠા છે. રાજા પોતાના અંગત જીવનની વાતો કરે છે. ગુરુદેવ શાંતિથી સાંભળે છે. રાજા પોતાના રઝળપાટની વાતો કરતાં કરતાં એક દુર્ઘટનાની વાત કહે છે :
“પ્રભુ, સિદ્ધરાજના ભયથી છુપાતો-છુપાતો હું અરવલ્લીના પહાડોમાં પહોંચ્યો હતો. તારણગિરિના ડુંગર ઉપર એક ઘટાદાર વૃક્ષની નીચે બેઠો હતો. ખૂબ થાક્યો હતો, કંટાળેલો હતો...પરંતુ અચાનક, (૧૧૦)
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org